01 થી 05 ઓક્ટોમ્બર 2026 નું કરંટ અફેર્સ
1) આર્ટેમિસ એકૉર્ડ્સ (Artemis Accords) સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.
1. તુર્કિયે આ કરાર પર હસ્તાક્ષર કરનાર 71મો સભ્યદેશ બન્યો છે.
2. ભારત વર્ષ 2023માં આ કરારનો 27મો સભ્યદેશ બન્યો હતો.
3. આ કરાર કાયદાકીય રીતે બંધનકર્તા (Binding) નિયમોનો સમૂહ છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન ખોટું/ખોટાં છે ?
2) FIH હોકી વર્લ્ડ કપ 2026 અંગે નીચે આપેલાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ ટૂર્નામેન્ટની 16મી આવૃત્તિનું આયોજન બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
2. મેન્સ હોકી વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જર્મનીએ અને વિમેન્સ ટાઇટલ આર્જેન્ટિનાએ જીત્યું છે.
3. ભારતે અત્યાર સુધીમાં બે વખત મેન્સ હોકી વર્લ્ડ કપ જીત્યો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
4) નેશનલ મૉર્ચ્યુઅરી સ્ટાન્ડર્ડ્સ 2026 (રાષ્ટ્રીય શબઘર ધોરણો) વિશેનાં વિધાનો પર વિચાર કરો.
1. આ માર્ગદર્શિકા ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, 2010'ને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે.
2. શબઘરમાં કોલ્ડ સ્ટોરેજનું તાપમાન 0°થી 4° સેલ્સિયસ વચ્ચે જાળવવું ફરજિયાત છે.
3. વાર્ષિક 100 કેસ સુધી 2 ડોક્ટર, 2 ટેક્નિશિયન અને 2 આસિસ્ટન્ટની નિમણૂક જરૂરી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન ખોટું/ખોટાં છે ?
5) આહુતિ Mk II' ડ્રોન અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે ભારતનું સૌથી ઝડપી મલ્ટિરોટર ઇન્ટરસેપ્ટર ડ્રોન છે, જેણે 498 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી છે.
2. આ ડ્રોનનું નિર્માણ DRDO દ્વારા કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
7) રાષ્ટ્રીય પોષણ સપ્તાહ અને માહ અંગે નીચેના વિધાનો તપાસો.
1. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ફૂડ એન્ડ ન્યૂટ્રિશન બોર્ડ દ્વારા ઊજવવામાં આવે છે.
2. 9મા રાષ્ટ્રીય પોષણ માહ (વર્ષ 2026)ની થીમ 'હમારી આંગણવાડી હમારી જિમ્મેદારી' રાખવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
8) "ખગંતક-243" ના નિર્માણ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તેનું નિર્માણ સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા કરવામાં આવ્યું છે.
2. તેના નિર્માણમાં સ્વદેશી ખાનગી સંરક્ષણ કંપની JSR ડાયનેમિક્સનો પણ સંયુક્ત ફાળો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
12) વર્લ્ડ કૉકૉનટ ડે અને ભારતના નાળિયેર ઉત્પાદન અંગે નીચે આપેલાં વિધાનો તપાસો.
1. વિશ્વમાં નાળિયેરના કુલ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે.
2. વર્ષ 2009થી દર વર્ષે 2 સપ્ટેમ્બરનાં રોજ વર્લ્ડ કોકોનટ ડે ઊજવવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
13) નવા રોકેટ ફ્યુઅલ 'BAM-H24' અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે ન્યૂ જનરેશનનું સોલિડ રોકેટ પ્રોપેલન્ટ ફ્યુઅલ છે.
2. તેમાં મુખ્યત્વે બોરોન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન તત્ત્વો રહેલાં છે.
3. આ ફ્યુઅલ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ અને DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
15) એક્સર્સાઇઝ વીર ગાર્ડિયન' યુદ્ધાભ્યાસ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. તે ભારતીય વાયુ સેના (IAF) અને જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવે છે.
2. આ યુદ્ધાભ્યાસની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી, 2023માં રાજસ્થાન ખાતે યોજાઈ હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
16) ગ્લોબલ કૉમ્બેટ એર પ્રોગ્રામ (GCAP) અંગે નીચે આપેલાં વિધાનો તપાસો.
1. આ પ્રોગ્રામ બ્રિટન (UK), ઇટાલી અને જાપાનની આગેવાની હેઠળની સંયુક્ત ત્રિપક્ષીય સંરક્ષણ પહેલ છે.
2. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2035 સુધીમાં અત્યાધુનિક સિક્સ્થ જનરેશન સ્ટેલ્થ ફાઇટર જેટ વિકસાવીને વાયુસેનામાં સામેલ કરવાનો છે.
3. આ પ્રોજેક્ટમાં ભારત પ્રથમ નિરીક્ષક (Observer) દેશ બન્યો છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
17) વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026 અંગે નીચે આપેલાં વિધાનો ચકાસો.
1. આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં પ્રથમવાર થયું હતું.
2. શીતલ દેવીએ મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે તેમનો પહેલો વ્યક્તિગત WAPS ગોલ્ડ મેડલ છે.
3. આ સ્પર્ધામાં ભારત મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
18) આશ્વસ્ત' (AASHVAST) લેબ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તેનું પૂરું નામ 'એસેસમેન્ટ એન્ડ એનાલિસિસ ઓફ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ હાર્ડવેર ફોર વલ્નરેબિલિટીઝ એન્ડ સિક્યોરિટી થ્રેટ્સ' છે.
2. તે મિલિટરી અનમેન્ડ સિસ્ટમ્સની માત્ર સોફ્ટવેર સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે બનાવવામાં આવી છે.
3. આ લેબ ડ્રોનમાં વપરાતા સ્પેરપાર્ટ્સમાં કોઈ વિદેશી હાર્ડવેર કે સોફ્ટવેર છે કે નહીં તેની તપાસ કરશે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
21) ચર્ચામાં રહેલ 20મા હ્યુન્ડાઈ આર્ચરી વર્લ્ડ કપ ફાઇનલ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. ધીરજ બોમ્માદેવરા મેન્સ ઇન્ડિવિઝયુઅલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે.
2. આ સ્પર્ધા વર્લ્ડ આર્ચરી દ્વારા સાલ્ટિલો, મેક્સિકો ખાતે આયોજિત કરવામાં આવી હતી.
3. ધીરજ બોમ્માદેવરા ડોલા બેનર્જી પછી વ્યક્તિગત વર્લ્ડ કપ ફાઇનલ ટાઇટલ જીતનાર બીજા ભારતીય તીરંદાજ બન્યા છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
25) 6G ઇનિશિયેટિવ કોલ ટુ એક્શન ફોર 6G લીડરશિપ એન્ડ સિક્યોરિટી અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. ભારત 26મા સભ્યદેશ તરીકે આ વૈશ્વિક પહેલમાં જોડાયો છે.
2. આ પહેલનું નેતૃત્વ USAના નેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ એન્ડ ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન (NTIA) દ્વારા કરવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Comments (0)