પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 07 (Paper 2)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 120

કુલ ગુણ: 120

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 20 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 120 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) અસંગઠિત શ્રમિકો માટે વિશ્વના સૌથી મોટા ડેટાબેઝ ઈ-શ્રમ પોર્ટલમાં સૌથી વધુ નોંધણી ક્યા રાજ્યમાંથી થઈ ?
2) તાજેતરમાં ક્યા રાજ્યમાં પંગસૌ પાસ આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2025 યોજાયો હતો?
3) તાજેતરમાં નીચેનામાંથી શાસ્ત્રીય નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાયો હતો ?
4) હાલમાં કયા રાજ્ય સરકારે ‘અંત્યોદય ગૃહ યોજના’ની શરૂઆત કરી છે?
5) તાજેતરમાં કેંદ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા નેશનલ હાઈવે પર ભારતના પહેલાં બાયો-બિટુમિન નેશનલ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું?
6) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી બિહાર સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UG) દ્વારા માન્યતા અપાઈ ?
7) નીચેનામાંથી ભારતના હળદર ઉત્પાદનમાં મુખ્ય ત્રણ રાજ્યો ક્યા છે ?
8) વિજય હઝારે ટ્રોફી 2024-25નું ટાઈટલ કઈ ટીમે જીત્યું ?
9) તાજેતરમાં ક્યા રાજ્યની હટ્ટી જનજાતીઓ દ્વારા બોડા ત્યોહાર મનાવાયો ?
10) તાજેતરમાં રામસર કન્વેન્શનના માન્યતાપ્રાપ્ત શહેરોની યાદીમાં સ્થાન મેળવનાર ભારતના પ્રથમ શહેર/શહેરો ક્યા છે ?

1. ઈન્દોર
2. ઉદયપુર
3. ભોપાલ
4. મદુરાઈ

11) હાલમાં કયા રાજ્યમાં સરહુલ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે?
12) તાજેતરમાં નીચે પૈકી ક્યા ગુજરાતીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા નથી ?
13) તાજેતરમાં ક્યા દેશમાં ત્રાટકેલા હરિકેન રાફેલના તરખાટથી વેરાયેલા વિનાશને પગલે ભારતે સહાય મોકલી ?
14) તાજેતરમાં ભારતના સૌપ્રથમ CSIR મેગા ઈનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન ક્યાં કરાયું?
15) તાજેતરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરાઈ?
16) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. 2024માં ભારતની કુલ પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષમતા 15.84% વધીને 209.44 ગીગાવૉટ થઈ ગઈ છે.
2. પવન ઊર્જામાં ગુજરાત અગ્રેસર છે.
3. સૌર ઊર્જામાં રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુનું યોગદાન 71% છે.

17) તાજેતરમાં ભારતીય શિક્ષણવિદ્ અરુણ કપૂરને ક્યા દેશનું શાહી સન્માન એનાયત કરાયું?
18) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે 100 વધારાની K૭ વજ્ર-T સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી ગન માટે કઈ કંપની સાથે કરાર કર્યા ?
19) ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ - 2025માં મેન્સ સિંગલ્સનું ટાઈટલ કોણે જીત્યું?
20) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે નીચેનામાંથી ક્યા શહેરમાંથી ‘ચલો, કુંભ ચલે’ યાત્રાનો પ્રારંભ કરાવ્યો?
21) ભારતના બંધારણે સ્ત્રીઓને કેટલાક અધિકારો બઢ્યા છે, તે સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. અનુચ્છેદ-14 માં લિંગભેદ વિનાની સમાનતા.
2. અનુચ્છેદ-51-ક(ચ) માં સ્ત્રીના ગૌરવનું રક્ષણ.
3. અનુચ્છેદ-39(ક) માં સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક.
4. અનુચ્છેદ-15(3) માં રાજ્યને સ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ જોગવાઈ કરવામાં બાધ આવશે નહીં.

