ગુજરાતનો ઇતિહાસ

  • 1) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? - મીનળ દેવી
  • 2) રાણકી વાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? - ઉદયમતી
  • 3) ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? - ચાર
  • 4) કોણે દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે ? - મહાદેવભાઈ દેસાઈએ
  • 5) ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? - શ્રી મહેંદી નવાઝ જંગ
  • 6) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના' ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? - માધવસિંહ સોલંકી
  • 7) ‘જ્યોતિપૂંજ’ પુસ્તકના લેખક કોણ છે ? - નરેન્દ્ર મોદી
  • 8) તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ? - મહેસાણા
  • 9) ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? - મહાત્મા ગાંધી
  • 10) ગૂજરાત વિદ્યાપીઠનો મંત્ર છે..….. - સા વિદ્યા યા વિમુક્તયે
  • 11) ક્યો રાજવી ‘ગુજરાતનો અશોક' કહેવાય છે ? - કુમારપાળ
  • 12) મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ? - અમદાવાદ મિલ સત્યાગ્રહ
  • 13) મહંમદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં ક્યા રાજાનું શાસન હતું ? - ભીમદેવ પ્રથમ
  • 14) લોથલની શોધ કોણે કરી હતી ? - ડો.એસ.આર.રાવ
  • 15) પ્રાચીન કાળમાં ગુજરાતનું ક્યું બંદર મરી - મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ? - ભરૂચ
  • 16) ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ ક્યા શાસકના સમયમાં શરૂ થયેલો ? - મૂળરાજ પ્રથમ
  • 17) હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ? - ચાંગદેવ
  • 18) મુળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યા સ્થાપિત કરી હતી ? - અણહિલપુર પાટણ
  • 19) ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે ? - મુઝફ્ફરશાહ બીજો
  • 20) ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ? - મહમૂદ બેગડો
  • 21) મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી ? - ઈન્દુલાલાલ યાજ્ઞિક
  • 22) ગુજરાત રાજયમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે ? - નરેન્દ્ર મોદી
  • 23) ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં ? - શ્રી બાબુભાઈ પટેલ
  • 24) વડોદરા સ્ટેટનું મુંબઈ રાજયમાં વિલિનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતાં ? - સર પ્રતાપસિંહ
  • 25) કયાં રાજયપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું ? - માનનીય શ્રી કે.કે. વિશ્વનાથન
  • 26) નવનિર્માણ આંદોલન કયાં હેતુ માટે થયું હતું ? - મોંઘવારી હટાવવી
  • 27) ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરુઆત કયાં મુખ્યમંત્રીશ્રીના સમય દરમિયાન થયું ? - શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
  • 28) ગુજરાત રાજયની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભા અધ્યક્ષપદે કયાં મહાનુભાવ હતાં ? - શ્રી કલ્યાણજી મહેતા
  • 29) ગોળીઓ પર કોઈના નામ સરનામાં હોતા નથી. આ વાકય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું ? - ઠાકોરભાઈ દેસાઈ
  • 30) ઇ.સ. 1877માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? - અંબાલાલ સાકરલાલ દેસાઈ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up