GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક:૨૨૬/૨૦૨૩૨૪, સંશોધન મદદનીશ, વર્ગ-૩ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ MCQ-OMR પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી તથા સંવર્ગ પસંદગી કાર્યક્રમ માટે તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ બોલાવવામાં આવે છે તેવા ઉમેદવારોની યાદી ANNEXURE-A આ સાથે મૂકવામાં આવે છે. જે જોઇ લેવા તથા તે નીચે આપેલ સૂચનાઓ વાંચી લેવા સંબંધિત ઉમેદવારને આથી જણાવવામાં આવે છે.
જો કોઈ ઉમેદવાર કે ઉમેદવારે તેમના વતી અન્ય વ્યક્તિને તેના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના કાર્યક્રમમાં હાજર રહેવા અધિકૃત કરેલ છે તે કોઈપણ કારણોસર પ્રમાણપત્રોની ચકાસણી અને સંવર્ગ પસંદગી માટે મંડળ દ્વારા જણાવેલ તારીખ અને સમયે હાજર નહીં રહે તો તેવા સંજોગોમાં ઉમેદવાર સદર સંવર્ગની વર્ગ-૩ ની જગ્યાએ જોડાવા માંગતા નથી તેમ માની લેવામાં આવશે અને ઉમેદવાર ભવિષ્યમાં સંવર્ગ પસંદગી/ફાળવણી માટે હક્કદાવો કરી શકશે નહીં.

------------------------------------
------------------------------------
Comments (0)