21 થી 25 સપ્ટેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
8) પોલિગ્રાસ મેજિક સ્કિલ એવોર્ડ 2024-2025 વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. દીપિકા સેહરાવત જીતનારી પ્રથમ ભારતીય બની.
2 પોલિગ્રાસ મેજિક સ્કિલ એવોર્ડ એ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) દ્વારા આપવામાં આવતું પ્રશંસકોના મતદાન પર આધારિત આંતરરાષ્ટ્રીય સન્માન છે.
3. દીપિકા સેહરાવત ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી છે.
10) તાજેતરમાં 'ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ' હેઠળના કિલ્લાઓનો UNESCOની વિશ્વ ધરોહર યાદીમાં ભારતના 44મા સાઇટ તરીકે સમાવેશ થયો તે બાબતે અયોગ્ય વિધાન તપાસો.
1 મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સના 12 કિલ્લાઓનો સમાવેશ થયો.
2. આ યાદીમાં સમાવેશ થયેલ ૩ કિલ્લા ટાપુ પર આવેલા છે : ખંડેરી કિલ્લો, સુવર્ણદુર્ગ, સિંધુદુર્ગ,
3. આ યાદીમાં સમાવેશ થયેલ કિલ્લા પૈકી એક કિલ્લો તાપીના સોનગઢમાં આવેલ છે.
16) પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તાજેતરમાં આ યોજનાના અમલીકરણનાં 10 વર્ષ પૂર્ણ થયાં.
2. વર્ષ 2015માં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય 2. (MSDE) દ્વારા શરૂ કરવામાં આવી હતી.
૩. આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો છે.
17) તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ADEETIE વિષે યોગ્ય વિધાન/વિધાનો તપાસો.
1. ADEETIEનું પૂરું નામ 'આસિસ્ટન્સ ઇન ડિપ્લોઇંગ એનર્જી એફિશિયન્ટ ટેક્નોલોજીસ ઇન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસ્ટાબ્લિશ-મેન્ટ્સ' છે.
2. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ (MSME)ને ઊર્જા વપરાશમાં 30-50% ઘટાડો કરવામાં મદદરૂપ થશે
૩. આ યોજના થકી દરેક ઘર સુધી સોલારનો સર્વે કરવામાં આવશે.
19) TB નિયંત્રણ સંદર્ભે ગુજરાત રાજ્ય દ્વારા લેવાયેલ મહત્ત્વપૂર્ણ પગલાં સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.
1. ગુજરાત રાજ્યને 'સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ' શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું
2. નવા દર્દીઓની સંખ્યામાં 37 ટકા ઘટાડો અને મૃત્યુદરમાં 43 ઘટાડો નોંધાયો છે.
૩. ટ્યુબરક્યુલોસિસ એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાને કારણે થતો રોગ છે.
24) હાઇકોર્ટ વિશે નીચેના વિધાનો ક્યાને લો.
1 ભારતના બંધારણના ભાગ VI (6)ના અનુચ્છેદ 214થી 231 હાઈકોટના સંગઠન, સ્વતંત્રતા, અધિકારક્ષેત્ર, સત્તાઓ, પ્રક્રિયા વગેરે સાથે સંબંધિત છે.
2 ભારતમાં હાઈકોર્ટો રાજ્ય સ્તરે સર્વોચ્ય ન્યાયિક સત્તાધીશ છે.
3. હાલમાં ભારતમાં 25 હાઈકોર્ટ છે.
25) બીજો નોર્થ-ઈસ્ટ રિજન (NER) ડિસ્ટ્રિક્ટ SDG ઇન્ડેક્સ 2023-2024 સંદર્ભે નીચેનાં પૈકી યોગ્ય વિધાનો તપાસો.
1. આ ઇન્ડેક્સમાં મિઝોરમનો હનહથિયાલ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો.
2. આ ઇન્ડેક્સ નેશનલ ઇન્સ્ટિટયુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો.
3. આ ઇન્ડેક્સમાં NERના 131 જિલ્લાઓમાંથી 121 (92%) જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે.
Comments (0)