06 થી 10 જાન્યુઆરી - 2026 નું કરંટ અફેર્સ
1) DRDO દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા 'ફાઇટર એરક્રાફટ એસ્કેપ સિસ્ટમ'ના પરીક્ષણ બાબતે નીચેનાં વિદ્યાનો તપાસો.
1. આ પરીક્ષણ ચંદીગઢ ખાતે આવેલી ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું.
2. ભારત આ એડવાન્સ્ડ ઇન-હાઉસ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો એકમાત્ર દેશ બન્યો છે.
૩. આ સિસ્ટમમાં ફાઇટર એરક્રાફ્ટના આગળના ભાગને રોકેટ સાથે જોડી હાઈ સ્પીડ પર દોડાવીને પાઇલોટને એસ્કેપ કરવાની ટેક્નોલોજીનું પરીક્ષણ કરાયું હતું.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
2) ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલા 'GlowCas9' પ્રોટીન વિશે કયાં વિધાનો સાચાં છે ?
1. તે કોલકાતા સ્થિત બોઝ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
2. તે Cas9 પ્રોટીનનું બાયોલ્યુમિનિસેન્ટ સંસ્કરણ છે જે જીન એડિટિંગ દરમિયાન પ્રકાશ ઉત્પન્ન કરે છે.
3. CRISPR ટેક્નોલોજીમાં Cas9 એન્ઝાઇમ 'માર્ગદર્શક' (Guide) તરીકે અને RNA ' કાતર' તરીકે કામ કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
4) ભારતના હાઇડ્રોજન સંચાલિત પરિવહન પ્રોજેક્ટ્સ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. ભારતનું પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર વેઝલ વારાણસીમાં નમો ઘાટ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે.
2. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ રન હરિયાણાના જીંદ - સોનીપત સેક્શન પર થવાની શક્યતા છે.
3. હાઇડ્રોજન સંચાલિત ટ્રેન અને વેઝલ બંને આડપેદાશ તરીકે કાર્બન ડાયોક્સાઇડ (CO2) મુક્ત કરે છે.
ઉપરના પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
5) તાજેતરમાં પ્રકાશિત 'ત્રીજા વર્લ્ડ ઇનઇક્વોલિટી રિપોર્ટ 2026'ના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. આ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
2. વૈશ્વિક સ્તરે ટોચના 1% લોકો વિશ્વની 37% સંપત્તિ પર આધિપત્ય ધરાવે છે.
3. ભારતમાં ટોચના 1% લોકો કુલ સંપત્તિનો લગભગ 40% હિસ્સો ધરાવે છે.
સાચો વિકલ્પ પસંદ કરો :
6) કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન ઍન્ડ સ્ટોરેજ (CCUS) માટેના ભારતના પ્રથમ R&D રોડમેપ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ રોડમેપ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
2. આ રોડમેપ મુખ્યત્વે સ્ટીલ, સિમેન્ટ અને પાવર જેવા 'Hard-to-abate ' સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
3. CCUS ટેક્નોલોજીમાં કાર્બનને વાતાવરણમાં મુક્ત થયા પછી હવામાંથી શોષી લેવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
7) કંપનીઝ એમેન્ડમેન્ટ ફુલ્સ, 2025 હેઠળ 'સ્મોલ કંપની' ની સુધારેલી વ્યાખ્યા મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
1. કંપનીની પેઇડ-અપ કેપિટલ ₹ 10 કરોડથી વધુ ન હોવી જોઈએ.
2. કંપપીનું વાર્ષિક ટર્નઓવર ₹ 100 કરોડથી વધુ ન હોવું જોઈએ.
3. આ નવી વ્યાખ્યા 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
8) WSF સ્ક્વોશ વર્ડ કપ 2025 વિશે કયા વિધાનો સત્ય છે ?
1. ભારત હોંગકોંગને હરાવીને ચેમ્પિયન બન્યું છે.
2. ભારત સ્ક્વોશ વર્લ્ડ કપ જીતનારો પ્રથમ એશિયળ દેખ બળથી છે.
3. આ ટૂર્નામેન્ટનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.
10) ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંયુક્ત ઉધમ 'સેમિયોફોર લિમિટેડ' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ ઉદ્યમ ભારતની ATGC બાયોટેક અને ઇઝરાયેલની લકઝમબર્ગ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેની 50:50 ભાગીદારી છે.
