16 થી 20 ઓક્ટોમ્બર 2026 નું કરંટ અફેર્સ
4) નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ' વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે નાસા (NASA)નું કોઈ મહિલાના નામ પરથી રાખવામાં આવેલું પ્રથમ સ્પેસ ટેલિસ્કોપ છે.
2. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનો અભ્યાસ કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
5) ગોલ્લાલા ગુડી મંદિર અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ મંદિર તેલંગાણા રાજ્યમાં આવેલું છે જેને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.
2. આ મંદિર કાકતિય શૈલીનું 13મી સદીનું પ્રાચીન મંદિર છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
7) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની મુલાકાત સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.
1. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાનને સર્વોચ્ચ સન્માન ‘ઓલિય દરજાલી દોસ્તલિક' એનાયત કરવામાં આવ્યું.
2. ભારતે ઉઝબેકિસ્તાનના સુકાઈ રહેલા અરલ સાગર ક્ષેત્ર માટે 1 મિલિયન US ડોલરની આર્થિક સહાય જાહેર કરી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
10) 26મી શાંઘાઈ કૉ-ઑપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ સમિટનું આયોજન કિર્ગીસ્તાનના બિશ્તેકમાં કરવામાં આવ્યું હતું.
2. ભારતની આગેવાનીમાં SCO ચાર્ટરમાં અંગ્રેજી ભાષાને સત્તાવાર અને કાર્યકારી ભાષા તરીકે માન્યતા મળી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
12) ઇસરો (ISRO)ના EOS-05 મિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે જીયોસીન્ક્રોનસ ભ્રમણકક્ષામાંથી ઇમેજિંગ કરનારો ભારતનો પ્રથમ સેટેલાઇટ છે.
2. તેને GSLV-F16 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
13) ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 અને તેમાં થયેલી જાહેરાતો સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. RBI દ્વારા ભારત કનેક્ટ પ્લેટફોર્મ પર 5 નવી કરન્સી સાથે 'મલ્ટિ-કરન્સી ફોરેક્સ એક્સચેન્જ સર્વિસિઝ' લોન્ચ કરવામાં આવી.
2. મહારાષ્ટ્ર બ્લોકચેઇન આધારિત જમીનના ટોકનાઇઝેશન માટે 'ડેલ્ટા (DELTA) એક્ટ' રજૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
15) બેલ્જિયમના વડા પ્રધાન બાર્ટ ડી વેવરની ભારત મુલાકાત વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ મુલાકાત દરમિયાન ‘ઇન્ડો-બેલ્જિયમ ઇન્વેસ્ટમેન્ટ કોરિડોર' સ્થાપવાનો નિર્ણય લેવાયો.
2. ભારત અને બેલ્જિયમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્યપદ માટે એકબીજાને સમર્થન જાહેર કર્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
18) NSO દ્વારા જાહેર 'બિન-સંસ્થાપિત ક્ષેત્ર'ના રિપોર્ટ (ASUSE 2025) અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ રિપોર્ટમાં મુખ્યત્વે ઉત્પાદન, વ્યાપાર અને અન્ય સેવાઓને આવરી લેવામાં આવી છે (કૃષિ સિવાય).
2. મહિલાઓના નેતૃત્વવાળા એકમોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ટોચ પર છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
22) ભારતમાં સૌપ્રથમ 'ફાર્મ-લેવલ સોઇલ કાર્બન પેમેન્ટ' સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. આ પેમેન્ટ ‘ગ્રો ઇન્ડિગો' કંપનીના 'આદિ' પ્રોગ્રામ હેઠળ પંજાબ અને હરિયાણાના ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે.
2. આ પ્રોગ્રામની કાર્બન ક્રેડિટ્સ 'Verra VM0042' મેથડોલોજી હેઠળ પ્રમાણિત કરવામાં આવી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Comments (0)