11 થી 15 ઓક્ટોમ્બર - 2025 નું કરંટ અફેર્સ
1) ઇસરો દ્વારા શરૂ કરાયેલ HOPE એનેલોગ મિશન સંદર્ભે યોગ્ય વિધાન તપાસો.
1. લદ્દાખની ત્સો કાર વેલીમાં સ્થાપવામાં આવેલા HOPE એનેલોગ મિશનની સત્તાવાર રીતે શરૂઆત કરી હતી.
2. HOPEનું પૂરું નામ 'હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન' છે
૩. તે ચંદ્ર અને મંગળ ઉપર ભવિષ્યના સમાનવ મિશનને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલી ભારતની પ્રથમ સર્વગ્રાહી પ્રતિકૃતિ છે.
2) નીચે આપેલ વિધાન પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમ્રાટ રાજેન્દ્ર ચોલા-ન દ્વારા કરાયેલા નીસેના અભિયાનો 1000મી વર્ષગાંઠના સ્મારકચિહ્ન તરીકે ₹ 1000નો સિક્કો બહાર પાડયો હતો.
2. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના અરિયાલુર ખાતે ગંગાઇકોન્ડા ચોલાપુરમ મંદિર ખાતે આદી થિરુવાધિરાઈ ઉત્સવમાં ભાગ લીધો.
3) 73માં નેશનલ ફિલ્મ એવોર્ડ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને બેસ્ટ સપોટિંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
2. બેસ્ટ ફીયર ફિલ્મ એવોર્ડ 12th ફેઇલ (હિમદી)
3. આ એવોર્ડ માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NFDC) દ્વારા આપવામાં આવ્યા હતા
5) નીચે આપેલ વિધાનો પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. મોલ્ડોવા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA)નો 107મો સભ્ય
2. ISA તે ભારત અને ફ્રાન્સ વચ્ચેની એક સહયોગી પહેલ છે.
3. 154 વડું મથક નવી દિલ્લી ખાતે આવેલું છે.
6) ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ (IEMI) 2024 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તે નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
2. ગુજરાતનો IEMI સ્કોર 42 છે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના રેન્કિંગમાં ગુજરાત 16મા ક્રમે છે.
3. IEMI 3 મુખ્ય થીમ હેઠળ 16 સૂચકાંકોના આધારે ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટ્રેક કરે છે.
9) નીચેનાં વિધાનો પૈકી યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. ચંડીગઢમાંથી ભારતનો પ્રથમ નિકલ, કોપર, પ્લેટિનમ ગ્રૂપનાં તત્ત્વો (Ni-Cu-PGE)નો ભંડાર મળી આવ્યો.
2. તે સલ્ફાઇડથી સમૃદ્ધ મેફિક-અલ્ટ્રામેફિક ખડકોમાંથી મળી આવતી મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ધાતુઓનો એક સમૂહ છે.
13) 15મો ભારતીય અંગદાન દિવસ (૩ ઓગસ્ટ) બાબતે સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.
1. સુરતની સિવિલ હોસ્પિટલે શ્રેષ્ઠ NOTTO-રિજનલ સેન્ટર (RC) એવોર્ડ જીત્યો.
2. NOTTOએ અંગ અને ટીશ્યૂ દાનને પ્રોત્સાહન આપવા 'અંગદાન - જીવન સંજીવની અભિયાન 2025' શરૂ કર્યું હતું.
3. શ્રેષ્ઠ SOTTO રાજ્ય ગુજરાત વિજેતા
16) તાજેતરમાં ડૉ. એમ. એસ. સ્વામિનાથનની 100મી જન્મજયંતીની ઉજવણી બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ. એસ. સ્વામિનાથન સેન્ટેનરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કર્યો હતો.
2. પ્રિયંવદા જયકુમાર દ્વારા લખવામાં આવેલ એમ. એસ. સ્વામિનાયનના જીવનચરિત્ર 'ધ મેન હૂ ફેડ ઇન્ડિયા'નું વિમોચન કરવામાં આવ્યું.
3. ₹ 100નો સ્મૃતિ સિક્કો બહાર પાડવામાં આવ્યો.
18) UN ફૂડ સિસ્ટમ્સ સમિટ સ્ટોકટેક (UNFSS + 4) બાબતે યોગ્ય વિધાન ચકાસો.
1. ઇથોપિયાના આદિસ અબાબામાં UNFSS + 4 સમિટ યોજાઈ હતી.
2. આ સમિટમાં બીજો દ્વિવાર્ષિક UNFSS + 4 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
3. ભારતમાં 2024માં 17.2 કરોડથી વધુ લોકો (12%) કુપોષિત હતા.
20) નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી કયાં/કયું સાચું/સાચાં છે ?
1. નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સી. પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા.
2. આ 17મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હશે.
૩. આ ચૂંટણી બાદ નિમણૂક પામનાર વ્યક્તિગત રીતે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનશે.
21) નીચે આપેલ પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. રશિયાએ શુક્ર ગ્રહ સંબંધિત જાણકારી એકત્રિત કરવા સત્તાવાર રીતે 'વિનેરા-ડી' મિશન જાહેરાત કરી છે.
2. વિનેરા-ડીમાં 'ડી' એટલે "Dolgozhivushaya" જેનો અર્થ “લાંબું-આયુષ્ય" તેવો થાય છે.
22) નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રિમાસિક PLFS (એપ્રિલ-જૂન, 2025) સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. ભારતમાં આ ત્રિમાસિક ગાળા દરમિયાન 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના સરેરાશ 56.4 કરોડ લોકો રોજગારી ધરાવતાં હતાં.
2. ગ્રામીણ વિસ્તારોમાં, સ્વરોજગારીનું પ્રમાણ વધુ હતું. (55.3% પુરુષો અને 71.6% મહિલાઓ).
23) નીચે આપેલ પૈકી સાચાં વિધાનો પસંદ કરો.
1. રાજસ્થાનની માનિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 બની.
2 મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નું આયોજન રાજસ્થાનના જયપુરમાં કરવામાં આવ્યું હતું.
૩. તે થાઇલેન્ડમાં નવેમ્બર, 2025માં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
Comments (0)