રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગુજરાત પાક્ષીક : 15. ઓગસ્ટ -2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગ્રીન હાઈડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયુ બન્યું છે?

2) દેશભરની શ્રેષ્ઠ PM SHRI શાળાઓમાં સ્થાન પામનાર ગુજરાતની શ્રીકૃષ્ણ આશ્રમશાળા કયા આવેલી છે?

3) પીએમ ધનધાન્ય કૃષિ યોજના અંતર્ગત દેશમાં ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા કેટલા જિલ્લાઓમાં ઉત્પાદકતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે?

4) ૩૦ ગીગાવોટના હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક કચ્છ જિલ્લાના કયા સ્થળે નિર્માણાધીન છે?

5) ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓના જમીન અને જંગલના અધિકારો માટે અંગ્રેજ શાસન સામે કયો સશસ્ત્ર વિદ્રોહ કર્યો હતો?

6) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લામાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત લીધી હતી?

7) લખપતિ દીદી અભિયાન હેઠળ સમગ્ર દેશમાં લખપતિ દીદી બનાવવાનું લક્ષ્યાંક છે.

8) મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ 'રાખીમેળા”નું ઉદ્ધાટન કયા જિલ્લા ખાતે કર્યું હતું?

9) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સ્થળે રૂ. ૧૭ કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લીધી હતી?

10) યુરોપમાં યોજાયેલા મોંટોયર ફેસ્ટિવલમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની દિકરીનું નામ શું છે?

11) દરિયાઈ માછલીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?

૧. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બીજા સ્થાને છે.
૨. છેલ્લા ૪ વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનની વાર્ષિક સરેરાશ લગભગ ૮.૫૬ લાખ મેટ્રિક ટન રહી છે.

12) તાજેતરમાં ઉજવાયેલ વિશ્વ સિંહ દિવસ બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?

૧. આ ઉજવણી દેવભૂમિ દ્વારકાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી.
૨. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંહના વિચરણનો વિસ્તાર ૩ જિલ્લાથી વધીને ૧૧ જિલ્લામાં થવાનો ઉલ્લેખ કર્યો હતો.

13) માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સમ્માન નિધિનો .......... મો હપ્તો ..........ખાતેથી રીલીઝ કર્યો હતો.

14) મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ૨.૦ અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર કુલ ખર્ચના કેટલા ટકા સહાય આપશે?

15) દર વર્ષે નીચેનામાંથી કયા દિવસે ગુજરાત સહિત ભારતભરમાં 'સંસ્કૃત દિવસ” ઉજવવામાં આવે છે?

16) કેન્દ્રિય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતના કયા શહેરથી અયોધ્યા સુધીની સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું?

17) ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે ખરીદવામાં આવેલા વાહનનું નામ શું આપવામાં આવ્યું છે?

18) કયા દેશના ૧૪ યુવા સાંસદો અને ૮ પક્ષોના અગ્રણીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી?

19) વિના મૂલ્યે બીજ વિતરણ કરતી 'વંદે વસુંધરા બીજ બૅન્ક' શરૂ કરનાર શ્રી રાજેશભાઈ બારૈયા કયા જિલ્લાના વતની છે?

20) MISTHI યોજના અંતર્ગત ચેરના વૃક્ષોના વાવેતરમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કયુ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up