કાયદો

  • 1) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ? - લોર્ડ મેકોલે
  • 2) ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગુનાહિત કાવત્રા’’માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? - બે
  • 3) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? - 1 થી 511
  • 4) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? - 302
  • 5) ‘અ’, ‘બ’ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે ? - બગાડ
  • 6) પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે ? - સી.આર.પી.સી. કલમ - 125
  • 7) સી.આર.પી.સી.ની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ - શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે ? - એક વર્ષ
  • 8) સી.આર.પી.સી.ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? - ત્રીસ દિવસ
  • 9) સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે? - આરોપીને ગુના અંગેની જાણ કરવી
  • 10) ઈન્સાફી કાર્યવાહીના ક્યા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? - ઉલટ તપાસ સમયે
  • 11) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? - ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
  • 12) ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ? - સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
  • 13) જે હકીકત ‘સાબિત થયેલી’ના હોય અને ‘નાસાબિત થયેલી’ પણ ના હોય તેને શું કહેવાય ? - સાબિત ન થયેલી
  • 14) સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય છે ? - સર તપાસ, ઉલટ તપાસ, ફેરતપાસ
  • 15) સ્વબચાનો હક્ક (રાઈટ ટુ પ્રાઈવેટ ડીફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ? - IPC - 96
  • 16) IUCN નું પૂરૂ નામ જણાવો. - iucnInternational Union for Conservation of Nature
  • 17) IPC 498ક મુજબ ત્રાસ એટલે - પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
  • 18) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે - 5
  • 19) ફરિયાદ (FIR)ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? - વિનામૂલ્યે
  • 20) સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? - સી.આર.પી.સી.કલમ - 161
  • 21) ગુજરાત પોલીસના મુદ્રાલેખ સંબંધમાં સાચુ વિધાન ક્યું છે ? - સેવા, સુશક્ષા, શાંતિ
  • 22) પોલીસ તપાસ અંગેનો આખરી તબક્કો ચાર્જશીટ સામાન્યતઃ કેટલા દિવસમાં કરવો જોઈએ ? - 60
  • 23) ક્યા ઈસમો વિરુદ્ધ ‘એ' રોલ ભરવામાં આવે છે ? - હિસ્ટ્રીશીટર
  • 24) ‘અ’ વર્ગના ગામડાની વિઝીટ, બીટ હેડ કોન્સ્ટેબલ એક માસમાં કેટલી વખત કરવાની હોય છે ? - એક વખત
  • 25) ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમ મુજબ પ્રથમ બાતમી અહેવાલ ફક્ત કોગ્નીઝેબલ ગુનાના સંદર્ભમાં નોંધી શકાય છે? - કલમ - 154
  • 26) પોલીસ કસ્ટડીમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના કારણની મેજિસ્ટ્રેટ મારફત તપાસ કરવાની જોગવાઈ ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમમાં કરવામાં આવી છે ? - કલમ - 176
  • 27) ક્રિમિનલ પ્રોસીજર કોડ-1973ની જોગવાઈઓ અનુસાર ઝડતીનું વોરંટ કોણ કાઢી શકે ? - કોઈપણ ન્યાયાલય
  • 28) એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે ? - રાજ્ય સરકાર
  • 29) સેશન્સ ન્યાયાલય દ્વારા આપેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે ક્યા રજૂ કરવામાં આવે છે ? - વડી અદાલત સમક્ષ
  • 30) ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 નીચે તપાસનો પાયો નીચેનામાંથી કોને કહેવાય ? - પ્રથમ માહિતી રિપોર્ટ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up