ઓક્ટોબર 2025
51) તરણેતરના મેળા બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં પ્રતિ વર્ષ યોજાય છે.
2. ગુજરાત સરકારના પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તરણેતરમાં પશુપ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે.
૩. લોકવાયકા મુજબ, દ્રૌપદીનો સ્વયંવર આ પાંચાળ ભૂમિ પર યોજાયો હતો.
52) ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)એ ભારતના પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી કોમર્શિયલ EO તૈયાર કરવા માટે પિક્સલસ્પેસ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળની 4 ખાનગી કંપનીઓના કન્સોર્ટિયમની પસંદગી કરી છે, તે પૈકી કઈ કંપની નથી.
1. પિક્સલસ્પેસ ઇન્ડિયા
2. પીયરસાઇટ સ્પેસ
3. સેટશ્યોર એનાલિટિક્સ ઇન્ડિયા
4. ધ્રુવ સ્પેસ
53) તાજેતરમાં સમાચારમાં રહેલ SHRESTH ઇન્ડેક્સ સંદર્ભે સાચાં વિધાનો પસંદ કરો.
1. આ ઇન્ડેક્સ રાજ્યની ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમને સુદૃઢ બનાવવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે.
2. SHRESTH સ્ટેટ હેલ્થ રેગ્યુલેટરી એક્સિલેન્સ ઇન્ડેક્સ.
3. તેને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતો.
55) પ્રોજેક્ટ કુશા સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. તે લાંબા અંતરની એર ડિફેન્સ સીસ્ટમ વિકસાવવા માટેની એક સ્વદેશી પહેલ છે.
2. વર્ષ 2022માં યુનિયન કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.
3. પ્રોજેક્ટનું નેતૃત્વ કરનારી સંસ્થા: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)
56) 'જલકાપી' સંદર્ભે નીચેનાં પૈકી યોગ્ય વિધાનો ચકાસો.
1. તાજેતરમાં ભારતની સૌથી મોટી માનવરહિત સબમરીન 'જલકાપી'નું નિર્માણકાર્ય દાહોદમાં શરૂ કરવામાં આવ્યું.
2. જલકાપી સતત 30થી 45 દિવસ સુધી પાણીમાં રહી શકે છે.
3. જલકાપીની ડિઝાઇન ભારતીય નૌકાદળના સબમરીન ડિઝાઇન ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે.
57) નીચે આપેલ વિધાનો પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. મોલ્ડોવા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA)નો 107મો સભ્ય
2. ISA તે ભારત અને ફ્રાન્સ વચ્ચેની એક સહયોગી પહેલ છે.
3. 154 વડું મથક નવી દિલ્લી ખાતે આવેલું છે.
58) DRDO દ્વારા વિકસાવવામાં આવેલ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) સંદાર્ભે નીચેના પૈકી કયાં વિધાન સાયાં છે ?
1. IADWS એક બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જે 30 કિમી સુધીના હવાઈ જોખમોનો ખાતમો કરી શકે છે.
2. તેમાં QRSAM, VSHORADS અને લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)નો સમાવેશ થાય છે.
3. IADWSનું સેન્ટ્રલાઇઝડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
59) તાજેતરમાં યોજાયેલ SLINEX-25 એક્સર્સાઇઝ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. SLINEX-25ની 12મી આવૃત્તિ શ્રીલંકાના કોલંબોમાં યોજાઈ.
2. 'શ્રીલંકા-ઇન્ડિયા એક્સર્સાઇઝ' (SLINEX 2025) એ ભારતીય નૌસેના અને શ્રીલંકાની નૌસેના (SLN)ની વચ્ચે દર વર્ષે યોજાતો દ્વિપક્ષીય સમુદ્રી યુદ્ધાભ્યાસ છે.
૩. ભારત તરફથી આ યુદ્ધાભ્યાસમાં INS જ્યોતિ ફ્લીટ ટેન્કરે ભાગ લીધો હતો.
60) નીચેનાં વિધાનો પૈકી યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. ચંડીગઢમાંથી ભારતનો પ્રથમ નિકલ, કોપર, પ્લેટિનમ ગ્રૂપનાં તત્ત્વો (Ni-Cu-PGE)નો ભંડાર મળી આવ્યો.
2. તે સલ્ફાઇડથી સમૃદ્ધ મેફિક-અલ્ટ્રામેફિક ખડકોમાંથી મળી આવતી મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ધાતુઓનો એક સમૂહ છે.
62) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ગૃહ મંત્રાલય દ્વારા આદિવાસી ભાષા માટે ભારતની પ્રથમ AI-સંચાલિત અનુવાદક સેવા ' આદિ વાણી' શરૂ કરવામાં આવી છે.
2. તેનો ઉદ્દેશ્ય આદિવાસી ભાષાઓમાં શિક્ષણ, શાસન અને ઉદ્યોગસાહસિકતાની પહોંચ વધારવાનો છે.
૩. હિન્દી/અંગ્રેજી અને આદિવાસી ભાષાઓ વચ્ચે રીઅલ-ટાઇમ અનુવાદ (ટેક્સ્ટ અને સ્પીચ) કરે છે.
63) નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી કયાં/કયું સાચું/સાચાં છે ?
1. નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સી. પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા.
2. આ 17મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હશે.
૩. આ ચૂંટણી બાદ નિમણૂક પામનાર વ્યક્તિગત રીતે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનશે.
64) UDISE+ રિપોર્ટ 2024-25 બાબતે સાચાં વિધાનો પસંદ કરો.
1. શિક્ષકોની કુલ સંખ્યા 1 કરોડથી વધુ થઈ ગઈ.
2. UDISE+ નું પૂરું નામ: “યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ” છે.
૩. આ રિપોર્ટ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
66) તાજેતરમાં ચર્ચિત 'પ્રોજેક્ટ આરોહણ' બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ પ્રોજેક્ટ નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI એ ટોલ પ્લાઝાના કર્મચારીઓનાં બાળકોને સહાયરૂપ થવા માટે શરૂ કર્યો છે.
2. આ યોજનાનું અમલીકરણ SMEC ઇન્ડિયા ફાઉન્ડેશન (SMEC ટ્રસ્ટ)ના ભારત કેર્સ દ્વારા કરવામાં આવશે.
68) નીચે આપેલાં વિધાનો પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. તાજેતરમાં ગગનયાન મિશન માટે ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
2. આ પરીક્ષણ ઇસરો, ઇન્ડિયન એરફોર્સ (IAF), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO), ભારતીય નૌકાદળ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના સંકલનમાં કરવામાં આવ્યો હતો.
71) ભારતની પ્રથમ ખાનગી ડિપ્લેટેડ હેવી વોટર (DHW) ટેસ્ટ ફેસિલિટીને નીચે પૈકી યોગ્ય વિધાનો ધ્યાનમાં લો.
1. DHW મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં શરૂ કરવામાં આવી.
2 તે ડ્યુટેરિયમ ધરાવતાં પાણી નું એક સ્વરૂપ છે.
તે ડયુટેરિયમના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ ધરાવે છે.
72) નવા નિમાયેલા સંરક્ષણ અધિકારીઓ સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો.
1. 47મા વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ (VCNS) વાઇસ એડમિરલ સંજય વાત્સાયનએ કાર્યભાર સંભાળ્યો.
2. ઇન્ડિયન નેવલ એકેડમીનો કમાન્ડ વાઇસ એડમિરલ મનીષ ચઢ્ઢાએ સંભાળ્યો.
73) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાન ચકાસો.
1. 'મેરી પંચાયત' એપ્લિકેશને ડિજિટલ ગવર્નન્સ માટે WSIS ચેમ્પિયન એવોર્ડ 2025 જીત્યો છે.
2. આ પુરસ્કારને સ્વિટ્ઝર્લેન્ડના જીનિવા ખાતે યોજાયેલા WSIS+20 હાઈ-લેવલ ઇવેન્ટ 2025 દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો.
74) PM નરેન્દ્ર મોદી દ્વારા પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે 'જ્ઞાન ભારતમ્ મિશન'ની જાહેરાત કરી તે બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ મિશનનો ઉદેશ ભારતીય હસ્તપ્રતોના વારસાનું દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને તેની સુલભતાને વધારવી.
2. આ મિશનની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો શો ‘મન કૌ બાત'ના 124મા એપિસોડ દરમિયાન કરી હતી.
3. કેન્દ્રીય બજેટ 2025-2026માં નેશનલ મિશન ફોર મેન્ચુસ્કિટ્સ (NMM)ને મર્યાદિત કરીને તેને 'જ્ઞાન ભારતમ્ મિશન (GBM) તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું.
