26 થી 31 ઓક્ટોમ્બર - 2025 નું કરંટ અફેર્સ
1) નીચે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિદ્યાન પસંદ કરો.
1 ઇસરોએ તેનું સૌથી ભારે રોકેટ 'લુનાર મોડયુલ લોન્ચ વ્હીકલ' (LMLV) વિકસાવવાની જાહેરાત કરી છે.
2. LMLV રોકેટ ચંદ્ર પર લગભગ 27 ટન વજન લઈ જઈ શકશે.
૩. તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષા (લો અર્થ ઓર્બિટ - LEO) સુધી 80 ટન વજન લઈ જઈ શકશે.
2) DRDO દ્વારા વિકસાવવામાં આવેલ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) સંદાર્ભે નીચેના પૈકી કયાં વિધાન સાયાં છે ?
1. IADWS એક બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, જે 30 કિમી સુધીના હવાઈ જોખમોનો ખાતમો કરી શકે છે.
2. તેમાં QRSAM, VSHORADS અને લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW)નો સમાવેશ થાય છે.
3. IADWSનું સેન્ટ્રલાઇઝડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
4) નાણાં મંત્રાલય દ્વારા UPSમાંથી NPSમાં સ્વિચ સુવિધા અંગે યોગ્ય વિધાન ચકાસો.
1. UPS હેઠળના પાત્ર કર્મચારીઓને માત્ર એક જ વખત NPSમાં સ્વિચ કરવાની મંજૂરી છે.
2. જે કર્મચારીઓ NPSમાં રહેવાનું પસંદ કરે છે તેઓ 30 સપ્ટેમ્બર, 2025 બાદ UPSનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં.
3. શિસ્તવિષયક કાર્યવાહી ચાલી રહી હોય તે હેઠળના કર્મચારીઓને આ સુવિધા આપવામાં આવશે નહીં.
5) UDISE+ રિપોર્ટ 2024-25 બાબતે સાચાં વિધાનો પસંદ કરો.
1. શિક્ષકોની કુલ સંખ્યા 1 કરોડથી વધુ થઈ ગઈ.
2. UDISE+ નું પૂરું નામ: “યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ” છે.
૩. આ રિપોર્ટ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
7) તાજેતરમાં ચર્ચિત “PM સ્વનિધિ યોજના” બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1 આ યોજનાનો ધિરાણ સમયગાળો 31 માર્ચ, 2030 કરવામાં આવ્યો છે.
2. ઉદ્દેશ્ય 50 લાખ નવા લાભાર્થીઓ સહિત 1.15 કરોડ લાભાર્થી સુધી લાભ પહોંચાડવો.
3. કેન્દ્રીય ક્ષેત્રની માઇક્રો-ક્રેડિટ યોજના છે.
8) 19મી વર્લ્ડ યૂથ આર્યરી ચેમ્પિયનશિપ 2025 વિશે યોગ્ય વિધાનો ચકાસો.
1. ભારતે 8 મેડલ સાથે મેડલ ટેલીમાં બીજું સ્થાન મેળવ્યું.
2. આ ચેમ્પિયનશિપ દર બે વર્ષે એકવાર યોજાતી વૈશ્વિક તીરંદાજી ઇવેન્ટ છે.
3. વર્ષ 2025 આ ચેમ્પિયનશિપ કેનેડાના વિનિપેગમાં યોજાઈ હતી.
9) તાજેતરમાં ચર્ચિત 'પ્રોજેક્ટ આરોહણ' બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ પ્રોજેક્ટ નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI એ ટોલ પ્લાઝાના કર્મચારીઓનાં બાળકોને સહાયરૂપ થવા માટે શરૂ કર્યો છે.
2. આ યોજનાનું અમલીકરણ SMEC ઇન્ડિયા ફાઉન્ડેશન (SMEC ટ્રસ્ટ)ના ભારત કેર્સ દ્વારા કરવામાં આવશે.
10) ભારતમાં યોજાયેલી પ્રથમ 3GPP RAN મિટિંગ અંગે કર્યા વિધાન સાયાં ?
1. તે કણટિકના બેંગલુરુ ખાતે યોજાઈ હતી.
2. આ મિટિંગમાં પહેલીવાર 3GPP રિલીઝ 20 હેઠળ 6Gના સ્ટાન્ડડઇિઝેશન પર ચર્ચા થઈ.
૩. તેને ટેલિકમ્યુનિકેશન્સ સ્ટાન્ડર્ડ્સ ડેવલપમેન્ટ સોસાયટી, ઇન્ડિયા (TSDSI)એ હોસ્ટ કરી હતી.
11) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ Alના વૈશ્વિક ગવર્નન્સને સુધારવાના ઉદ્દેશ્યથી બે પહેલનું અનાવરણ કર્યું છે.
2. Al પરની સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ અને AI ગવર્નન્સ પર વૈશ્વિક સંવાદ: એક નવું બહુપક્ષીય પ્લેટફોર્મ.
