ગુજરાતી સાહિત્ય

  • 1) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? - બે ખાનાનો પરિગ્રહ
  • 2) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? - ઈસ્માઈલભાઈ નાગોરી
  • 3) ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ? - પ્રશ્ન
  • 4) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? - ભરૂચ
  • 5) ‘કવિ શિરોમણિ’નું માન પામેલા કવિ કોણ ? - પ્રેમાનંદ
  • 6) છગનભાઈ, ચકુ, ઈન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે? - વૃક્ષ
  • 7) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? - વાડીલાલ
  • 8) ‘પરિક્રમા’, ‘કુંતલ’એ કોના કાવ્યસંગ્રહો છે ? - બાલમુકુંદ દવે
  • 9) ‘શેષ’ ઉપનામ ધરાવતા કવિ ક્યા ? - રા.વિ.પાઠક
  • 10) કિંવ હિરહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? - વેધશાળાનું
  • 11) સમાસ ઓળખી બતાવો : ત્રિભુવન - દ્વિગુ સમાસ
  • 12) ‘સોનેટ’ કાવ્યપ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે ? - 14
  • 13) વિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? - 1967
  • 14) કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ? - ચૂડી બનાવવાના
  • 15) ધૂમકેતુની વાર્તાનો જુમો ક્યા ગામમાં રહેતો હતો? - આણંદપુર
  • 16) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? - પંદરમી
  • 17) અમરતકાકી કઈ કૃતિનું પાત્ર છે ? - લોહીની સગાઈ
  • 18) ‘સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ? - ભાણાભાઈ ગીડા
  • 19) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરૂદ આપ્યું હતું ? - રાષ્ટ્રીય શાયર
  • 20) કવિ રમેશ પારેખનો જન્મ ક્યા થયો હતો ? - અમરેલી
  • 21) ‘રાવણનું મિથ્યાભિમાન’ કથાકાવ્યના રચયિતા કોણ છે ? - ગિરધર
  • 22) ‘માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ? - પન્નાલાલ પટેલ
  • 23) ‘હાઈસ્કૂલમાં’ ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે? - આત્મકથા ખંડ
  • 24) ‘ગુજરાત મોરી મોરી રે’ કાવ્યના કવિ કોણ ? - ઉમાશંકર જોશી
  • 25) ‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? - ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1
  • 26) ‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ? - ચુનીલાલ મડિયા
  • 27) ‘સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે' પંક્તિ ક્યા કવિની છે? - કલાપી
  • 28) ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? - ચૌદ
  • 29) બરકત વીરાણીનું ઉપનામ જણાવો. - બેફામ
  • 30) ‘મહાકવિ’નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ? - પ્રેમાનંદ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up