GSSSB 'પ્રોબેશન ઑફિસર' પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે અગત્યની જાહેરાત

Updated : 04, Oct 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

 

“પ્રોબેશન ઑફિસર”, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની સુચના

મંડળ દ્વારા સદરહું જાહેરાત અંતર્ગત મંડળની તા.૨૮/૦૮/૨૦૨૫ની સુચનાથી આ જાહેરાત માટેના સંવર્ગોની પ્રાથમિક કસોટી MCQ-CBRT પદ્ધતિથી તા.૧૨/૧૦/૨૦૨૫ના રોજ યોજાશે તેવું જણાવેલ હતું. જે સંદર્ભે ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

2. મંડળ દ્વારા આ પરીક્ષામાં ઉમેદવારોનું બાયોમેટ્રીક વેરીફીકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રીપોર્ટીંગ સમયે હાજર થવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર રીપોર્ટીંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
3. મંડળ દ્વારા યોજાનાર MCQ-CBRT પદ્ધતિની પરીક્ષામાં દરેક પ્રશ્નના સાચા જવાબ પસંદ કરવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે. જે પૈકી ઉમેદવારે સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. પ્રશ્નનો ખોટો જવાબ પસંદ કરવાથી 1/4 માર્કસ (નેગેટીવ માર્કસ) કાપવામાં આવશે.
4. સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઇન પ્રવેશપત્ર-કોલ લેટર ડાઉનલોડ કરીને તેની ફિઝીકલ પ્રિન્ટ આઉટ કાઢીને પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે.

5. ઉક્ત સંવર્ગોના તમામ ઉમેદવારો તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ ૧૭:૦૦ કલાકથી પરીક્ષા શરૂ થવાના ૧૫ મિનિટ પહેલાં સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર-કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
6. ઉક્ત સંવર્ગોના તમામ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશપત્ર-કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના Steps અનુસરવાના રહેશે.
Step 1: નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95018/login.html

Step 2 : કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, અને ઈમેજ ટેક્ષ્ટ ટાઈપ કરી Login બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબની સ્ક્રીન ખુલશે.

 

Step 3: ઉમેદવાર Admit Card પર ક્લીક કરીને પોતાનો ઓનલાઇન પ્રવેશપત્ર - કોલ લેટર ડાઉનલોડ શકશે.

 

Step 4: ઓનલાઇન પ્રવેશપત્ર - કોલ લેટર ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટઆઉટ કાઢી લેવાની રહેશે અને કોલલેટરમાં નિર્દિષ્ટ તારીખ અને સમયે પરીક્ષા કેન્દ્ર પર કોલલેટર અચૂકપણે સાથે લાવવાનો રહેશે તથા કોલ લેટરમાં દર્શાવેલ ઉમેદવાર માટેની સૂચનાઓ અવશ્ય વાંચીને તેનો ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે.

7. ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ-લેટર તથા સુચનાઓની વિગતો પરીક્ષા સમયે હાજરીપત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક વાંચી જવી. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા.

જણાય તો તે માટે કચેરી સમય દરમ્યાન મંડળની હેલ્પલાઈન નંબર : ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર સંપર્ક કરી શકાશે.

--------------------------------------------

▪️ View Official Notification (pdf) : Click Here

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

--------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up