નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
▪️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક : ૩૦૧/૨૦૨૫-૨૬ "મહેસૂલ તલાટી વર્ગ-૩"ની પ્રાથમિક પરીક્ષા તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજવામાં આવેલ હતી. જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (PAK) તા. ૧૫-૦૯-૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉપરાંત, પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉમેદવારો દ્વારા ઓનલાઈન વાંધા સૂચનો તા. ૧૫-૦૯-૨૦૨૫ થી તા. ૨૨-૦૯-૨૦૨૫ સુધી મંગાવવામાં આવેલ.
▪️ જે ધ્યાને લઈ સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી (FAK) નીચે મુજબ પ્રસિધ્ધ કરવામાં આવે છે. ઉક્ત ફાઇનલ આન્સર કી (FAK) માટે ઉમેદવારો તરફથી મળેલ વાંધા સુચનો ધ્યાને લેતા પ્રોવિઝનલ આન્સર કી ના પ્રશ્ન નંબર ૪૪ અને પ્રશ્ન નં ૧૧૦ ના પ્રશ્નનોની રચના તથા તેના વિકલ્પોમાં સામાન્ય વિસંગતતા ધ્યાને આવેલ છે, જેનો ઉમેદવારોના વ્યાપક હિતમાં આ પ્રશ્નો રદ્દ કરવાનો મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે.
▪️ ઉપર્યુત સુધારા અન્વયે રદ્દ થયેલ પ્રશ્નો માટે ઉમેદવારોને પ્રો-રેટા મુજબ માર્ક્સ મળવાપાત્ર થશે. જે મુજબ કુલ- ૧૯૭ પ્રશ્ન માટે કુલ-૨૦૦ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +૧.૦૧૫૨૩ માર્ક્સ ગણવામાં આવશે અને પ્રત્યક્ષ ખોટા જવાબ માટે - ૦.૨૫૩૮૧ માર્ક્સ કાપવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
--------------------------
-------------------------------------
Comments (0)