Juniortest : Revenue Talati : Time Table (Week - 7)
Last Updated :06, Sep 2025
(1) લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી તા.૧૭/૦૯/૨૦૨૫ થી તા.૩૦/૦૯/૨૦૨૫ દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે.
(2) દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની યાદી તા.૨૭/૦૮/૨૦૨૫ નારોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. કવોલીફાઇડ થયેલ ઉમેદવારો તા.૧૦/૦૯/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
(3) ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત કરેલ એક એક નકલ નીચે જણાવેલ (A) થી (I) મુજબ ક્રમ પ્રમાણે ગોઠવી અચુક સાથે લાવવાની રહેશે. આ તમામ પ્રમાણપત્રો તા.૦૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઇએ.
(A) જન્મ તારીખના પુરાવા તરીકે એસ.એસ.સી. / એચ.એસ.સી.. અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડયાના પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય.
(B) ધોરણ-૧૨ અથવા તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્ર તથા ગુણપત્રકના પ્રમાણપત્ર
(C) અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર.
(D) નિયત કરેલ નમુના મુજબનું એન.સી.સી. “સી” સર્ટીફીકેટ.
(E) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી / રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર.
(F) રમતવીરો અંગે સક્ષમ અધિકારી દ્વારા સરકારના પરીપત્ર ક્રમાંક : સી.આર.આર./૧૦૭૩/૨૬૬૦/ ગ-૨, તા.૨૫/૨/૧૯૮૦ તેમજ આ પછી સરકારશ્રીના વખતોવખતના પરીપત્રોથી આપેલ સુચના તેમજ ફોર્મ મુજબ અધિકૃત અધિકારીના રમત-ગમતના પ્રમાણપત્ર.
(G) વિધવા મહિલા ઉમેદવારોએ પોતાના પતિના અવસાન થયેલાનું પ્રમાણપત્ર તેમજ પુન: લગ્ન કરેલ નથી તેનું બાંહેધરી પત્ર.
(H) માજી સૈનિકના કિસ્સામાં આર્મી/નેવી/એરફોર્સના સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા ઓળખપત્ર.
(I) ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમ્યાન અવશ્ય સાથે અસલમાં લાવવાનુ રહેશે. જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઇપણ પૂરાવો જેવો કે, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ વિગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમ્યાન અવશ્ય સાથે લાવવાના રહેશે.
(4) દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે ANNEXURE-3 ફોર્મ ભરીને લાવવાનું રહેશે. જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહીં કલીક કરો.....
(5) સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC), અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જન જાતિ (ST) ના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું નિયમોનુસારનું ફોર્મ ભરીને (જરૂરી દસ્તાવેજો સાથે) અવશ્ય લાવવાનું રહેશે. ફોર્મની વિગત નીચે મુજબ છે.
(A) SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલીક કરો.....
(B) SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલીક કરો....
(C) ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલીક કરો.....
------------------------------------------
▪️ LRD Official Notofication (pdf) : Click Here
▪️ LRD Official Website : Click Here
------------------------------------------
પોલીસ કોન્સ્ટેબલ : ઉમેદવારોનાં માર્ક્સ જોવા માટેની સુચના : અહીં ક્લીક કરો
પોલીસ કોન્સ્ટેબલ Provisional Answer Key જાહેર : અહીં ક્લીક કરો
પોલીસ કોન્સ્ટેબલ ફુલ અભ્યાસક્રમ પ્રમાણે મોકટેસ્ટ : અહીં ક્લીક કરો
પોલીસ સબ ઈન્સ્પેક્ટર Provisional Answer Key જાહેર : અહીં ક્લીક કરો
------------------------------------------
Comments (0)