નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
▪️ મંડળની જા.ક્ર.૨૩૩/૨૦૨૪૨૫ - ખેતી મદદનીશ, વર્ગ- ૩ સંવર્ગની તા.૧૧/૦૫/૨૦૨૫ ના રોજ MCQ-CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉકત પરીક્ષાની તા. ૧૩/૦૫/૨૦૨૫ ના રોજ પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસે વાંધાસૂચનો મંગાવવામાં આવેલ હતા. ઉકત પ્રોવિઝનલ આન્સર-કી સામે મળેલ વાંધાસૂચનોને ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાત પાસેથી અભિપ્રાય મેળવી તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ ફાઈનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
▪️ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ફાઈનલ આન્સર કી અન્વયે ઉમેદવારોના વિશાળ હિતમાં પુન: વિષય નિષ્ણાત પાસે ચકાસણી કરાવી અભિપ્રાય મેળવી રીવાઈઝ ફાઈનલ આન્સર કી તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.
▪️ સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્રના Part-A માં ૬૦ પ્રશ્નો અને Part-B માં ૧૫૦ પ્રશ્નો મળી કુલ-૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતાં. સદર પરીક્ષાની પસિદ્ધ કરવામાં આવેલ ફાઇનલ આન્સર કી અને રીવાઇઝ ફાઇનલ આન્સર કી ધ્યાને લઇ Part-A માં કુલ-૬૦ પ્રશ્નોના કુલ-૬૦ માર્કસ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.00 માર્કસ આપવામાં આવેલ છે. અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 માર્કસ કાપવામાં આવેલ છે.
▪️ જયારે Part-B માં 03 પ્રશ્નો રદ થવાના કારણોસર 147 પ્રશ્નો માટે કુલ-150 માર્કસ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.02040 માર્કસ આપવામાં આવેલ છે. અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25510 માર્કસ કાપવામાં આવેલ છે. તે મુજબ સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી નીચે મુજબ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
▪️ સદરહુ જાહેરાત અન્વયે રમતવીરો કે જેઓએ સરકારશ્રીના વખતોવખતની જોગવાઈઓ મુજબ વધારાના ગુણ મેળવવા દાવો કરેલ છે તેઓના રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ મંડળ ખાતે તા.૨૯/૦૯/૨૦૨૫ ના રોજ રાખવામાં આવેલ છે. જેની યાદી અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે પૂર્ણ થયેથી માન્ય રમતગમતનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને તેઓએ મેળવેલ ગુણના પાંચ ટકા જેટલા ગુણ ઉમેરી આપવામાં આવશે અને તે મુજબ તેઓનો મેરીટ યાદીમાં સમાવેશ કરી MCQ- OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટસ, લઘુત્તમ લાયકી ગુણ અને કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને તા.૦૬/૧૦/૨૦૨૫ થી તા. ૦૮/૧૦/૨૦૨૫ દરમ્યાન અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેઓની યાદી તા.૦૧/૧૦/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
▪️ જો કોઈ ઉમેદવાર પ્રમાણપત્રોની ચકાસણી માટે મંડળ દ્વારા જણાવેલ તારીખ અને સમયે હાજર નહીં રહે તો તેવા સંજોગોમાં ઉમેદવાર સદર સંવર્ગની વર્ગ-૩ ની જગ્યાએ જોડાવા માંગતા નથી તેમ માની લેવામાં આવશે અને ઉમેદવાર ભવિષ્યમાં કચેરી પસંદગી/ફાળવણી માટે હક્કદાવો કરી શકશે નહીં.
------------------------------------
▪️ GSSSB Official Notification : Click Here
▪️ GSSSB Official Website : Click Here
------------------------------------
Comments (0)