ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો

  • 1) અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે ? - શ્રમ અને સંગઠન
  • 2) વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ? - ચોરવાડ
  • 3) ગોફગૂંથનરાસ કયા સમાજનું લોકનૃત્ય છે ? - સૌરાષ્ટ્રના કોળી કણબી
  • 4) અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે ? - શાસ્ત્રીય સંગીત
  • 5) તારંગા ક્યા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે ? - જૈન
  • 6) ક્યા મંદિરોને ‘સંગેમરમરમાં કંડારેલ કાવ્ય'ની ઉપમાં આપવામાં આવી છે? - દેલવાડાના જૈન મંદિરોને
  • 7) સ્થાપત્ય કલાનો મુલ્યવાન વારસો ધરાવતી દાદા હિરની વાવ ક્યા આવેલી છે? - અમદાવાદ .
  • 8) ક્યા મંદિરને 6 (છ) માળવાળું શિખર છે ? - દ્વારકાધીશનું મંદિર
  • 9) વારલી એ કઈ કળાં છે ? - ચિત્ર
  • 10) ધમાલ નૃત્ય કોની ખાસિયત છે ? - સીદી
  • 11) ગુજરાતનાં કુમુદીની લાખિયા કર્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? - નૃત્યકલા
  • 12) દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ ? - કનુ દેસાઈ
  • 13) ભવાઈ મંડળીના મોવડીને.........… નામે ઓળખવામાં આવે છે. - નાયક
  • 14) નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ ? - લીલુડી ધરતી
  • 15) હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમુ તીર્થસ્થાન..........માં આવેલું છે ? - પીરાણા
  • 16) ગુજરાતનું ચાંપાનેર ક્યા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે ? - બૈજુ બાવરા
  • 17) ગુરુ પૂર્ણિમા ઉત્સવ ક્યા મહિનામાં આવે ? - અષાઢ
  • 18) ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો ક્યા સ્થળે ભરાય ? - ગિરનારની તળેટીમાં
  • 19) ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો ? - ઝંડુ ભટજી
  • 20) ત્રિભવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ છે ? - વૈજ્ઞાનિક
  • 21) સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ? - સહજાનંદ સ્વામી
  • 22) ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? - મોતીભાઈ અમીન
  • 23) ‘બુધિયો દરવાજો' ગુજરાતના ક્યા સ્થાપત્યનો એક ભાગ છે ? - ચાંપાનેરનો કોટ
  • 24) ક્યું સ્થાપત્ય ‘અમદવાદના રત્ન’ તરીકે પ્રખ્યાત છે ? - રાણી સિપ્રીની મસ્જિદ
  • 25) કચ્છ - સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે ? - ઘંટીઘોડા
  • 26) ‘લોકસાહિત્ય વિદ્યાલય' ગુજરાતમાં ક્યાં આવેલું છે ? - જામનગર
  • 27) સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ ક્યું હતું ? - શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ
  • 28) સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા ક્યાંનું રત્ન હતા ? - ચાંપાનેર
  • 29) હવેલી સંગીત ગુજરાતમાં ગવાતા ક્યા પ્રકારના ગીતો છે ? - ધાર્મિક
  • 30) પારસીઓના કાશી તરીકે ગુજરાતનું ક્યું શહેર જાણીતું છે ? - ઉદવાડા

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up