Important Notice for Call Letters to be downloaded in the month of October-2025 & November-2025

Updated : 05, Nov 2025

 

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતની જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાઓની પ્રાથમિક/મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.

નોંધ:
(૧) ઉકત જાહેરાતોનાં તમામ ઉમેદવારોને આ કસોટીમાં કામચલાઉ ધોરણે ઉપસ્થિત થવા દેવાનો આયોગે નિર્ણય કરેલ છે. ઉપર્યુક્ત જાહેરાતોના સંબંધિત ઉમેદવારોએ કોલમ-૫ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાકથી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) "Online" ડાઉનલોડ કરવાના રહેશે, જે પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે અને પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે.
(૨) પ્રવેશપત્ર "Online" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્ટેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે. (૧) https://gpsc-ojas.gujarat.gov.in પર જવું. (2)"Call Letter/Form" >> "Preliminary Call Letter / Main Exam Call Letter / Form" ५२ "Click" ४२९वं. (३) अही उमेध्वारे पोतानी "Job Select" s२वी तथा
"Confirmation Number" અને "Birth Date" ટાઈપ કરવાના રહેશે. (૪) હવે "Print Call Letter” પર “Click” કરી પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પ્રવેશપત્રમાં નોંધની અંદર પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ પર “Click” કરવાથી ઉમેદવારની સુચનાઓ પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ ની પ્રિન્ટ નીકળશે. આ તમામ દસ્તાવેજોની પ્રિન્ટ અચૂક કાઢવામાં આવે તેની નોંધ લેવી. આયોગની તમામ પરીક્ષામાં ઉમેદવારોએ ફરજિયાત ફોટો આઈડી કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે, તેમજ ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્રમાં હાલનો ફોટો ચોંટાડવાનો રહેશે અને સહી કરવાની રહેશે.
ખાસનોંધ:- પોસ્ટઓફિસ/ઓનલાઇન અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારોએ પ્રાથમિક કસોટી માટે આયોગની કચેરી (સરનામું: એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, 'છ' રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામ કાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ.૫૦૦/- રોકડેથી ભરવાના રહેશે અથવા https://gpsc-ojas.gujarat.gov.in માં ->FEES MODULE માં- PROCESSING FEE TO UNBLOCK CALL LETTER માં જઈને, જાહેરાતની પસંદગી કરીને, કન્ફમેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઈન પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦/- ભરવાના રહેશે. જો કોઈ કારણસર આ પધ્ધતિ થી પ્રોસેસ ચાર્જ ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર ન નીકળે તો આપે આજ મોડયૂલમાં વિગતો ભરીને "CHECK YOUR PAYMNET STATUS" પર ક્લિક કરીને સ્થિતી જાણી લેવી. ત્યારબાદ જ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોના અરજીપત્રક કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદામાં અરજી ફી ભરેલ હોય, છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ થતો ન હોય અથવા વેબસાઇટ પર “Application Not Found” નો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં આયોગની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવે છે અથવા ps2sec-gpsc-ahd@gujarat.gov.in પર નાણા ભર્યાની પહોંચ સાથે જાહેરાત ક્રમ, કન્ફર્મેશન અને અરજી ક્રમ ની વિગત મોકલવી. તેમજ મુખ્ય લેખિત કસોટી અન્વયે અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ની જોગવાઈ ન હોઈ, આયોગની કચેરી (સરનામું: એરફોર્સ કચેરીની સામે, છ-૩ સર્કલ પાસે, ‘છ’ રોડ, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર) ખાતે પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦/- રોકડેથી ભરીને આનુષાંગિક કાર્યવાહી કરવાની રહેશે.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up