૩. આ બંને પહેલ ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટના વ્યાપક માળખાને સમર્થન પૂરું પાડે છે.
12) નીચે આપેલાં વિધાનો પૈકી સાચાં વિધાનો પસંદ કરો.
1 ભારત એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) માટે અદ્યતન જેટ એન્જિનનો વિકાસ ભારત અને ફ્રાંસની સફ્રાન કંપની સંયુક્ત રીતે કરશે.
2. આ પ્રોજેક્ટમાં 100% ટેક્નોલોજી ટ્રાન્સફર થશે.
13) નીચે આપેલાં વિધાનો પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. તાજેતરમાં ગગનયાન મિશન માટે ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
2. આ પરીક્ષણ ઇસરો, ઇન્ડિયન એરફોર્સ (IAF), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO), ભારતીય નૌકાદળ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના સંકલનમાં કરવામાં આવ્યો હતો.
15) નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અંગે નીચેનાં પૈકી કર્યા વિધાન સાચો છે ?
1. NTCAએ વાઘના કોરિડોરની વ્યાખ્યાને વર્ષ 2014ના રિપોર્ટમાં ઓળખાયેલા 32 ' લિસ્ટ કોસ્ટ પાથવેઝ' પૂરતી મર્યાદિત કરી છે.
2. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ, વાઘનાં સંરક્ષિત ક્ષેત્રો અથવા કોરિડોરની અંદર કે આસપાસ જમીનની જરૂર હોય તેવા વિકાસ પ્રોજેક્ટ્સને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (SC-NBWL)ની સ્ટેન્ડિંગ કમિટી પાસેથી કાયદેસરની મંજૂરી લેવી જરૂરી છે.
16) 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025 સંદર્ભે યોગ્ય વિધાની પસંદ કરો.
1. તે કઝાખસ્તાનના શમકેન્ટમાં યોજાઈ હતી.
2. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) અને કઝાખસ્તાન શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનના સહયોગ વડે એશિયન શૂટિંગ કન્ફેડરેશન (ASC) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
૩. આ ચેમ્પિયનશિપમાં 99 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યો.
17) ઉત્તરાખંડમાં યોજાયેલ પ્રથમ એશિયન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ઉત્તરાખંડના દેહરાદુનમાં સ્થિત મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ ખાતે હિમાદ્રી આઇસ રિંક ખાતે યોજાઈ હતી.
2. તેનું આયોજન આઇસ સ્કેટિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ISAI) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. ભારતે કુલ 39 મેડલ જીત્યા
20) 18મી ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઓન એસ્ટ્રોનોમી ઍન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IOAA) અંગે નીચેના પૈકી કયાં વિધાન સાચાં છે ?
1. ભૂવનેશ્વરમાં 2016ની આવૃત્તિ પછી ભારત બીજી વખત IOAAનું આયોજન કરી રહ્યું છે.
2. IOAAનું આયોજન હોમી ભાભા સેન્ટર ફોર સાથેન્સ એજ્યુકેશન (HBCSE) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. સૌથી વધુ મેડલ જીતનાર દેશ યુનાઇટેડ કિંગડમ હતો.
4. ભારત ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે બીજા સ્થાને રહ્યો.
22) સુંદરબન ટાઇગર રિઝર્વ અંગે નીચેનાં પૈકી કર્યા વિધાન સાચાં છે ?
1. તેનો વિસ્તાર 3,629.57 ચો. કિમી છે?
2. સુંદરબન ટાઇગર રિઝર્વ હવે વિસ્તારની દૃષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું ટાઇગર રિઝર્વ બન્યું.
૩. ટાઇગર રિઝર્વ જાહેર કરવા માટે NTCAની ભલામણ અને NBWLની મંજૂરી જરૂરી છે.
23) NASAના "Surya Al Model" સંદર્ભે કયાં વિધાન સાચાં છે ?
1. તેને ન્યૂયોર્કસ્થિત IBM ટેક્નોલોજી કંપનીના સહકારથી વિકસિત કરવામાં આવ્યું છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સૌર જ્વાળાઓની આગાહી કરી પૃથ્વીની ટેક્નોલોજીને સુરક્ષિત રાખવાનો છે.
3. તેને NASA ની Solar Dynamics Observatory (SDO) નાં ડેટાનાં આધારે તાલીમ આપવામાં આવી છે.
24) મશીન-રિડેબલ મતદાર યાદી બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. મતદાર યાદી ફક્ત-ઇમેજ PDFને બદલે લખાણ શોધી શકાય તેવા ફોર્મેટ (ટેક્સ્ટ - PDF કે એક્સેલ/CSV)માં પૂરી પાડવામાં આવે છે.
2. વર્ષ 2018માં ECI એ રાજ્ય સ્તરના મુખ્ય ચૂંટણી અધિકારીઓને તેમની વેબસાઇટ પર મશીન-રિડેબલ મતદાર યાદીઓ અપલોડ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
Comments (0)