મહેસુલ તલાટી : પરીક્ષાની...
Last Updated :16, Sep 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક:૩૦૧/૨૦૨૫૨૬ મહેસુલ તલાટી, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા તા:૧૪/૦૯/૨૦૨૫ના રોજ બપોરે ૧૪:૦૦ થી ૧૭:૦૦ કલાકે આયોજીત કરેલ હતી. આ પ્રાથમિક પરીક્ષાની PROVISIONAL ANSWER KEY (PAK) આ સાથે જાહેર કરવામાં આવે છે.
વધુમાં આ પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉમેદવારો દ્વારા કોઈ વાંધા સુચનો આપવાના થતા હોય તો ઉમેદવારોએ તા.૧૫/૦૯/૨૦૨૫ થી તા.૨૨/૦૯/૨૦૨૫ (૨૩:૫૯ કલાક) સુધી આ સાથે સામેલ લીંક પર અપલોડ કરવાના રહેશે. વાંધા ફક્ત ઓનલાઈન ઓબ્જેકશન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરવાના રહેશે. રૂબરૂ, ટપાલ અથવા ઈ-મેઈલ કે અન્ય કોઈ રીતે મંડળને મોકલવામાં આવેલ વાંધા સુચન ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આ સાથે સામેલ છે.
▪️ ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં.
(1) વાંધા ફક્ત ઓનલાઈન ઓબ્જેકશન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરવાના રહેશે. રૂબરૂ, ટપાલ અથવા ઈ-મેઈલ કે અન્ય કોઈ રીતે મંડળને મોકલવામાં આવેલ વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી.
(2) ઉમેદવારે પોતાને પરીક્ષામાં મળેલ પ્રશ્ન પુસ્તિકામાં છપાયેલ પ્રશ્ન ક્રમાંક મુજબ વાંધા-સૂચનો રજૂ ન કરતાં, તમામ વાંધા-સૂચનો વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કી (માસ્ટર પ્રશ્નપત્ર)ના પ્રશ્ન ક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવા. માસ્ટર પ્રશ્ન પત્રમાં નિર્દિષ્ટ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં.
(3) વાંધા માટે સંદર્ભ જોડવો આવશ્યક છે, જેના વિના વાંધો ધ્યાને લેવામાં આવશે નહીં.
Website link for online objection submission system:
https://www.gsssb.co.in/GSSSB TRACK/
STEP 2: રોલ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, અને ઈમેજ ટેક્ષ્ટ ટાઈપ કરી
Login બટન પર ક્લિક કરો.
STEP 3: જે પ્રશ્ન સામે વાંધા સૂચન કરવા હોય તે પ્રશ્ન સિલેક્ટ કરી, તમારા મંતવ્ય મુજબનો જવાબ સિલેક્ટ કરો.
નોંધ :
▪️એક કરતાં વધુ જવાબ પણ સિલેક્ટ કરી શકાશે.
▪️જો બધા વિકલ્પ ખોટા હોય તો x સિલેક્ટ કરો.
▪️છાપકામમાં ભૂલમાં P સિલેક્ટ કરો.
▪️તે પછી તમારી રજૂઆત 1000 અક્ષરની મર્યાદામાં ટાઈપ કરો.
------------------❌------------------
-----------------------------------------------------------------
Comments (0)