મહેસૂલ તલાટી : મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી અન્વયેની રિવાઇઝ યાદી

Updated : 30, Sep 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

▪️ મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ કલેકટર કચેરીઓ હસ્તકની "મહેસૂલ તલાટી, વર્ગ-૩” સંવર્ગની પ્રાથમિક પરીક્ષા તા.૧૪-૦૯-૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ હતી.

▪️ જે સંદર્ભે મંડળ દ્વારા તા.૨૬/૦૯/૨૦૨૫ ના રોજ ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યાના ૫ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારોની યાદી (Annexure-l) પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

▪️ ઉક્ત યાદીમાં સરકારી નોકરીમાં કાર્યરત હોય તેવા ઉમેદવારને નિયમોનુસાર મળવાપાત્ર પાંચ વર્ષની વયમર્યાદાની છુટછાટ ધ્યાને ન લીધેલ હોવાના કારણોસર એક ઉમેદવારનો ઉક્ત યાદીમાં સમાવેશ થયેલ ન હતો. આથી, ઉક્ત વિગતો ધ્યાને લેતા ઉકત એક ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ ધોરણે લાયક ગણવામાં આવે છે.

▪️ સુધારેલ યાદી (Annexure-I) આ સાથે સામેલ છે.

▪️ ઉક્ત સુધારાને લીધે, મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ ઉમેદવારોની કુલ સંખ્યા હવે ૧૨૧૭૯ થશે. મંડળની તા.૨૬/૦૯/૨૦૨૫ ની મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહે છે. જે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

મુખ્ય પરીક્ષા માટી લાયક ઉમેદવારોની યાદી : અહીં ક્લીક કરો

-----------------------------------

 

Tags :

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up