06 થી 10 જુન - 2025 નું કરંટ અફેર્સ
1) તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્લોબલ સાઉથ અંગે સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે અમેરિકી વિદ્વાન કાર્લ ઓગ્લેસબી દ્વારા વર્ષ 1969માં રચાયેલો શબ્દ છે.
2. ગ્લોબલ સાઉથમાં બ્રાન્ટ રેખાથી અલગ કરાયેલા લેટિન અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓશિનિયાના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
૩. ગ્લોબલ સાઉથમાં ઈઝરાયેલ, જાપાન, દક્ષિણ કોરિયા (એશિયન દેશો) અને ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ (ઓશિનિયા દેશો)નો સમાવેશ થતો નથી.
2) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ગુજરાત પોલીસે ડ્રોન આધારિત સર્વેલન્સ મારફત ગુનાઈત બનાવો દરમિયાન પોલીસ પ્રતિભાવ સમય વધારવા માટે GP-DRASTI પ્રોજેક્ટ લૉન્ચ કર્યો.
2. GP-DRASTIનું પૂરું નામ ગુજરાત પોલીસ - ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઈન્ટરવેન્શન છે.
3) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.
2. ચોથા નાણાં પંચના કાયમી સભ્ય તરીકે જયંતીલાલ પટેલ, સુનીલ સોલંકી અને અભયસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
5) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગુજરાતમાં ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહની વસતી ગણતરી હાથ ધરવામાં આવશે.
2. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી.
12) મુંદ્રા પોર્ટ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે ભારતનું સૌથી મોટું વાણિજ્યિક બંદર છે.
2. તે ગુજરાતના કચ્છમાં આવેલું છે.
3. મુંદ્રા પોર્ટની માલિકી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) પાસે છે.
13) તાજેતરમાં કેંદ્રીય મંત્રી સી.આર. પાટીલે જળ સંસાધન પહોંચ અને પારદર્શકતામાં સુધારા માટે કઈ પહેલ લૉન્ચ કરી ?
1. રિઝર્વોયર સ્ટોરેજ મોનિટરિંગ સિસ્ટમ (RSMS) પોર્ટલ.
2. જળ સંસાધન ગણતરી એપ્લિકેશન અને પોર્ટલ.
14) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની નિમણૂક કરવામાં આવી.
2. ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીએ રિતુરાજ અવસ્થીનું સ્થાન લીધું છે.
3. 23મા કાયદા પંચના કાયમી સભ્ય તરીકે વકીલ હિતેશ જૈન અને પ્રો.ડી.પી. વર્માની નિમણૂક કરાઈ.
15) નીચેનામાંથી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં નવી દિલ્હી ખાતે હિંદી સાહિત્યકારો માટે કલમ અને કવચ કાર્યક્રમ યોજાયો હતો.
2. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વર્ષ 2025ને 'યર ઓફ રિફોર્મ્સ' ઘોષિત કર્યું હતું.
18) 'સાગરમાલા' કાર્યક્રમના સ્તંભોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
1. બંદર આધારિત ઔદ્યોગિકીકરણ
2. તટીય સામુદાયિક વિકાસ
3. બંદરોનું આધુનિકીકરણ
4. તટીય શિપિંગ અને IWT
5. બંદર સંયોજકતા
19) નીચેનામાંથી સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના વિષે યોગ્ય વિધાન/વિધાનો જણાવો.
1. ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા આ યોજના 5 એપ્રિલ, 2016ના રોજ લૉન્ચ કરાઈ હતી.
2. યોજનાનું અમલીકરણ નાણાં મંત્રાલય અંતર્ગતના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીઝ દ્વારા કરવામાં આવે છે.
3. લખનઉ સ્થિત સ્મૉલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) આ યોજના માટે નોડલ એજન્સી છે.
22) નીચેનામાંથી ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં બ્રાઝિલના ફોજ ડૂ ઈગુઆકુમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025 યોજાયો હતો.
2. વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ભારતે 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા.
3. વર્લ્ડ બોક્સિંગ કપ 2025ની મેડલ ટેલીમાં ભારત બીજા સ્થાને રહ્યું હતું.
23) નીચેનામાંથી ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વર્લ્ડ બોક્સિંગ કપનું આયોજન વર્લ્ડ બોક્સિંગ દ્વારા કરવામાં આવે છે.
2. વર્લ્ડ બોક્સિંગનું વડુમથક સ્વિત્ઝર્લેન્ડના લૉઝેનમાં આવેલું છે.
3. વર્લ્ડ બોક્સિંગની સ્થાપના 2023માં કરવામાં આવી હતી.
24) તાજેતરમાં હરિયાણાના ભિવાની જિલ્લામાં બે હડપ્પા સ્થળો મળી આવ્યા તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. મિતાથલ : સમ્રાટ સમુદ્રગુપ્તના સિક્કાઓનો ભંડાર મળી આવ્યો.
2. તિઘરાના: સોથિયન નામથી ઓળખાતા તામ્રપાષાણ કૃષિ સમુદાયોના નિવાસના પુરાવા મળી આવ્યા.
25) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.
1. PM નરેન્દ્ર મોદીએ હરિયાણાના યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ ખાતે ત્રીજા થર્મલ પાવર એકમનું ઉદ્દઘાટન કર્યું.
2. આ એકમની સ્થાપના હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિ. (HPGCL)એ કરી છે.
Comments (0)