ગુજરાતી વ્યારકણ ટેસ્ટ - 07

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. સ્વ + ઈરિણી = સ્વેરિણી
2. ક્ષુધા + તૃષા = ક્ષુતૃષા
3. ભગવત્ + લીલા = ભગવત્લીલા
4. પ્રતિ + સેધ = પ્રતિશેધ

2) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરૂદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. બદગોઈ પ્રશંસા
2. બદબોઈ x વખાણ
3. બુદ્ધિમંદ x અક્કલમંદ
4. બુભુક્ષિત × ભુક્ત

3) નીચે આપેલ વિકલ્પો પૈકી ખરી જોડણી ઓળખો.

4) સામાસિક શબ્દ અને તેના પ્રકાર વિષે નીચે પૈકી કયું/કયાં જોડકું / જોડકાં સાચું/ સાચાં છે?

1. ખુશખબર - મધ્યમપદલોપી
2. લાભાલાભ –દંન્દ્ર
3. પ્રધાનમંત્રી - કર્મધાર્ય
4. લક્કડખોદ - ઉપપદ

5) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. હવા કાઢી નાખવી :- મિજાજ ઓછો કરવો
2. હવામાં બાચકા ભરવા :- અશક્ય કામ કરી બતાવવું
3. હવામાં કિલ્લા બાંધવા :- જાદુ કરી બતાવવો
4. હવામાં હીંચકા ખાવા :- કામધંધા વિનાનું રહેવું

6) ગુજરાતી વ્યાકરણ : બે કે વધારે શબ્દોના સંયોગથી થયેલા શબ્દને શું કહે છે?

7) ગુજરાતી ભાષામાં શ્લેષ કયો અલંકાર છે?

8) ‘બાર ભૈયાને તેર ચોકા' - કહેવતનો અર્થ જણાવો.

9) નીચે આપેલા અલંકારોના ઉદાહરણ ધ્યાને લઈ તેના વિશ્લેષણનો સાચો વિકલ્પ પસંદ કરો.

1. બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાઈની નજર એ બે બોકડા પર પડી.
2. મારી વીણાની વાણ જગાડી તું જા !
3. અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે.
4. કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી ચોરી લે પાપ જન્મોનાં

10) નીચે આપેલા અલંકારોના ઉદાહરણ ધ્યાને લઈ તેના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“હાથ ગૂંથેલ એના હેમના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે'
1. ઉપમા
2. અંત્યાનુપ્રાસ
3. રૂપક
4. વર્ણાનુપ્રાસ

11) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : “અનુસરણ”

12) નીચે વિગતોને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

13) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. કુમળું ઝાડ વાળીએ તેમ વળે
2. બહુ ડાહ્યો બહુ ખરડાય
3. ચેતતો નર સદા સુખી
4. પાકા ઘડે કાંઠા ન ચડે

14) નીચે આપેલા અર્થોને ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

1. દીઠે દેહ બળે ને સૂતે સોડ બળે - જોયું ન જવું
2. પારકું વગોણું ને જગલાનું જોણું - બીજાનું વગોણું હોય તે જોવા સૌ ભેગા થાય
3. પેટથી સૌ હેઠ - બીજાને નગણ્ય માનવા
4. જેવું મોં તેવું પાન - જેવી વ્યક્તિ તેવો તેનો આદર સત્કાર

15) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

1. જિગીષા, વિજિગીષા, જિજીવિષા, અભીપ્સા
2. રુરુદિષા, મુમૂર્ષા, મુમુક્ષા, શુશ્રૂષા
3. કનિષ્ઠ, અનિષ્ટ, જયેષ્ઠ, વિશિષ્ટ
4. અગાશી, અગાસી, ઉજાશ, ઉજાસ

16) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ગગનમાં ગાજવું : મોટેથી બોલવું
2. ગગને ચડવું : ફુલાવું
3. ગગનમાં કુસુમ વીણવાં : અસંભવિત કામ કરવાનો પ્રયત્ન કરવો
4. ગગન સાથે વાતો કરવી : બડાઈ મારવી

17) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકારના પ્રકાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો_

1. એનાં ચકળવકળ થતાં નેણ રખે માછલીઓ હલમલતી.
2. ધૃતિ જે તને જીવાડતી, ધૂતિ તે તને સંહારતી, જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી.
3. માછલીની ઘોડે તે સાગરમાં સેલ્લારા મારે છે.
4. કામિની-કોકિલા કેલી કૂજન કરે.

18) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પાણી પહેલાં પાળ બાંધવી
2. ચેતતો નર સદા સુખી
3. કોદરાની કોદરી કરી
4. બહુ ડાહ્યો બહુ ખરડાય

19) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

"માટીના માનવી માટી માંહે મળી કાય તારી જશે જાણ ભાઈ,
જીવ જાણે નહિ જાય જુદો પડી કાયનો થાય શો હાલ આહીં?”

20) બધી જોડણી સાચી હોય તેવાં વાક્યોનો વિકલ્પ પસંદ કરો.

1. શ્વાસ લેતાં હવા અંદર પ્રવેશે છે ત્યારે ભાગ્યે જ કોઈ વાચિક ધ્વનિ ઉત્પન્ન થાય છે.
2. નાદતંત્રીઓના તંગપણાને ઓછું વત્તું કરી શકાય છે.
3. સંસ્કૃતનો વિશ્વસર્ગ પણ આ જાતનો ધ્વની હતો.
4. વાણી શરીરતંત્રની એક આવશ્યક પ્રક્રિયા શ્વાસોચ્છ્વાસની ઉપપેદાશ છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up