ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક ( Forest Guard), વર્ગ- ૩ સંવર્ગની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંકઃ Forest/202223/1 પ્રસિધ્ધ કરવામાં આવેલ.
આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન કુલ-૪૮ સેશનમાં CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવેલ છે. જેની પ્રોવિઝનલ આન્સર-કીની લીન્ક પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી તા.૦૭/૦૩/૨૦૨૪ થી ૨૫/૦૩/૨૦૨૪ દરમ્યાન ઓન-લાઇન પદ્ધતિથી વાંધા અરજીઓ મંગાવવામાં આવેલ હતી.
Comments (0)