માર્ચ 2025
52) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 3-1થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી.
2. ભારતનો જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.
53) ગણતંત્ર દિવસ 2025માં ગુજરાતના ટેબ્લો અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગુજરાતના ટેબ્લોની થીમ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' તથા ‘આનર્તપુર સે એકતાનગર તક - વિરાસત સે વિકાસ કા અદ્ભુત સંગમ' હતી.
2. ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
54) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ (PB સંમેલનનું આયોજન ભુવનેશ્વર (ઓડિશા)માં કરાયું હતું.
2. 18મા પ્રવાસી ભારતીય દિવસની થીમ ‘ડાયસ્પોરા'સ કોન્ટ્રિબ્યુશન ટુ એ વિકસિત ભારત' હતી.
55) તાજેતરમાં 2025ના પદ્મ પુરસ્કારોની ઘોષણા કરાઈ તે અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. પદ્મવિભૂષણ - 7
2. પદ્મભૂષણ- 19
3. પદ્મશ્રી - 113
56) તાજેતરમાં હરવિન્દરસિંહને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ પુરસ્કાર મેળવનારો તે પ્રથમ પેરા તીરંદાજ છે.
2. 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
59) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કેંદ્ર સરકારે પરમાણુ ઊર્જા આયોગ (AEનું પુનર્ગઠન કર્યું.
2. પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ તરીકે અજિતકુમાર મોહંતીની નિયુક્તિ કરાઈ.
3. AECનું પ્રથમવાર ગઠન 1948માં કરાયું હતું.
64) નીતિ આયોગના ફિસ્કલ હેલ્થ ઈન્ડેક્સ (FHI) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઓડિશા ટોચના પ્રદર્શન કરનારા રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.
2. ગુજરાત અચીવર શ્રેણીમાં પાંચમા સ્થાને રહ્યું.
3. આ ઈન્ડેક્સને મુખ્ય 4 શ્રેણીઓ અચીવર, ફ્રન્ટ-૨નર, પરફોર્મર અને એસ્પિરેશનલમાં વિભાજિત કરાયો છે.
67) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે મિશન મૌસમ પહેલ લૉન્ચ કરી છે.
2. મિશન મૌસમનો ઉદ્દેશ ભારતને વર્ષ 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ વેધર રેડી અને કલાઈમેટ સ્ટાર્ટ બનાવવાનો છે.
3. આ મિશનનું અમલીકરણ ભારતીય હવામાન વિભાગ (IM, નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિયરોલોજી કરે છે.
69) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારત ક્લાઈમેટ ફોરમ 2025નું આયોજન કરાયું હતું.
2. ભારત ક્લાઈમેટ ફોરમ 2025માં ભારત ક્લીનટેક મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મનું અનાવરણ કરાયું.
70) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. સ્ટાર્ટઅપ પોલિસીનું અમલીકરણ કરવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે.
2. ગુજરાતને સતત ચોથા વર્ષે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મરનો એવોર્ડ એનાયત કરાયો.
75) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરાયો.
2. ચંડીગઢ યુનિવર્સિટી, પંજાબને મૌલાના અબુલ કલામ આઝાદ (MAK ટ્રોફી એનાયત કરાઈ.
76) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. PM મોદીએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગ વચ્ચે Z-મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું.
2. Z-મોડ ટનલને સોનમર્ગ ટનલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આ ટનલ 8,650 ફૂટની ઊંચાઈએ સ્થિત છે અને તેની લંબાઈ 6.5 કિ.મી. છે.
82) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે બે ફાસ્ટ વેસેલ્સ (FPV) અમૂલ્ય અને અક્ષય લૉન્ચ કરાયા.
2. FPV અમૂલ્ય અને અક્ષયનો વિકાસ ગોવા શિપયાર્ડ લિ. (GSL)એ કર્યો છે.
87) ખો ખો વર્લ્ડ કપ 2025 અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેના મેસ્કોટ તેજસ અને તારા છે.
2. તેની મેજબાની ભારતે કરી હતી.
3. તેમાં ભારતની પુરુષ અને મહિલા બન્ને ટીમ ચેમ્પિયન બની.
4. આ વર્લ્ડ કપનું આયોજન ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ ખો ખો ફેડરેશને કર્યું હતું.
88) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR)એ સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (CTRI)નું નામ બદલીને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોમર્શિયલ એગ્રિકલ્ચરલ (NIRC કર્યું છે.
2. NIRCA આંધ્ર પ્રદેશના રાજમુંદ્રીમાં આવેલી છે.
93) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતે પ્રથમ 24/7 સાંકેતિક ભાષાની TV ચેનલ ચેનલ31 લૉન્ચ કરી.
2. ચેનલ 31 ઈ-વિદ્યા કાર્યક્રમનો ભાગ છે.
3. ચેનલ 31નું સંચાલન નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) દ્વારા કરાવમાં આવી રહ્યું છે.
94) સુપર સ્વચ્છ લીગ (SSL)ની શ્રેણીમાં ગુજરાતના ક્યા શહેર/શહેરોનો સમાવેશ થાય છે ?
1. પાટણ
2. સુરત
3. ભાવનગર
4. મહેસાણા
96) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) 2023-24 અંગે રિપોર્ટ જાહેર કર્યો.
2. UDISEનું સંચાલન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (NIEP નવી દિલ્હી દ્વારા કરાઈ રહ્યું છે.
99) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. યુદ્ધ ક્ષેત્રોના પ્રવાસનને પ્રોત્સાહન આપવા ભારત સરકારે ભારત રણભૂમિ દર્શન એપ લૉન્ચ કરી.
2. આ એપનો વિકાસ સંરક્ષણ મંત્રાલય, પ્રવાસન મંત્રાલય અને ભારતીય સેનાએ કર્યો છે.
Comments (0)