16 થી 20 ઓક્ટોમ્બર - 2025 નું કરંટ અફેર્સ
1) નીચે આપેલા પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. NTPC વીજ પુરવઠાની સાતત્યતા માટે વૌશ્વિક માપદંડ અપનાવનારી પ્રથમ PSU ળની.
2. NTPC લિમિટેડ (અગાઉ નેશનલ ક્ષર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ તરીકે ઓળખાતી હતી.
3. NTPC ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની છે.
2) તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલ MERITE સ્કીમ સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. પૂરું નામ મલ્ટિ-ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેક્નિકલ એજ્યુકેશન' (MERITE) છે.
2. આ યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સાથે સુસંગત છે.3. યોજનાનો સમયગાળો : 2025-26થી 2029-30 છે
3) નીચેના પૈકી અયોગ્ય વિધાન પસંદ કરો.
1. વડા પ્રધાન મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ દ્વારા બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી.
2. 'ભારત સરકાર અને ફિલિપાઇન્સ સરકાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગેની ઘોષણા' જાહેર કરી હતી.
૩. ફિલિપાઇન્સ બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર પ્રથમ વિદેશી ખરીદકર્તા દેશ છે.
4) નીચે પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. NEP 2020ના 5 વર્ષની ઉજવણી નિમિત્તે દિલ્હીમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ (ABSS) 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
2. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) નિયમનો, 2023 હેઠળ ભારતમાં કેમ્પસ સ્થાપિત કરવા 4 વિદેશી યુનિવર્સિટીઓને લેટર ઓફ ઇન્ટેન્ટ (Lol) રજૂ કર્યા હતાં.
5) ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના દાલ સરોવરમાં આ ફેસ્ટિવલ યોજાયો હતો.
2. ખેલો ઇન્ડિયાના નેજા યોજના હેઠળ યોજાયેલી આ પ્રથમ વોટર ગેમ્સ ઇવેન્ટ છે.
3. માસ્કોટ : હિમાલયન કિંગફિશર
8) નીચે આપેલ વિધાન પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. રીઝર્વ બેન્ક ઇન્ડિયા (RBI) એ 'ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ (CTS) માં સતત ક્લિયરિંગ અને સેટલમેન્ટ' શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડી.
2. હાલમાં CTS સિસ્ટમ 2 કામકાજી દિવસ સુધીની લિયરિંગ સાઇકલમાં ચેક ક્લિયર કરે છે.
૩. નવી પદ્ધતિ મુજબ, સવારે 10 થી સાંજે 10 વાગ્યા સુધી એક જ (ચેક) રજૂ કરવાનું સત્ર હશે.
9) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ભારતની પ્રથમ હાઇડ્રોજન (H2) સંચાલિત ટ્રેને રેલવે મંત્રાલયના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની ડિઝાઇન અને દેખરેખ હેઠળ તામિલનાડુના ચેન્નાઈમાં આવેલી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ખાતે લોડ ટેસ્ટિંગ પાસ કર્યું છે.
2. હેરિટેજ અને પહાડી માર્ગો પર ઉત્સર્જન ઘટાડવા 'હાઇડ્રોજન ફોર હેરિટેજ' નામની પહેલ હેઠળ ICF દ્વારા તેને વિકસાવવામાં આવી છે.
3. 'હાઇડ્રોજન ફોર હેરિટેજ' પ્રોગ્રામનો ઉદ્દેશ્ય હેરિટેજ અને પહાડી માર્ગો પર 35 હાઇડ્રોજન ટ્રેનો દોડાવવાનો છે.
10) નીચે આપેલ પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો.
1. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ જાહેરાત કરી છે કે, UPI પર પીઅર-ટુ-પીઅર (P2P) કલેક્ટ રિક્વેસ્ટ્સ' 1 ઓક્ટોબર, 2025થી બંધ કરવામાં આવશે.
2. કલેક્ટ રિક્વેસ્ટ એ UPIમાં ઉપલબ્ધ એક એવું ફીચર છે, જેની મદદથી યુઝર અન્ય યુઝરને ચુકવણી કરવાની વિનંતી મોકલી શકે છે, જેઓ ત્યારબાદ આવા ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપે છે.
11) “INS ઈક્ષક” બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો
1. ઇન્ડિયન નેવલ શિપ (INS) ઇક્ષક (યાર્ડ 3027) 4 સર્વે વેઝલ (લાર્જ) (SVL) જહાજોની શ્રેણીનું ત્રીજું જહાજ છે.
2. નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) દ્વારા કરવામાં આવ્યું.
3. ડિઝાઇન તૈયાર કરનાર : ભારતીય નૌસેનાનો વોરશિપ ડિઝાઇન બ્યૂરો (WDB).
4. INS ઇક્ષક પહેલું એવું SVL જહાજ છે, જેમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓ માટે રહેવાની સુવિધા છે.
16) તરણેતરના મેળા બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં પ્રતિ વર્ષ યોજાય છે.
2. ગુજરાત સરકારના પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તરણેતરમાં પશુપ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે.
૩. લોકવાયકા મુજબ, દ્રૌપદીનો સ્વયંવર આ પાંચાળ ભૂમિ પર યોજાયો હતો.
17) ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબોર્ન (IFFM) 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. 'હોમબાઉન્ડ'ને શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર મળ્યો.
2. એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે, જે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાને બિરદાવે છે.
3. શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે નીરજ ઘાયવાન (હોમબાઉન્ડ) વિજેતા.
18) તાજેતરમાં યોજાયેલ SLINEX-25 એક્સર્સાઇઝ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. SLINEX-25ની 12મી આવૃત્તિ શ્રીલંકાના કોલંબોમાં યોજાઈ.
2. 'શ્રીલંકા-ઇન્ડિયા એક્સર્સાઇઝ' (SLINEX 2025) એ ભારતીય નૌસેના અને શ્રીલંકાની નૌસેના (SLN)ની વચ્ચે દર વર્ષે યોજાતો દ્વિપક્ષીય સમુદ્રી યુદ્ધાભ્યાસ છે.
૩. ભારત તરફથી આ યુદ્ધાભ્યાસમાં INS જ્યોતિ ફ્લીટ ટેન્કરે ભાગ લીધો હતો.
19) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કીર્તિવર્ધને તામિલનાડુ માટે 'HAWK' સિસ્ટમનું કસ્ટમાઇઝ્ડ વર્ઝન લોન્ચ કર્યું તે બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તામિલનાડુ, કેરળ અને કણટિક પછી આ વાઇલ્ડલાઇફ ક્રાઇમ મેનેજમેન્ટ સિસ્ટમનું અમલીકરણ કરનારું ભારતનું ત્રીજું રાજ્ય બની ગયું છે.
2. તે એક ડિજિટલ-કમ-સેન્ટ્રલાઇઝડ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેની રચના વન અને વન્યજીવોને લગતા ગુનાઓને અંકુશમાં લેવા માટે કરવામાં આવી.
Comments (0)