આદિજાતિ વિકાસ કમિશનર કચેરી, ગુજરાત રાજ્ય હેઠળની સામાન્ય રાજ્ય સેવામાં, આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ -2 ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 40/2023-24 ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.21.01.2024ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગે અરજી ચકાસણીની પાત્રતા માટે નક્કી કરેલ લાયકી ધોરણ (જે તે કેટેગરીમાં મેરીટ યાદી મુજબ ઉતરતા ક્રમમાં જરૂરી સંખ્યા અનુસારના છેલ્લા ઉમેદવાર ના ગુણ) મુજબ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના ઉમેદવારોને અરજી ચકાસણીને પાત્ર સફળ જાહેર કરવાના થાય છે. અને આ માપદંડો/ધોરણો રૂબરૂ મુલાકાતને પાત્ર સફળ ઉમેદવારોની આખરી યાદી પહેલાના તબક્કાની કાર્યવાહીના ભાગ રૂપે છે. પ્રસ્તુત યાદી એ મેરીટ લીસ્ટ નથી. પરંતુ, માત્ર અને માત્ર જે ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ચકાસણી માટે અરજીઓ મંગાવવાની થાય છે તે 'Zone of Consideration' અંતર્ગતની યાદી છે.
Comments (0)