ગાંધીજીનાં તથ્યો

  • 1) ગાંધીજીના મતે તેમના કુટુંબની ત્રણ પેઢીથી ઉપરની પેઢી શેનો વ્યાપાર કરનારી હશે એમ જણાય છે? - ગાંધિયાણા (કરીયાણાં)
  • 2) ગાંધીજીના પિતાનું નામ. - કરમચંદ ઉત્તમચંદ ગાંધી
  • 3) ગાંધીજીના કુટુંબીજનમાંથી ક્યાં વ્યક્તિએ રાજખટપટના કારણે પોરબંદર છોડવું પડેલું, ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો? - ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી
  • 4) ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી તેમના પિતાનુ કેટલામુ સંતાન હતા? - પાંચમુ (ઉત્તમચંદ ગાંધીએ બે લગ્નો કરેલા, પહેલા લગ્નથી ચાર દીકરા થયેલા અને બીજા લગ્નથી બે દીકરા કરમચંદ ગાંધી પાંચમા દીકરા હતા)
  • 5) ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા? - વાંકાનેર, રાજકોટ (પોરબંદરમાં રાજકારબારું કરેલું હતું)
  • 6) કરમચંદ ગાંધીએ કેટલા લગ્નો કરેલા? - ચાર
  • 7) ગાંધીજીનો જન્મ સમય ? - 2 ઓકટોબર,1869 (વિક્રમ સાવંત 1925,ભાદરવા વદ બારસ) (પોરબંદર)
  • 8) કેટલા વર્ષની ઉંમરે ગાંધીના પિતા પોરબંદરથી રાજકોટ રાજસ્થાનિક કોર્ટના સભ્ય થઈ સ્થળાંતરિત થયા? - સાત વર્ષ
  • 9) ગાંધીજી પહેલા ધોરણમાં હતા ત્યારે શાળા તપાસવા આવેલા કેળવણી ખાતાના ઇન્સ્પેકટરનું નામ જણાવો. - જાઈલ્સ
  • 10) શાળા તપાસ દરમિયાન પહેલા ધોરણના વિદ્યાર્થીઓને પાંચ અંગ્રેજી શબ્દો લખવા માટે આપેલા એમાંથી ગાંધીજીએ કયો શબ્દ ખોટો લખેલો? - કેટલ (ketale)
  • 11) ગાંધીજીએ શાળા અભ્યાસ દરમિયાન કયું પુસ્તક વાંચેલું, જેની તેમના પર ઊંડી અસર થઈ હતી? - શ્રવણપિતૃભક્તિ નાટક
  • 12) ગાંધીજીના મન પર બાળપણમાં ક્યાં નાટકની ઊંડી અસર થયેલી? - હરિચંદ્ર આખ્યાન
  • 13) ગાંધીજીના લગ્ન કઈ ઉંમરે થયા હતા? - તેર
  • 14) ગાંધીજીની કેટલી સગાઈઓ થયેલી? - ત્રણ
  • 15) ગાંધીજીના લગ્નની સાથે અન્ય કોના લગ્ન કરવામાં આવ્યા હતા? - ગાંધીજીના મોટા ભાઈ (વચ્ચેના), ગાંધીના કાકાના નાના દીકરાના.
  • 16) ગાંધીજીના કયાં ધોરણમાં કેટલા રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ મળતી હતી? - પાંચમા અને છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા અને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી.
  • 17) ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો? - દોરાબજી એદલજી ગીમી
  • 18) ગાંધીજીએ કયાં ધોરણનો અભ્યાસ એક સાથે કર્યો હતો? - ત્રીજા અને ચોથા
  • 19) ગાંધીજીના મતે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણક્રમમાં કઈ ભાષાઓ શીખવવી જોઈએ? - હિંદી, સંસ્કૃત, ફારસી, અરબી, અને અંગ્રેજી
  • 20) ગાંધીજીના શાળા અભ્યાસ દરમિયાન ગવાતુ કાવ્ય ‘અંગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ’ ક્યાં સાહિત્યકારનું છે? - નર્મદ
  • 21) ગાંધીજીના બાળપણમાં માંસાહાર કરવા પાછળના કયાં ઉદેશો હતા? - બળવાન અને હિંમતવાન બનવુ તથા અંગ્રેજોને હરાવી હિંદુસ્તાનને સ્વતંત્ર કરવુ.
  • 22) ગાંધીજીએ બાળપણમાં કઈ બાબતોની ચોરી કરી હતી? - બીડી પીવા માટે રૂપિયાની તથા તેના મોટાભાઈનું 25 રૂપિયાનું કરજ ઉતારવા સોનાના કડાની.
  • 23) ગાંધીજીના પિતાના અવસાન સમયે ગાંધીજીની ઉંમર કેટલી હતી? - સોળ
  • 24) ગાંધીજીને બાળપણમાં ‘રામ' નામનો મંત્ર કોણે આપ્યો હતો? - કુટુંબની જૂની નોકર રંભાએ
  • 25) ગાંધીજી બાળપણમાં કોની પાસે રામાયણ પારાયણ સાંભળતા? - લાધા મહારાજ
  • 26) ગાંધીજીના મતે ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ કયો છે? - તુલસીદાસ રચિત રામાયણ
  • 27) ગાંધીજીએ ક્યાં વર્ષે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી? - ઈ.સ.1887
  • 28) ગાંધીજીએ મેટ્રિકની પરીક્ષા આપવા કયું કેન્દ્ર પસંદ કર્યું હતું? - અમદાવાદ
  • 29) ગાંધીજીએ મેટ્રિક પાસ કર્યા પછી કઈ કોલેજ પસંદ કરી હતી? - ભાવનગરની શામળદાસ કોલેજ
  • 30) કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું? - માવજી દવે (જોશીજી)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up