GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
▪️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ કલેકટર કચેરીઓ હસ્તકની "મહેસૂલ તલાટી, વર્ગ-૩” સંવર્ગની પ્રાથમિક પરીક્ષા તા.૧૪-૦૯-૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ હતી. જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (PAK)તા. ૧૫-૦૯-૨૦૨૫ ના રોજ તથા ફાઇનલ આન્સર કી (FAK) તા. ૨૬-૦૯-૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
▪️ ફાઇનલ આન્સર કી (FAK)ના આધારે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યાના ૫ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારોની યાદી (Annexure-I) આ સાથે સામેલ છે. તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણની બેઠક ક્રમાનુસારની યાદી (Annexure-II) હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
▪️ સદરહુ પરીક્ષામાં રમતગમતના ગુણ મેળવવાનો દાવો કરનાર ઉમેદવારોને તેમના રમતગમતના માન્ય પ્રમાણપત્રો અસલમાં રજૂ કરવાની શરતે તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જો ઉમેદવાર ઉક્ત રમતગમતનું માન્ય પ્રમાણપત્ર મંડળ દ્વારા રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે નિયત સમયમર્યાદામાં રજૂ કરી શકશે નહી કે ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્ર અમાન્ય ઠરશે તો તે પ્રમાણપત્ર અન્વયે ઉમેદવારે મેળવેલ લાભ મુળ અસરથી રદ કરવામાં આવશે તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
--------------------------------------
--------------------------------------
--------------------------------------
Comments (0)