21 થી 25 માર્ચ 2025 નું કરંટ અફેર્સ
14) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયમૂર્તિ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયની નિમણૂક કરાઈ.
2. બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયમૂર્તિ આલોક અરાધેની નિમણૂક કરાઈ.
16) તાજેતરમાં નિધન પામેલા પરમાણુ વૈજ્ઞાનિક રાજગોપાલ ચિદમ્બરમ અંગે અયોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેમણે ભારતના પરમાણુ પરીક્ષણો સ્માઈલિંગ બુદ્ધ અને ઓપરેશન શક્તિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
2. તેઓ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહ્યા હતા
3. તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
17) ઉપરોકત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ્સ: ઓઈલ સીડ્સ (NMEO)ના અમલીકરણ માટે ભારતનો પહેલો ખાદ્ય તેલ વપરાશ સર્વે હાથ ધરાયો હતો.
2. NMEO - તેલીબિયા પહેલ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે શરૂ કરી હતી.
19) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના 9 વર્ષ પૂર્ણ થયા, તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ જાહેર કરાયો.
2. ભારતમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે.
3. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલનું અમલીકરણ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા થાય છે.
21) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 2024માં ભારતની કુલ પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષમતા 15.84% વધીને 209.44 ગીગાવૉટ થઈ ગઈ છે.
2. પવન ઊર્જામાં ગુજરાત અગ્રેસર છે.
3. સૌર ઊર્જામાં રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુનું યોગદાન 71% છે.
22) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં રબર બોર્ડે બે પહેલો iSNR (ઈન્ડિયન સસ્ટેનેબલ નેચરલ રબર) અને ‘INR કનેક્ટ' પ્લેટફોર્મનું અનાવરણ કર્યું.
2. રબર બોર્ડનું વડુમથક કેરળના કોટ્ટાયમમાં આવેલું છે.
23) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વિશ્વમાં પ્રાકૃતિક રબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ થાઈલેન્ડ છે.
2. પ્રાકૃતિક રબર ઉત્પાદનમાં ભારતનો ક્રમ ત્રીજો છે.
3. ભારતમાં પ્રાકૃતિક રબરનું સૌથી વધુ ઉત્પાદન કેરળ કરે છે.
25) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR)એ સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (CTRI)નું નામ બદલીને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોમર્શિયલ એગ્રિકલ્ચરલ (NIRC કર્યું છે.
2. NIRCA આંધ્ર પ્રદેશના રાજમુંદ્રીમાં આવેલી છે.
Comments (0)