નવેમ્બર 2024
56) તાજેતરમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી (CEA)એ મહાત્ત્વાકાંક્ષી ‘નેશનલ ઈલેક્ટ્રિસિટી પ્લાન ટ્રાન્સમિશન' લોન્ચ કરી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તેમાં 2030 સુધીમાં 500 GW (ગીગાવોટ) અને 2032 સુધીમાં 600 GW થી વધુ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
2. તેમાં ઓફશર વિન્ડ ફાર્મ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનું અમલીકરણ સામેલ છે.
3. આ પ્લાનમાં જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઘર દીઠ 200 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
62) તાજેતરમાં DRDOએ પિનાકા રોકેટના સફળ ફલાઈટ પરીક્ષણો પૂર્ણ કર્યા હતા. તેના સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો?
1. પિનાકા એક “મલ્ટિ-બેરલ રોકેટ લોન્ચર” (MBRL) સિસ્ટમ છે.
2. તેનું નામ ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું છે.
3. આ મિસાઈલની રેન્જ 320 કિ.મી. છે.
4. તે 44 સેકન્ડના સમયગાળામાં 12 રોકેટના એક સેલ્વો ફાયર (Salvo Fire) કરવામાં સક્ષમ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
64) નીચેનામાંથી “દુર્ગાપૂજા' તહેવાર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. દુર્ગાપૂજા એ ધર્મ અને સંસ્કૃતિને સંપૂર્ણ સમન્વય છે, આ તહેવાર મુખ્યત્વે ‘બંગાળી સમૂદાય’ દ્વારા ઉજવવામાં આવે છે.
2. તમિલનાડુમાં આ તહેવાર કુલ્લુ દશેરાના નામે ઓળખાય છે.
3. બાંગ્લાદેશમાં તેને “ભગવતી પૂજા” ના નામે ઓળખવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
76) તાજેતરમાં ચર્ચીત “INS સમર્થક” વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે ભારતીય નૌકાદળ માટેના બે બહુહેતુક જહાજો (MPV) માંથી પ્રથમ છે.
2. તેનું મેક ઈન ઈન્ડિયા પહેલ અનુરૂપ કોચીન શિપયાર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે.
77) NISAR સેટેલાઈટ તાજેતરમાં ચર્ચીત છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેનું પૂરું નામ “NASA-ISRO સિન્થેટિક એપરેચર રડાર’ છે.
2. તેમાં બે અદ્યતન રડાર L-બેન્ડ અને S-બેન્ડનો સમાવેશ થાય છે.
3. L-બેન્ડ રડાર એ નાસાનું રડાર છે.
4. S-બેન્ડ રડાર એ ISROનું રડાર છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
79) તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના' (PM Internship Scheme) શરૂ કરી છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ યોજનાનો ઉદ્દેશ ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને પાંચ વર્ષમાં ઈન્ટર્નશિપ તકો પૂરી પાડવાનો છે.
2. આ યોજના અંતર્ગત અરજદારોને સરકાર તરફથી ) માસિક રૂ.4500નું સ્ટાઈપન્ડ મળશે.
3. આ યોજનાનો લાભ મેળવવા અરજદારની ઉંમર 21 થી 24 વર્ષની હોવી જોઈએ.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
96) કોર્ણાક સૂર્ય મંદિર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે ઓડિશા રાજ્યમાં પવિત્ર શહેર પૂરીની નજીક આવેલું છે.
2. તેનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ પ્રથમે કરાવ્યું હતું.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)