2. સેમિયોકેમિકલ ટેક્નોલોજીમાં કુદરતી રસાયણોનો ઉપયોગ કરીને જીવજંતુઓના વર્તનને બદલી જીવાત નિયંત્રણ કરવામાં આવે છે.
3. આ પ્રથમ એવી ઘટના છે જેમાં ભારતીય સેમિયોકેમિકલ ટેક્નોલોજી ઇઝરાયલમાં આઉટ-લાઇસન્સ કરવામાં આવી હોય.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
11) ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પરના RAMBHA-LP ઉપકરણ દ્વારા મળેલાં તારણો બાબતે કયું વિધાન અસત્ય છે ?
1. ચંદ્રનો દક્ષિણ ધ્રુવીય પ્રદેશ સક્રિય પ્લાઝમા વાતાવરણ ધરાવે છે.
2. ચંદ્ર પરનો પ્લાઝમા વિધુતની દૃષ્ટિએ ધન વીજભારિત (Positive) હોય છે.
3. આ પ્લાઝમા વાતાવરણ સૌર પવન અને ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ દ્વારા આકાર લે છે.
સાચો વિકલ્પ પસંદ કરો :
17) તબીબી વિજ્ઞાન (Medical Science)ના ક્ષેત્રમાં થયેલ પ્રગતિ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. AIIMS દિલ્હી દ્વારા ભારતનું પ્રથમ ક્લિનિકલ પરીક્ષણ * GRASSROOT' ટાઇટલ હેઠળ કરવામાં આવ્યું હતું.
2. સુપરનોવા સ્ટેન્ટ એ હૃદયની ધમનીઓમાં લોહીના ગંઠાવા દૂર કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.
3. મગજના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો અવરોધાય ત્યારે સ્ટ્રોકની સ્થિતિ રાર્જાય છે.
અસત્ય વિધાન/વિધાનો પસંદ કરો :
19) ભારતની આગામી વસતિ ગણતરી બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. વર્ષ 2027ની વસતિ ગણતરી એ ભારતની 16મી અને આઝાદી પછીની 8મી વસતિ ગણતરી હશે.
2. આ વસતિ ગણતરી માટે કેન્દ્રીય કેબિનેટે ₹ 11,718.24 કરોડના બજેટને મંજૂરી આપી છે.
૩. તે સંપૂર્ણપણે કાગળ પર આધારિત પરંપરાગત વસતિ ગણતરી હશે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
20) કેન્દ્રીય માહિતી આયોગ (CIC) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ એક બંધારણીય સંસ્થા છે.
2. તેની સ્થાપના વર્ષ 2005માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી.
૩. તેમાં એક મુખ્ય માહિતી કમિશનર અને વધુમાં વધુ 10 અન્ય માહિતી કમિશનરો હોઈ શકે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?
21) માહિતી કમિશનરોની નિમણૂક માટેની 'પસંદગી સમિતિ'ના સભ્યો વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ સમિતિના અધ્યક્ષ વડા પ્રધાન હોય છે.
2. લોકસભાના વિપક્ષના નેતા આ સમિતિના સભ્ય હોય છે.
3. વડા પ્રધાન દ્વારા નિયુક્ત કેબિનેટ મંત્રી આ સમિતિમાં સામેલ હોય છે.
ઉપરના પૈકી કયર્યા વિધાનો યોગ્ય છે ?
23) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ દિવસની ઉજવણી દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.
2. આ દિવસની ઉજવણી વર્ષ 1991થી બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (DEE) દ્વારા કરવામાં આવે છે.
3. વર્ષ 2025માં 14થી 20 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે?
24) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારોમાં રાજ્યના પ્રદર્શન અને વિજેતાઓ બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. ગુજરાતે સતત ચોથા વર્ષે ગ્રૂપ-|| માં પ્રથમ પુરસ્કાર જીત્યો છે.
2. ગુજરાતની ‘મેસર્સ ઝેનિટેક્સ સુરત' ને કાપડ ઉદ્યોગમાં બેસ્ટ પરફોર્મિંગ યુનિટ તરીકે વિજેતા જાહેર કરવામાં આવી.
૩. વડોદરાની ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી લિમિટેડને રસાયણ ક્ષેત્રે સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત થયું.
ઉપરનાં વિધાનો માટે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
25) 'રિજીયોનલ AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ'ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. આ કોન્ફરન્સનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
2. તેનું આયોજન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
૩. આ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા “Gujarat Al Stack" લોન્ચ કરવામાં આવ્યું હતું.
Comments (0)