ગુજરાતના જિલ્લાઓ
- 31) પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર સાથે ક્યો જિલ્લો સંબંધિત છે ? - સુરેન્દ્રનગર
- 32) કચ્છ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે ? - બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી
- 33) અમદાવાદની સ્થાપનાનું સ્થળ ક્યું છે ? - માણેકબુરજ
- 34) ખોડીયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા ક્યા જિલ્લામાં આવેલું છે ? - ભાવનગર
- 35) નારદ - બ્રહ્માની મૂર્તિવાળું કામરેજ ક્યા જિલ્લામાં છે ? - સુરત
- 36) ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર ક્યા 11 જિલ્લામાં આવેલું છે ? - ગાંધીનગર
- 37) લખોટા કિલ્લો ક્યા આવેલો છે ? - જામનગર
- 38) વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી કઈ છે? - નર્મદા
- 39) ગુજરાતમાં વિધાનસભાની સૌથી ઓછી બેઠકો ધરાવતો જિલ્લો ક્યો છે? - ડાંગ
- 40) ઈફકો લિમિટેડ કંપનીનું મથક કલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - ગાંધીનગર
- 41) નીચેનામાંથી મગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? - 17 જુન
- 42) શુદ્ધ ઘી માટે પ્રખ્યાત સ્થળ ખંભાળિયાનો જિલ્લો જણાવો. - દેવભૂમિ દ્વારકા
- 43) રાજપીપળાની ટેકરીઓમાંથી ક્યા પથ્થરો મળી આવે છે? - અકીકના પથ્થરો
- 44) ભગવાન મલ્લિનાથનું પવિત્ર યાત્રાસ્થળ ભોયણી ક્યા જિલ્લામાં આવેલું છે ? - મહેસાણા
- 45) બનાસકાંઠા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા
- 46) સૌથી વધુ દૂધાળા પશુઓ ક્યા જિલ્લામાં છે ? - ખેડા
- 47) ધોરાજી કિલ્લો ક્યા જિલ્લામાં આવેલો છે ? - રાજકોટ
- 48) પાટણ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર
- 49) પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલીનો જિલ્લો જણાવો, - સાબરકાંઠા
- 50) આજવા ડેમ ક્યા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે ? - વડોદરા
- 51) ભવનાથ તળેટી ક્યા આવેલી છે ? - જૂનાગઢ
- 52) આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ ક્યા જિલ્લામાં છે? - વલસાડ
- 53) જામફળના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લાનું સ્થળ ? - ધોળકા
- 54) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ? - અમદાવાદ
- 55) આખ્યાનના પિતા ભાલણનું જન્મ સ્થળ ક્યું છે? - પાટણ
- 56) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલું યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં છે ? - કચ્છ
- 57) ખેડા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે? - પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા
- 58) એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ક્યું છે? - ભાવનગર
- 59) ભાવી દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી ક્યા જિલ્લામાં આવેલી છે ? - જામનગર
- 60) મહાકાળી માતાનું મંદિર ક્યા ડુંગર પર આવેલું છે ? - પાવાગઢ ડુંગર
Comments (0)