01 થી 05 જાન્યુઆરી - 2026 નું કરંટ અફેર્સ
1) નીચેનાં વિધાન ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ ભારતનો નવો અર્થક્વેક ઝોનેશન મેપ જાહેર કર્યો છે.
2. આ નવા નકશા હેઠળ ભારતને ભૂકંપના 5 ઝોનમાં વહેંચવામાં આવેલ છેઃ ઝોન II, III, IV, V અને VI.
4) આંદામાનમાં સ્થાપનારી NCRRI સંસ્થા બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. તે ભારતમાં પરવાળાનાં ખડકોના સંશોધન માટેની 'નોડલ એજન્સી' તરીકે કામ કરશે.
2. આ પ્રોજેક્ટમાં ZSI મ્યુઝિયમ ખાતે QR કોડ આધારિત ડિજિટલ સિસ્ટમનો સમાવેશ થાય છે.
6) ઇન્ટરનેશનલ ફલીટ રિવ્યૂ (IFR)ના આયોજન વિશે કયાં વિધાનો સત્ય છે ?
1. ભારતે સૌપ્રથમ વર્ષ 2001માં આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂનું આયોજન કર્યું હતું.
2. ભારત હવે ફેબ્રુઆરી, 2026માં ચેન્નાઈમાં IFRનું આયોજન કરશે.
11) 60મી DGP-IGP કોન્ફરન્સ બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. આ કોન્ફરન્સ છત્તીસગઢના રાયપુરમાં યોજાઈ હતી.
2. તેની થીમ 'વિકસિત ભારતઃ સિક્યુરિટી ડાયમેન્શન્સ' હતી.
૩. તેનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.
12) "ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ' (FIP) બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પ્રોગ્રામ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.
2. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ પશુઓમાં વંધ્યત્વ ઘટાડી દૂધ ઉત્પાદન વધારવાનો છે.
૩. આ પ્રોગ્રામ હેઠળ રાજ્યના તમામ ગામોમાં પશુ સારવાર કેમ્પ યોજવામાં આવ્યા છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?
14) ગુજરાત હોમગાર્ડ્ઝ દળ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. તાજેતરમાં હોમગાર્ડ્ઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરવામાં આવી છે.
2. આ સંસ્થાની સ્થાપના 1947માં કરવામાં આવી હતી અને તે માનદ સેવા આપે છે.
૩. હોમગાર્ડ્ઝ દળ ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્ય કરે છે.
15) નવી રચાયેલી 'જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી' બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. આ સોસાયટીના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર રહેશે.
2. પ્રત્યેક જિલ્લાને પ્રવાસન વિકાસ માટે દર વર્ષે ₹25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
3. આ સોસાયટીમાં ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવશે.
16) હંસા-3 (NG) ટ્રેનર એરક્રાફ્ટ વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તે ભારતનું પ્રથમ સ્વદેશી ઓલ-કમ્પોઝિટ એરફ્રેમ ટુ-સીટર એરક્રાફ્ટ છે.
2. તેને ઇસરો (ISRO) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
૩. તેનો મુખ્ય ઉપયોગ કોમર્શિયલ પાયલોટને લાયસન્સ આપવા માટેની તાલીમમાં થશે.
17) ભારતના પ્રથમ 'કોમ્બેટ ટ્રેનિંગ નોડ' (CTN) વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તે મધ્ય પ્રદેશના મહૂમાં સ્થાપવામાં આવશે.
2. તે 'લાઇવ- વર્ચ્યુઅલ- કન્સ્ટ્રક્ટિવ' (LVC) ફ્રેમવર્ક પર કાર્ય કરશે.
3. આ પ્રોજેક્ટ માટે ઇસરો (ISRO) સાથે કરાર કરવામાં આવ્યા છે.
19) CITESની 20મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (CoP) અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ કોન્ફરન્સનું આયોજન CITESનાં 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં કરવામાં આવ્યું હતું.
2. આ બેઠક દરમિયાન મધ્ય એશિયાના દેશો દ્વારા 'સમરકંદ ડેક્લેરેશન અને એક્શન પ્લાન (2025-2032)' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
3. વર્ષ 2026થી 2028 સુધીના સમયગાળા માટે CITESના બજેટમાં 10%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સત્ય છે ?
21) ભારતની પરમાણુ ઊર્જા ક્ષમતા અને લક્ષ્યાંકો અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ભારતની વર્તમાન સ્થાપિત પરમાણુ ઊર્જા ક્ષમતા 8,780 MW છે.
2. વર્ષ 2032 સુધીમાં આ ક્ષમતા વધારીને 21,880 MW કરવાનો લક્ષ્યાંક છે.
૩. ન્યુક્લિયર એનર્જી મિશન હેઠળ વર્ષ 2047 સુધીમાં 100 GW ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય છે.
ઉપરનાંમાંથી કર્યા વિધાનો સત્ય છે ?
22) SIPRI ટોપ 100 ગ્લોબલ આર્મ્સ-પ્રોડયુસિંગ કંપનીઝ 2024ના રિપોર્ટ સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. આ રેન્કિંગમાં ભારતની કુલ 5 કંપનીઓનો સમાવેશ થાય છે.
2. ટોચની 100 કંપનીઓમાં સૌથી વધુ 39 કંપનીઓ USAની છે.
24) સસ્ટેઇનેબલ એવિએશન ફફ્યુઅલ (SAF) મિશ્રણનાં લક્ષ્યાંકો વિશે નીચનાં વિધાનો તપાસો.
1. ભારત સરકારનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં 5% SAF મિશ્રણ કરવાનું છે.
2. વર્ષ 2027 સુધીમાં 2% મિશ્રણ કરવાનું લક્ષ્ય નિધારિત છે.
25) 'ગરુડ શક્તિ' (Garuda Shakti) યુદ્ધાભ્યાસ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ભારત અને ઇન્ડોનેશિયાની સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે યોજાય છે.
2. 10મી આવૃત્તિ હિમાયલ પ્રદેશના બકલોહમાં યોજાઈ હતી.
Comments (0)