24) તાજેતરમાં જારી CEEW રિપોર્ટ અનુસાર, કયા રાજ્યો વૉટર મેનેજમેન્ટમાં ટોચનું સ્થાન ધરાવે છે?
41) તાજેતરમાં નીચેનામાંથી વર્ષ 2024ની “આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દિવસ'ની થીમ શું છે?
56) નીચેનામાંથી “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ' વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના વિભાજનના વિરોધમાં કલકતા ટાઉન હોલમાં 1905માં શરૂ કરાયેલ સ્વદેશી ચળવળની યાદમાં 7 ઓગસ્ટની તારીખ પસંદ કરવામાં આવી હતી.
2. 7 ઓગસ્ટ, 2015ના રોજ પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
63) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને બદલીને 'યુનિફાઈડ પેન્શન સ્કીમ” (UPS)ને મંજૂરી આપી છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે ટી.વી. સોમનાથન સમિતિ (2023)ની ભલામણો પર આધારિત છે.
2. આ પેન્શન યોજના 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે.
3. આ UPS સ્કીમ હેઠળ લાયક કર્મચારીઓને નિવૃત્તિ પહેલાના છેલ્લા 12 મહિનામાં તેમના સરેરાશ મૂળભૂત પગારના 50% જેટલા પેન્શનની ખાતરી આપવામાં આવી છે.
4. આ સ્કીમ હેઠળ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને તેમના પહેલા કર્મચારીના પેન્શનના 60% જેટલું ખાતરીપૂર્વકનું પેન્શન મળશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
73) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દરમિયાન 'G4 જૂથ' સમાચારમાં હતું. તે શું છે ?
1. તેમાં બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાનનો સમાવેશ થાય છે.
2. આ દેશો યુએન સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્ય બનવા માંગે છે.
3. તેની સ્થાપના વર્ષ 2004માં કરવામાં આવી હતી. અને તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
86) નીચેના નિવેદનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો:
1. ભારતમાં ખાંડ ઉદ્યોગનું ઉત્પાદન મુખ્ય બે ક્ષેત્રોમાં વહેંચાયેલું છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. જેમાં ઉત્તર ભારતમાં ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબ તથા દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.
2. દક્ષિણ ભારતમાં ઉષ્ણ કટિબંધીય આબોહવા છે, જે ઉચ્ચ સુક્રોઝ સામગ્રી માટે યોગ્ય છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
100) ‘ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023' (ISFR-2023)ના સંદર્ભમાં નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો?
1. આ રિપોર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
2. આ રિપોર્ટ અનુસાર દેશનો કાર્બન સ્ટોક 7,285.5 મિલિયન હોવાનો અંદાજ છે.
3. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ફોરેસ્ટ કવરમાં 159 ચોરસ કિમીનો વધારો થયો છે.
4. આ રિપોર્ટ અનુસાર દેશમાં કુલ મેન્ગ્રોવ કવર 4,991.60 ચોરસ કી.મી. છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)