ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩ ગ્રુપ -Bની મુખ્ય પરીક્ષા માટે ઓફલાઇન ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Scrutiny) અને ચોઇસ ફીલિંગ માટે સંભવિત તારીખ બાબત
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ -A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ-Bની મુખ્ય પરીક્ષાના અંતે સામાન્ય વહીવટ વિભાગના તા.૧૮/૦૫/૨૦૨૩ના જાહેરનામાંથી નિયત થયેલ ૪૦% લઘુત્તમ લાયકી ધોરણને ધ્યાને લઈ લાયક ગણવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ યાદી તા.19/07/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
- સદરહું પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારો માટે ઓફલાઇન ડોક્યુમેન્ટ ચકાસણી અને ઓફલાઇન ચોઇસ ફીલિંગની કાર્યવાહી મંડળ દ્વારા સંભવિત તારીખ તા: 25/07/2025 થી શરૂ કરવાનું આયોજન કરાયેલ છે.
- જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લઇ ઓફલાઇન ડોક્યુમેન્ટ ચકાસણી અને ચોઇસ ફીલિંગ માટેના જરૂરી દસ્તાવેજ/પ્રમાણપત્રો તૈયાર રાખવા સુચન કરવામાં આવે છે.આ અંગેનો વિગતવાર કાર્યક્રમ મંડળ દ્વારા હવે પછી વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી.
▪️ઓફીશીયલ નીટીફીકેશન જોવા માટે : અહીં ક્લીક કરો

--------------------------------------------------
▪️ GSSSB Official Notification : Click Here
▪️ GSSSB Official Website : Click Here
--------------------------------------------------

Comments (0)