06 થી 10 નવેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
1) 25મી SCO સમિટ 2025 વિશે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. SCO સમિટ 2025ની થીમ 'Upholding the Shanghai Spirit: SCO on the Move' હતી.
2. SCO દ્વારા 2025-26 માટે કિર્ગિસ્તાનના ચોલપોન-આટા શહેરને *SCOની પ્રવાસી અને સાંસ્કૃતિક રાજધાની' તરીકે જાહેર કર્યું.
3. આ સમિટમાં PM મોદીએ પીપલ-ટુ-પીપલ જોડાણ અને સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવા માટે 'Civilizational Dialogue Forum' શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
2) 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ દિવસે ગુજરાતના પાંચ શિક્ષકોને 'નેશનલ ટીચર્સ એવોર્ડ 2025' એનાયત કરવામાં આવ્યા.
2. વર્ષ 2025ની થીમ "Inspiring the Next Generation of Learners" હતી.
૩. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
4) 8 સપ્ટેમ્બર, 2025 : આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ વિશે યોગ્ય વિધાન પસંદ કરો.
1. વર્ષ 2025ની થીમ : ડિજિટલ યુગમાં સાક્ષરતાને પ્રોત્સાહન આપવું.
2. આ વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO) દ્વારા ફ્રાંસનાં પેરિસ શહેર ખાતે કરવામાં આવી.
6) પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025 બાબતે યોગ્ય વિધાનો ધ્યાને લો.
1. આ ચેમ્પિયનશિપ ઇંગ્લેન્ડના લિવરપૂલમાં યોજાઈ હતી.
2. તાજેતરમાં તેને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા બોક્સિંગ સ્પોર્ટ માટે સંચાલન મંડળ તરીકેની માન્યતા પ્રાપ્ત થઈ છે.
3. 4 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને રહ્યો હતો.
9) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો.
1. દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા BIS -15700 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યો છે.
2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતેથી "DIAL-112" અંતર્ગત ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) "જનરક્ષક પ્રોજેક્ટ" લોન્ચ કરવામાં આવ્યો હતો.
12) 2 સપ્ટેમ્બર, 2025 'વિશ્વ નાળિયેર દિવસ' બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. થીમ "Uncovering Coconut's Power, Inspiring Global Action." હતી.
2. ગુજરાતમાં મુખ્યત્વે નાળિયેરનું ઉત્પાદન ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકામાં થાય છે.
3. સૌથી વધુ નારિયેળ ઉત્પાદન કરતા ભારતનાં રાજ્યોમાં ગુજરાત 7મા ક્રમે.
13) સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન્સ 2025 સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 ચીનના બેઇદાઇહેમાં યોજાઈ હતી.
2. આનંદકુમાર વેલકુમારે સિનિયર મેન્સ 1000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ અને 500 મીટર સ્પ્રિન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
15) તાજેતરમાં યોજાયેલ નેશનલ એગ્રિકલ્ચરલ કૉન્ફરન્સ-રવી અભિયાન 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR) - ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI) ખાતે યોજાયું હતું.
2. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય (MoA & FW) દ્વારા આયોજન કરવામાં આવ્યું.
૩. કોન્ફરન્સની થીમ : વન નેશન-વન એગ્રિકલ્ચર-વન ટીમ'.
16) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો.
1. DSC A22 (યાર્ડ 327) ભારતીય નૌસેનાના DSC પ્રોજેક્ટનું ત્રીજું જહાજ બંગાળના કોલકાતાના ટીટાગઢ ખાતે 'ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ (DSC) A22 (યાર્ડ 327)' લોન્ચ કર્યું
2. તેનું નિર્માણ મેસર્સ ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ (TRSL) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. તેને ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ (IRS)ના નિયમો હેઠળ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે.
19) 11મા વિમેન્સ હૉકી એશિયા કપ 2025 બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.
1. ફાઇનલમાં ભારતને હરાવીને ચીને ખિતાબ જીત્યો.
2. આ ચેમ્પિયનશિપ ચીનના હાંગઝોઉમાં યોજાઈ હતી.
૩. આ જીતની સાથે જ, ચીન FIH વિમેન્સ વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થનારી 7મી ટીમ બની ગઈ છે, જે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાશે.
20) 18 સપ્ટેમ્બર, 2025 17મો વર્લ્ડ બામ્બૂ ડે સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિધાન પસંદ કરો.
1. થીમ : નેક્સ્ટ જનરેશન બામ્બૂ સોલ્યુશન, ઇનોવેશન અને ડિઝાઇન.
2. વર્લ્ડ બામ્બૂ ઓર્ગેનાઇઝેશન (WB0) દ્વારા થાઇલેન્ડના બેંગકોકમાં યોજાયેલી 8મી વર્લ્ડ બામ્બૂ કોંગ્રેસ (WBC) દરમિયાન વર્ષ 2009માં વર્લ્ડ બામ્બૂ ડેની સ્થાપના કરવામાં આવી હતી.
૩. વાંસને વૈશ્વિક સ્તરે ગ્રીન સ્ટીલ તરીકે અને ભારતમાં ગ્રીન ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.
21) તાજેતરમાં યોજાયેલ 17માં એશિયા કપ 2025 વિશે નીચેના વિધાન ચકાશો.
1. આ ટૂનમિન્ટ ભારત દ્વારા જીતવામાં આવી છે.
2. આ ટૂર્નામેન્ટ BCCI દ્વારા યોજવામાં આવે છે.
3. ભારતીય ખેલાડી કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
24) 25મી ઇન્ટરપોલ એશિયન રિજનલ કોન્ફરન્સ 2025 સંદાર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ કૉન્ફરન્સ સિંગાપોરમાં આવેલા ઇન્ટરપોલ ગ્લોબલ કોમ્પ્લેક્ષ ફોર ઇનોવેશન (IGCI) ખાતે યોજાઈ હતી.
2. આ કોન્ફરન્સ દરમિયાન, ભારત ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (INTERPOL) એશિયમ કમિટીના વર્ષ 2025- 2029 કાર્યકાળ માટે સભ્ય તરીકે ચૂંટાયો હતો.
3. ઇન્ટરલોપ એલિયન કમિટી એ ઇન્ટરપોલની એશિયન રિજનલ કોન્ફરન્સ સાથે સંકળાયેલી એક સલાહકાર સંસ્થા છે.
Comments (0)