GPSC Important Notice Regarding Prelim & Mains Exam

Updated : 03, Nov 2025

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

આયોગની તા. ૦૨/૦૯/૨૦૨૫ અને તા. ૧૩/૧૦/૨૦૨૫ની અગત્યની સૂચનાથી જા. ક્ર. ૦૯/૨૦૨૪-૨૫, કચેરી અધિક્ષક/ વિજીલન્સ ઓફીસર, વર્ગ-૩ (GMC) ની જાહેર કરાયેલ મુખ્ય લેખિત પરીક્ષા (પેપર-૨ (સંબંધિત વિષય)) ની તારીખમાં વહીવટી કારણોસર નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો ફેરફાર કરવામાં આવે છે. પેપર-૧ ની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખ યથાવત રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

કચેરી અધિક્ષક/વિજીલન્સ ઓફીસર, વર્ગ-૩ (GMC) (જા.ક્ર.-૦૯/૨૦૨૪-૨૫) ની મુખ્ય લેખિત પરીક્ષા (પેપર-૧) ના કોલલેટર તારીખ-૧૩/૧૧/૨૦૨૫ (બપોરે ૧૩:૦૦) થી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યા સુધીમાં પોતાના પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સૂચનાઓ ડાઉનલોડ કરવાની રહેશે.
આયોગની તા.૦૨/૦૯/૨૦૨૫ અને તા. ૦૮/૦૯/૨૦૨૫ની અગત્યની સૂચનાથી પ્રસિધ્ધ કરાયેલ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની પ્રાથમિક કસોટીની પરીક્ષાની તારીખમાં વહીવટી કારણોસર નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો ફેરફાર કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

ઉક્ત કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતો પૈકી જા. ક્ર. ૧૩૨/૨૦૨૪-૨૫, ૨૩૮/૨૦૨૪-૨૫ અને ૧૫૬/૨૦૨૪-૨૫ ના સંબંધિત વિષયમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ સદર ત્રણ જાહેરાતો પૈકી કોઈ એક જાહેરાતમાં પરીક્ષા આપવાની રહેશે. જેમાં મેળવેલ ગુણ અન્ય જાહેરાતમાં પણ ધ્યાને લેવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

---------------------------------------

▪️ GPSC Official Notification : Click Here

▪️ GPSC Official Website : Click Here

-------------------------------------

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up