11 થી 15 ઓગસ્ટ- 2025 નું કરંટ અફેર્સ
1) જીનિવા (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે યોજાયેલ ગ્લોબલ પ્લેટફૉર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (GPDRR)ના 8મા સેશન વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ સંમેલનનું આયોજન યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સંમેલનની થીમ ‘એવરી ડે કાઉન્ટ્સ, એક્ટ ફોર રેઝિલિયન્સ ટુડે' હતી.
3) ફાઉન્ડેશનલ લિટ્રસી ઍન્ડ ન્યુમરેસી એસેસમેન્ટ ટેસ્ટ (FLNAT) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ અભ્યાસ માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવતા વિધાર્થીઓના મૂલ્યાંકન માટે હાથ ધરવામાં છે
2. આ અભ્યાસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટ્રસી (DoSEL), કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
3. આ અભ્યાસ મુજબ ગુજરાત રાજ્ય પ્રમાણીકરણનો સર્વોચ્ચ દર ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે.
5) પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MOHFW) દ્વારા વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી.
2. આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રસૂતિ પૂર્વેની કાળજી (ANC) પૂરી પાડવી તથા માતા અને નવજાત શિશુના મૃત્યુદરને ઘટાડવાનો છે.
3. અત્યાર સુધીમાં PMSMA હેઠળ 6.19 કરોડ ગર્ભવતી સ્ત્રીઓની તપાસ કરવામાં આવી છે.
4. હાઈ-રિસ્ક પ્રેગ્નેન્ટ (HRP) મહિલાઓની સલામત રીતે પ્રસૂતિ ના થઈ જાય ત્યાં સુધી તેમની ભાળ મેળવવાની અને તેમને ટ્રેક કરવાની ખાતરી કરવા માટે વર્ષ 2022માં ‘એક્સટેન્ડેડ (E-PMSMA)'ને લોન્ચ કરવામાં આવ્યું હતું.
6) નીસ (ફ્રાંસ) શહેરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ ઑન ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ICDRI) 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ કોન્ફરન્સનું આયોજન નવી દિલ્હી સ્થિત કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI) દ્વારા કરવામાં આવ્યું હતું.
2. આ કોન્ફરન્સ પ્રથવાર યુરોપમાં યોજાઈ હતી.
9) રામસર સાઇટ વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. તાજેતરમાં રાજસ્થાનના મેનાર લેક બર્ડ પાર્ક અને ખીચન બર્ડ અભયારણ્યને નવી રામસર સાઇટ્સ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
2. જૂન, 2025 સુધીમાં ભારતમાં કુલ 91 રામસર સાઇટ છે.
3. વિશ્વમાં સૌથી વધુ (176) રામસર સાઇટ યુનાઇટેડ કિંગડમમાં છે.
4. રામસર ઈરાકમાં આવેલ એક સ્થળ છે, જ્યાં વર્ષ 1971માં વેટલેન્ડ સંરક્ષણ માટે કરાર કરવામાં આવ્યો હતો.
10) યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) દ્વારા નીચેનાંમાંથી કયા દેશ/દેશોને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)ના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે ?
1. લાટવિયા
2. બહેરીન
૩. કોલંબિયા
4. લાઇબેરિયા
5. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો
11) ભારતમાં યોજાનાર 16મી વસતિગણતરી વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ સ્વતંત્રતા પછી ભારતની 8મી વસતિગણતરી હશે.
2. આ વસતિગણતરી વર્ષ 2026થી 2027 સુધી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે.
3. વર્ષ 1931 પછી, આ વસતિગણતરીમાં જાતિ આધારિત વસતિગણતરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4. 16મી વસતિગણતરી પ્રથમ વખત ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે.
13) વર્ષ 2011ની વસતિ ગણતરી વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ વસતિગણતરી મુજબ સૌથી વધુ શહેરી વસતિ ધરાવતાં શહેરોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.
2. વર્ષ 1901-2011 (છેલ્લા 110 વર્ષમાં) દરમિયાન ગુજરાત રાજ્યમાં વસતિ વૃદ્ધિદર 564% હતો.
૩. ગુજરાતમાં સૌથી વધુ જાતિપ્રમાણ ધરાવતા જિલ્લાઓમાં ડાંગ (1007)ટોચનાં સ્થાને છે.
15) ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઍન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય વિત્ત મંત્રી દ્વારા કરવામાં આવે છે.
2. FSDCની સ્થાપના વર્ષ 2008માં રઘુરામ રાજન સમિતિની ભલામણ પર કરવામાં આવી હતી.
3. તાજેતરમાં FSDCની 29મી બેઠક મુંબઈ ખાતે યોજાઈ હતી.
18) UNFPAના સ્ટેટ ઑફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. રિપોર્ટમાં વર્ષ 2025માં ભારતની જનસંખ્યા 146 કરોડ હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે.
2. રિપોર્ટ મુજબ ભારતને કુલ પ્રજનનદર (TFR) 2.1થી ઘટીને 1.9 થયો હોવાનો અંદાજ છે.
21) રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ લદાખ આરક્ષણ સંશોધન નિયમ 2025 વિશે નીચેના વિધાનો ચકાસો.
1. આ નિયમમાં લદાખના જાહેર/સરકારી નોકરીઓમાં સ્થાનીય લોકો માટે 85% આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
2. સ્થાનીય લોકો માટેના 85% આરક્ષણમાં આર્થિક રીતે નબળા (EWS) લોકો માટેના 10% આરક્ષણનો સમાવેશ થતો નથી.
22) ક્લાઇમેટ ચેન્જ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (CCPI) 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. ભારત વર્ષ 2024માં 13મા ક્રમેથી વર્ષ 2025માં 10મા ક્રમે પહોંચ્યું છે.
2. આ ઇન્ડેક્સ જર્મનીસ્થિત જર્મનવોચ સંસ્થા તથા અન્ય એજન્સીઓ સાથે મળીને લોન્ચ કરે છે.
3. આ ઇન્ડેક્સમાં ટોચનાં ત્રણ સ્થાન ખાલી રાખવામાં આવ્યાં છે.
Comments (0)