ઓક્ટોબર 2024
14) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દરમિયાન 'G4 જૂથ' સમાચારમાં હતું. તે શું છે ?
1. તેમાં બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાનનો સમાવેશ થાય છે.
2. આ દેશો યુએન સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્ય બનવા માંગે છે.
3. તેની સ્થાપના વર્ષ 2004માં કરવામાં આવી હતી. અને તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
19) તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મલાવી દેશની મુલાકાત લીધી હતી. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે દક્ષિણપૂર્વ આફ્રિકામાં સ્થિત એક લેન્ડલોક દેશ છે.
2. મલાવીની સત્તાવાર ભાષા સ્વાહિલી છે.
3. મલાવીની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
23) નીચેનામાંથી કઈ દિવસના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ફોર ઈન્ટરનેશનલ એક્સેસ ટુ ઈન્ફોર્મેશન' મનાવવામાં આવે છે?
28) ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તે જણાવો ?
1. તે ભારતનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર છે.
2. આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને રૂ.10 લાખ રોકડા, સ્વર્ણ કમળ ચંદ્રક અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવે છે.
3. ઈ.સ. 1969માં સૌપ્રથમ સુશ્રી દેવીકા રાણીને આ પુરસ્કાર એનાયત થયો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
30) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ISRO દ્વારા શરૂ કરવામાં આવનાર આગામી અવકાશ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ આગામી પ્રોજેક્ટમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
1. ચંદ્રયાન 4
2. વિનસ ઓર્બિટર મિશન (VOM)
3. ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS)
4. SUN મિશન 2032
5. નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ (NGLV)
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
31) તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ 2024માં કયા દેશે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા?
41) તાજેતરમાં સમાચારમાં રહેલ ‘વિનસ ઓર્બિટર મિશન' વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ મિશનનો હેતુ શુક્ર ગ્રહની પરિક્રમા કરવાનો છે.
2. આ મિશન માર્ચ 2028માં લોન્ચ કરવામાં આવશે, જ્યારે પૃથ્વી અને શુક્ર તેમની સૌથી નજીક હશે.
3. 2014ના માર્સ ઓર્બિટર મિશન પછી તે ભારતનું બીજું આંતરગ્રહીય મિશન હશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
47) નીચેના નિવેદનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો:
1. ભારતમાં ખાંડ ઉદ્યોગનું ઉત્પાદન મુખ્ય બે ક્ષેત્રોમાં વહેંચાયેલું છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. જેમાં ઉત્તર ભારતમાં ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબ તથા દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.
2. દક્ષિણ ભારતમાં ઉષ્ણ કટિબંધીય આબોહવા છે, જે ઉચ્ચ સુક્રોઝ સામગ્રી માટે યોગ્ય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)