ઑગસ્ટ 2024
8) તાજેતરમાં ચર્ચિત 'અસ્ત્ર મિસાઈલ' (Astra Missile) વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે હવામાંથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે.
2. આ મિસાઈલની ડિઝાઈન DRDO દ્વારા તૈયાર કરવામાં આવી છે અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે.
આ મિસાઈલની અસ્ત્ર માર્ક -1 ની રેન્જ 180 થી 200 KM ની છે.
તારણ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો
10) નીચેનામાંથી “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ' વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના વિભાજનના વિરોધમાં કલકતા ટાઉન હોલમાં 1905માં શરૂ કરાયેલ સ્વદેશી ચળવળની યાદમાં 7 ઓગસ્ટની તારીખ પસંદ કરવામાં આવી હતી.
2. 7 ઓગસ્ટ, 2015ના રોજ પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
13) તાજેતરમાં આર્થિક સર્વેક્ષણ 2023-24માં પ્રકાશિત કરાયેલા ભારતીય અર્થતંત્ર અંગેના નીચેના તથ્યો ધ્યાને લો અને કયું વિધાન સાચુ/સાચા છે તે જણાવો.
1. આર્થિક સર્વેક્ષણ 2023-24માં દેશનો વાસ્તવિક GDP ગ્રોથરેટ 6.5 ટકાથી 7 ટકા રહેવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
2. આર્થિક સર્વેક્ષણ 2023-24માં દર્શાવ્યા મુજબ નાણાકીય ખાધ 6.4% થી ઘટીને નાણાકીય વર્ષ- 24 માં 3.5 થઈ છે.
22) તાજેતરમાં 'Report on Curreny and Finance (RCF) 2023-24 હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ અહેવાલ RBIનું વાર્ષિક પ્રકાશન છે.
2. આ અહેવાલ અનુસાર ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા 2026 સુધીમાં દેશના GDPના 20% જેટલી થવાનો અંદાજ છે, જે વર્તમાન 10% છે.
3. આ અહેવાલ અનુસાર ભારતમાં ઈન્ટરનેટ પેનિટ્રેશન 2023માં 35% હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
39) તાજેતરમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના કેસ સતત સામે આવી રહ્યા છે. આ ચાંદીપુરા વાઈરસ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. ચાંદીપુરા વાયરસ (CHPV) એ Rhabdoviridae પરિવારનો એક વાયરસ છે.
2. તે મુખ્યત્વે ફલેબોટોમિન સેન્ડફલાય અને ફ્લેબોટોમસ પપટાસી જેવી સેન્ડફલાયની ઘણી પ્રજાતીઓ દ્વારા ફેલાય છે.
3. આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરે છે.
40) તાજેતરમાં ભારતને IPEF સપ્લાય ચેઈન કાઉન્સિલના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યો છે. આ IPEF વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેનું પૂરું નામ “ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી' છે.
2. તે વર્ષ 2022માં જાપાનના ટોક્યોમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 14 દેશો સામેલ હતા.
3. IPEF 4 મુખ્ય સ્તંભો પર આધારિત છે, જેમાં ભારતને IPEFના સ્તંભ-1 (વાજબી અને લવચીક વેપાર) માં નિરિક્ષકનો દરજ્જો છે, જ્યારે સ્તંભ 2 થી 4માં ભારત જોડાયેલું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
44) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે SC / ST પેટા વર્ગીકરણ પર ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં જણાવ્યું કે રાજ્યોને બંધારણીય રીતે પછાતતાના વિવિધ સ્તરોના આધારે SC અને STનું પેટા–વર્ગીકરણ કરવાની મંજૂરી છે.
2.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે 60% ક્વોટાની અંદર પેટા-વર્ગીકરણ કરી શકે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)