75) 19મી વર્લ્ડ યૂથ આર્યરી ચેમ્પિયનશિપ 2025 વિશે યોગ્ય વિધાનો ચકાસો.
1. ભારતે 8 મેડલ સાથે મેડલ ટેલીમાં બીજું સ્થાન મેળવ્યું.
2. આ ચેમ્પિયનશિપ દર બે વર્ષે એકવાર યોજાતી વૈશ્વિક તીરંદાજી ઇવેન્ટ છે.
3. વર્ષ 2025 આ ચેમ્પિયનશિપ કેનેડાના વિનિપેગમાં યોજાઈ હતી.
77) 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025 સંદર્ભે યોગ્ય વિધાની પસંદ કરો.
1. તે કઝાખસ્તાનના શમકેન્ટમાં યોજાઈ હતી.
2. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) અને કઝાખસ્તાન શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનના સહયોગ વડે એશિયન શૂટિંગ કન્ફેડરેશન (ASC) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
૩. આ ચેમ્પિયનશિપમાં 99 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યો.
79) ઇસરો દ્વારા શરૂ કરાયેલ HOPE એનેલોગ મિશન સંદર્ભે યોગ્ય વિધાન તપાસો.
1. લદ્દાખની ત્સો કાર વેલીમાં સ્થાપવામાં આવેલા HOPE એનેલોગ મિશનની સત્તાવાર રીતે શરૂઆત કરી હતી.
2. HOPEનું પૂરું નામ 'હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન' છે
૩. તે ચંદ્ર અને મંગળ ઉપર ભવિષ્યના સમાનવ મિશનને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલી ભારતની પ્રથમ સર્વગ્રાહી પ્રતિકૃતિ છે.
80) РоS 2 પાઈપલાઈન વિશે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ પાઇપલાઇન પશ્ચિમ સાઇબિરીયા (યમલ ક્ષેત્ર) થી શરૂ થાય છે અને મોંગોલિયા થઈને ઉત્તર ચીનમાં લગભગ 2,600 કિલોમીટર સુધી જાય છે.
2. આ પાઇપલાઇન રશિયાથી ચીનને વાર્ષિક 50 અબજ ક્યુબિક મીટર ગેસ પહોંચાડશે.
૩. આ અગાઉ તે અલ્તાઈ પાઇપલાઇન તરીકે ઓળખાતી હતી.
82) NPCIના નવા UPI નિયમો 1 ઑગસ્ટ, 2025થી લાગુ થયા તે બાબતે સાચાં વિધાનો પસંદ કરો.
1. UPI યુઝર્સ UPI એપ્લિકેશનદીઠ દરરોજ વધુમાં વધુ 30 વખત જ પોતાના બેન્કખાતાનું બેલેન્સ ચેક કરી શકે છે.
2. સફળ UPI ટ્રાન્ઝેક્શન પછી અપડેટ થયેલું ખાતાનું બેલેન્સ આપમેળે દર્શાવવામાં આવશે.
૩. યુઝર્સ દિવસમાં વધુમાં વધુ 3 વખત 90 સેકન્ડના સમય ગાળાના અંતરાલે પેન્ડિંગ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ ચેક કરી શકશે.
83) ઉત્તરાખંડમાં યોજાયેલ પ્રથમ એશિયન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ઉત્તરાખંડના દેહરાદુનમાં સ્થિત મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ ખાતે હિમાદ્રી આઇસ રિંક ખાતે યોજાઈ હતી.
2. તેનું આયોજન આઇસ સ્કેટિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ISAI) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. ભારતે કુલ 39 મેડલ જીત્યા
85) ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના દાલ સરોવરમાં આ ફેસ્ટિવલ યોજાયો હતો.
2. ખેલો ઇન્ડિયાના નેજા યોજના હેઠળ યોજાયેલી આ પ્રથમ વોટર ગેમ્સ ઇવેન્ટ છે.
3. માસ્કોટ : હિમાલયન કિંગફિશર
86) નીચે આપેલ પૈકી સાચાં વિધાનો પસંદ કરો.
1. રાજસ્થાનની માનિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 બની.
2 મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નું આયોજન રાજસ્થાનના જયપુરમાં કરવામાં આવ્યું હતું.
૩. તે થાઇલેન્ડમાં નવેમ્બર, 2025માં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
88) નેલ્સન મંડેલા પ્રાઈઝ 2025 બાબતે યોગ્ય વિધાન તપાસો
1 બ્રેન્ડા રેનોલ્ડ્સ (કેનેડા) અને કેનેડી ઓડેડે (કેન્યા)ને એનાયત કરવામાં આવ્યું.
2. સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન અને 9મા મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ (પોર્ટુગલ) દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
3. હજુ સુધી કોઈ ભારતીયને આ પુરસ્કાર પ્રાપ્ત થયો નથી.
89) SHRESTH ઇન્ડેક્સ સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. રાજ્યની ડ્રગ રેગ્યુલેટરી સીસ્ટમને સુદૃઢ બનાવવા માટે SHRESTH ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે.
2. SHRESTH : સ્ટેટ હેલ્થ રેગ્યુલેટરી એક્સિલેન્સ ઇન્ડેક્સ.
૩. લોન્ચ કરનાર : કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય.
90) નીચે આપેલ પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. રશિયાએ શુક્ર ગ્રહ સંબંધિત જાણકારી એકત્રિત કરવા સત્તાવાર રીતે 'વિનેરા-ડી' મિશન જાહેરાત કરી છે.
2. વિનેરા-ડીમાં 'ડી' એટલે "Dolgozhivushaya" જેનો અર્થ “લાંબું-આયુષ્ય" તેવો થાય છે.
92) તાજેતરમાં ચર્ચિત “PM સ્વનિધિ યોજના” બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1 આ યોજનાનો ધિરાણ સમયગાળો 31 માર્ચ, 2030 કરવામાં આવ્યો છે.
2. ઉદ્દેશ્ય 50 લાખ નવા લાભાર્થીઓ સહિત 1.15 કરોડ લાભાર્થી સુધી લાભ પહોંચાડવો.
3. કેન્દ્રીય ક્ષેત્રની માઇક્રો-ક્રેડિટ યોજના છે.
93) બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ 2025 વિશે યોગ્ય વિધાનો ચકાસો.
1. તનવી અને વેન્નલા ટૂર્નામેન્ટની એક જ આવૃત્તિમાં વિમેન્સ સિંગલ્સમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની.
2. આ વર્ષની ચેમ્પિયનશિપ ઇન્ડોનેશિયાના સોલોમાં યોજાઈ હતી.
95) 18મી ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઓન એસ્ટ્રોનોમી ઍન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IOAA) અંગે નીચેના પૈકી કયાં વિધાન સાચાં છે ?
1. ભૂવનેશ્વરમાં 2016ની આવૃત્તિ પછી ભારત બીજી વખત IOAAનું આયોજન કરી રહ્યું છે.
2. IOAAનું આયોજન હોમી ભાભા સેન્ટર ફોર સાથેન્સ એજ્યુકેશન (HBCSE) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. સૌથી વધુ મેડલ જીતનાર દેશ યુનાઇટેડ કિંગડમ હતો.
4. ભારત ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે બીજા સ્થાને રહ્યો.
97) નીચે આપેલાં વિધાન/વિધાનો પૈકી સાચાં વિધાનો ચકાસો.
1. આદિજાતિ બાબતોના કેન્દ્રીય મંત્રાલય (MoTA)એ દેહરાદૂન (ઉત્તરાખંડ)માં ત્રીજી રિજનલ પ્રોસેસ લેબ (RPL) લોન્ચ કરી.
2. રિજનલ પ્રોસેસ લેબ (RPL) RPLs આદિ કર્મયોગી અભિયાન હેઠળ ક્ષમતાનિર્માણ માટે સ્થાપવામાં આવેલ જિલ્લા-સ્તરનું સંસ્થાગત વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે.
3. પહેલી 2 RPLs બેંગલુરુ (કણટિક) અને ભોપાલ (મધ્ય પ્રદેશ)માં લોન્ચ કરવામાં આવી હતી.
99) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ 100 એગ્રી-ફૂડ સ્ટાર્ટઅપ્સને સહાય કરવા માટે BHARATI પહેલ લોન્ચ કરી તે સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. BHARATI પૂરું નામ ભારત હબ ફોર એગ્રીટેક, રેઝિલિયન્સ, એડવાન્સમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન ફોર એક્સપોર્ટ એનેબલમેન્ટ છે.
2. વર્ષ 2030 સુધીમાં 50 બિલિયન US ડોલરનાં કૃષિ-ખાદ્ય ઉત્પાદનોની નિકાસ કરવાના APEDAનાં લક્ષ્યમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Comments (0)