06 થી 10 ઓગસ્ટ- 2025 નું કરંટ અફેર્સ
1) WTO ફિશરીઝ સબસિડીઝ એગ્રીમેન્ટ વિશે નીચેનાં વિધાન ચકાસો.
1. આ કરારમાં મત્સ્યપાલન માટેની હાનિકારક સબસિડીઓને અટકાવવા માટેના નવા બંધનકર્તા, બહુપક્ષીય નિયમોને રેખાંકિત કરવામાં આવ્યા છે.
2. જૂન, 2025 સુધીમાં કુલ 101 દેશોએ આ એગ્રીમેન્ટને બહાલી આપી છે.
3.ભારત આ કરારને બહાલી આપનાર 101મો દેશ બન્યો છે.
3) હોંગકોંગ ખાતે લોન્ચ કરવામાં આવેલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મીડિયેશન વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. તે મધ્યસ્થી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોને ઉકેલવા માટેની પ્રથમ આંતર-સરકારી સંસ્થા છે.
2. તે ચીન અને ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
3. ચીન સહિતના 33 દેશોએ IOMedની સ્થાપના કરવા વિશેના કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા છે.
6) સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ (SSG) 2025 વિશે નીચેના વિધાનો ચકાસો.
1. આ સર્વેક્ષણ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્ર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.
2. આ સર્વેક્ષણ ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિકિંગ વોટર એન્ડ સેનિટેશન, કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવશે.
3. આ અભિયાન હેઠળ 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 761 જિલ્લાનાં 21,000 ગામોને આવરી લેવામાં આવશે.
7) કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા લોન્ચ કરવામાં આવેલ 'ઓનરરી રેન્ક પ્રમોશન યોજના' વિશે નીચેનાં વિધાન પૈકી કયાં વિધાન/વિધાનો ખોટાં છે ?
1. આ યોજના અંતર્ગત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ અને અસમ રાઇફલ્સના નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓને તેમની નિવૃત્તિના દિવસે તેમના રેન્ક કરતાં એક ઊંચો માનદ રેન્ક આપવામાં આવે છે.
2. આ યોજનામાં કોઈ નાણાકીય કે પેન્શન સંબંધિત લાભ સંકળાયેલા નથી.
18) કૉર્ટની અવમાનના (CoC) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. કોર્ટની અવમાનના (CoC) એ કોર્ટની આજ્ઞા નહીં માનવાને કે તેનો અનાદર કરવાને સંદર્ભિત કરે છે, જે તેની સત્તા અને ગરિમાને ઘટાડે છે.
2. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ, 1971માં કોર્ટની અવમાનના સંબંધિત નિયમનો નિર્ધારિત કરવામાં આવ્યા છે.
૩. સુપ્રીમ કોર્ટે નંદિની સુંદર અને અન્યો વિરુદ્ધ છત્તીસગઢ રાજ્યના કેસમાં ઠેરવ્યું છે કે, ધારાસભા દ્વારા કોર્ટના અગાઉના ચુકાદાથી વિરોધાભાસી હોય તેવા કોઈ કાયદા ઘટવાને કોર્ટની અવમાનનાનું કૃત્ય ગણી શકાય નહીં.
21) ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. IATA વિશ્વની એરલાઇન્સ માટેનું ટ્રેડ એસોસિયેશન છે.
2. IATA બોર્ડના નવા અધ્યક્ષ તરીકે લુઈ ગેલેગોનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
3. જૂન, 2026માં રીયો ડી. જાનેરિયો (બ્રાઝિલ) ખાતે IATAની 82મી AGM યોજાશે.
Comments (0)