06 થી 10 ઓક્ટોમ્બર 2026 નું કરંટ અફેર્સ
1) 73મી મિસ વર્લ્ડ 2026 સ્પર્ધા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તેનું આયોજન ન્હા ત્રાંગ, વિયેતનામ ખાતે કરવામાં આવ્યું હતું.
2. ડોમિનિકન રિપબ્લિકની જોહીરરી મોલાએ મિસ વર્લ્ડ 2026નો તાજ જીત્યો છે.
3. ભારતની નિકિતા પોરવાલે ટોપ 40માં સ્થાન મેળવ્યું હતું.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
2) કોસ્ટલ લોકલ એરિયા બૅન્ક અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તેને RBI એક્ટ, 1934ની બીજી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી છે.
2. તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની બીજી અનુસૂચિમાં સામેલ થનારી ભારતની પ્રથમ લોકલ એરિયા બેન્ક બની છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
4) સ્પેસ ટૅકનૉલૉજી સ્ટાર્ટઅપ GalaxEye બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. સેટેલાઇટ ઇમેજિંગ ટેક્નોલોજી (OptoSAR) માટે US પેટન્ટ મેળવનાર તે પ્રથમ ભારતીય સ્ટાર્ટઅપ બન્યું છે.
2. OptoSAR એ ઓપ્ટિકલ મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને સિન્થેટિક એપરચર રડાર (SAR)નું સંયોજન છે જે વાદળો અથવા રાત્રિ દરમિયાન પણ સતત ઇમેજિંગ પ્રદાન કરે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
7) રાષ્ટ્રીય વન શહીદ દિવસ (National Forest Martyrs Day) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે દર વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવે છે.
2. આ દિવસ 1730માં રાજસ્થાનમાં ખેજરીનાં વૃક્ષોને બચાવવા માટે અમૃતા દેવી બિશ્નોઈના નેતૃત્વમાં 363 લોકોના બલિદાનની યાદમાં ઊજવાય છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
9) પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના 2020માં શરૂ કરવામાં આવી હતી અને 10 સપ્ટેમ્બર, 2026ના રોજ તેણે 6 વર્ષ પૂર્ણ કર્યાં છે.
2. આ યોજના માત્ર સેન્ટ્રલ સેક્ટર સ્કીમ (CSS) તરીકે જ કાર્યરત છે, તેમાં કેન્દ્ર પ્રાયોજિત (Centrally Sponsored) ઘટક નથી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
10) પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના હેઠળ ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ન્યૂનતમ ₹ 3,000નું પેન્શન આપવામાં આવે છે.
2. આ યોજનાનો લાભ માત્ર 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને જ મળે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
19) US ઓપન 2026 (US Open 2026) અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવે મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે.
2. કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાએ વુમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
22) હૈદરાબાદ લિબરેશન ડે (Hyderabad Liberation Day) બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ દિવસ 17 સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતમાં હૈદરાબાદના જોડાણની યાદમાં ઊજવાય છે.
2. હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે 'ઓપરેશન પોલો' હાથ ધરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Comments (0)