ગુજરાત પાક્ષીક : 15. સપ્ટેમ્બર -2025 ક્વીઝ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પૂર પ્રભાવિત પંજાબ રાજ્યને મદદ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશેષ રાહત ટ્રેનને …………. રેલવે સ્ટેશન પરથી પ્રસ્થાન કરાવ્યું.

2) શિક્ષકદિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરીને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા?

3) નીચેનામાંથી કયા દેશના નાણામંત્રી ગિફ્ટ સિટી ખાતે રોકાણની સંભાવનાઓ ચકાસવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા?

4) શિક્ષકદિન નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે?

5) ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) વિધેયક ૨૦૨૫ દ્વારા ગુજરાતના ૬ વિભાગોના .............. કાયદાઓની .............. જોગવાઈઓને decriminalized કરવામાં આવી.

6) “આચાર્ય દેવો ભવ:” એ............. માં કહેવાયું વાક્ય છે.

7) રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની પુનઃરચના દર કેટલા વર્ષે કરવામાં આવે છે?

8) ડાયાબિટીક ફૂડ, સોયામિલ્ક, દૂધની બનાવટના પીણાં અને ફૂટપલ્પના પીણાં પર નવા જીએસટી સુધારા હેઠળ વેરો ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યો?

9) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા નેક્સ્ટ જૈન જીએસટી સુધારા અંતર્ગત નીચેનામાંથી કયા ઉત્પાદન/સેવાને વેરા મુક્તિ આપવામાં આવી છે?

10) રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ વીજ વપરાશના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ કેટલો ઘટાડો કરવામાં આવ્યો?

11) 56 મી જીએસટી કાઉન્સિલ ની બેઠક માં ૧૨૦૦ CC થી ઓછી એન્જિન કેપેસિટી ધરાવતી પેટ્રોલ, LPG અને CNG ગાડીઓ પરનો જીએસટી ૨૮% થી ઘટાડીને કેટલો કરવામાં આવ્યો?

12) કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત લાભાર્થી દીઠ કેટલી સહાય ચૂકવવામાં આવે છે?

13) ગુજરાતના પ્રજાજનો વાંચન માટે પ્રેરાય તે માટે કેટલા સરકારી પુસ્તકાલયના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે?

14) આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાને બદલે, એક જ ૧૧૨ નંબર શરૂ કરવાના પ્રોજેક્ટનું નામ શું છે?

15) રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રીસરફેસિંગ અને આનુસંગિક કામગીરી માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે?

16) રાજ્ય સરકારે અ વર્ગની નગરપાલિકાઓના વિકાસ કામો માટે નગરપાલિકા કક્ષા સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની નાણાકીય મર્યાદા હાલની રૂપિયા ૫૦ લાખથી વધારીને કેટલી કરી?

17) રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કે સંબંધિત થયેલ પ્રગતિની માહિતી મળી શકે તે માટે શરૂ કરાયેલ પહેલ એટલે..

18) મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના હેઠળ ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસમાં લાભ મેળવવા માટે ધોરણ ૧૦માં ....... કે તેથી વધુ પર્સન્ટાઈલ લાવવા જરૂરી છે.

19) નીચેનામાંથી કયા દેશના પ્રતિનિધિઓએ ગુજરાતના સેમીકંડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી?

20) “ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર” કોનું પ્રથમ પુસ્તક છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up