GPSC Important Notice of Self Declaration

Updated : 13, Nov 2025

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

▪️ આયોગ દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૫ના રોજ નીચે મુજબની જાહેરાતોની મુખ્ય પરીક્ષા એક સાથે સંયુક્ત રીતે યોજવામાં આવનાર છે. જે સંદર્ભે એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ કોમન ઉમેદવારોએ Self Declaration ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર ભરવાનું રહેશે.

▪️ ઉપર્યુક્ત કુલ-૦૭ જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ કોમન ઉમેદવારોએ Self લિંક Declaration આપવા માટે આ https://gpsc-ojas.gujarat.gov.in/CommonApplication.aspx પર ક્લીક કરી Self Declaration ઓનલાઈન આપવાની રહેશે. તેમાં ચૂક થયેથી તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે.

▪️ Self Declaration ભરવાની પધ્ધતિ :- આ અંગેનું Self Declaration https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરતનાં HOME PAGE पर "Self-Declaration" MENU માં જઈ Online Self Declaration પર Click કરવાનુ રહેશે. ત્યારબાદ સંબંધિત જાહેરાતનો, પોતાનો "CONFIRMATION NUMBER" અને "BIRTH DATE" તથા CAPTCHA ની વિગતો નાખીને "Ok" Button પર Click કરી Self Declaration ભરી શકાશે.

▪️ પ્રસ્તુત Self-Declaration ની વિગતો ઉમેદવાર દ્વારા રજૂ કર્યા બાદ આયોગ દ્વારા જરૂરી ચકાસણી કરી સંબંધિત કોમન પેપરના ગુણ તે સંબંધિત બન્ને જાહેરાતના કોમન પેપર માટે ધ્યાને લેવામાં આવશે.

▪️ જે ઉમેદવારે ઉક્ત જાહેરાતો પૈકી કોઈ એક જ જાહેરાત/ભરતીમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારે Self Declaration આપવાનું થતું નથી.

▪️ ઉપર્યુક્ત Self-Declaration આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે અને તેમાં ચૂક થયેથી કે ઉમેદવારે જે તે વિગતો ભરેલ ન હોઈ, તેને જે-તે સંબંધિત પેપરના ગુણ મળવાપાત્ર થશે નહી. તેમજ આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. આ સિવાય અન્ય કોઇ માધ્યમથી કે ઓફલાઇન Self-Declaration ની વિગતો સ્વીકારવામાં આવશે નહી.

▪️ પ્રસ્તુત Self-Declaration ઉમેદવાર તા.૧૩/૧૧/૨૦૨૫ના રોજ બપોરે ૦૧.૦૦ કલાકેથી તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૫૯ કલાક સુધી જ ભરી શકશે. જે ખાસ ધ્યાને લેવા વિનંતી.

▪️ ઉપર મુજબ તમામ સૂચનાઓની સંબંધિત તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

---------------------------------

▪️ Self Declaration Form Link : Click Here

----------------------------------------

▪️ Provisional Answer Key (Prelim) : Click Here

▪️ Final Answer Key (Prelim) : Click Here

-------------------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up