22) બાળકોને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, 2012 હેઠળ જે કોઈ વ્યક્તિ કોઈ બાળક પર ગંભીર વેધક જાતીય હુમલો (Aggravated Penetrative Sexual Assault) કરે તેને નીચેના પૈકી કેટલી સજા થશે ?
23) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે કોઈ ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા મેળવવા માટે કલમ 40A(4) હેઠળ કરવામાં આવેલ અરજી સંદર્ભે ડાયરેક્ટર કે અધિકૃત અધિકારીએ આ અરજી પર તપાસ કરી, અરજી મળ્યેથી કેટલા સમયગાળામાં માન્યતા આપવા કે ન આપવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે?
24) નીચેના વાક્યો ચકાસો:

1. પંચાયત અંગેની જોગવાઈઓ બંધારણમાં 74મા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી.
2. આ સુધારો 24-4-1996 થી અમલમાં આવેલ હતો.

25) નીચેના વાક્યો ચકાસો:

1. 1 જાન્યુઆરી, 2014 ના રોજ નીતિ આયોગની રચના કરવામાં આવેલ હતી.
2. નીતિ આયોગ દ્વારા જીલ્લા હોસ્પીટલ ઈન્ડેક્સની રચના કરવામાં આવેલ છે. આ ઈન્ડેક્સમાં કુલ 20 માપદંડોનો સમાવેશ થાય છે.

26) પંચાયત (અનુસૂચિત ક્ષેત્ર વિસ્તરણ) અધિનિયમ, 1996નાં ઉદ્દેશ્યો કયા છે ?
27) અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 અન્વયે વ્યક્તિગત હક્કોના પ્રકારમાં પાત્રતા ધરાવતા દાવેદારોને રહેઠાણ તેમ જ ખેતીના ઉપયોગ માટે મહત્તમ જમીનના માલિકી હક એનાયાત કરવામાં આવશે.
28) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ શાળા / વ્યક્તિ આ કાયદા હેઠળ પ્રવેશ લેવા હકદાર બનતા બાળકને પ્રવેશ આપતી વખતે સ્ક્રીનીંગ પધ્ધતિમાંથી પસાર થવાની ફરજ પાડે તો આવી શાળા / વ્યક્તિને તેના દ્વારા બીજી વખતના ઉલ્લંઘન બદલ નીચેના પૈકી કેટલો દંડ થશે ?
29) હોદ્દાની રૂએ રાજ્યસભા (કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ)ના અધ્યક્ષ કોણ છે?
30) મૂળભૂત ફરજોના સંદર્ભે કયું સાચું નથી?
31) ભારતીય બંધારણના અનુચ્છેદ 36 હેઠળ જારી કરાયેલ કટોકટીની ઘોષણા, સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂર થવી આવશ્યક છે?
32) નીચેનામાંથી કયો સંવિધાનીક વિશેષાધિકાર રાષ્ટ્રપતિને નથી?
33) નીચેના પૈકી કયો વિષય સહવર્તી યાદીમાં સમાવિષ્ટ થયેલ નથી ?
34) મહત્તમ કેટલા સમયગાળા માટે એક સમયે, એક રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે?
35) દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી બંધારણ (73મા સુધારા) અધિનિયમ 1992 અનુસાર, તમામ પંચાયતોની ચૂંટણીઓનું સંચાલન કોણ કરે છે?
36) એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ?
37) બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે ?
38) અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?
39) ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી.......... છે.
40) એસ.સી. અને એસ.ટી. અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ ...........
41) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n)(iv) હેઠળની શાળા સિવાયની શાળામાં રચવામાં આવેલ “શાળા સંચાલન સમિતિ' (School Management Committee) માં ઓછામાં ઓછા ............... સભ્યો બાળકના માતા-પિતા અથવા વાલીઓ રહેશે અને ઓછામાં ઓછા સભ્યો સ્ત્રીઓ રહેશે.
42) પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે?
43) લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે ?
44) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો નિર્દેશ કરવામાં આવ્યો છે?
45) દરેક માહિતી કમિશનર પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી …………………. વર્ષની મુરદ માટે અથવા પોતે ........... વર્ષની ઉંમર પૂરી કરે એ બેમાંથી જે વહેલું હોય તેટલી મુદ્દત સુધી હોદ્દો ધરાવી શકે છે.
46) 73માં બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદને પ્રભાવિત બનાવવામાં આવ્યો ?
47) પ્રથમ નાણા પંચની રચના ક્યારે કરવામાં આવી હતી?
48) ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા નીચેનામાંથી કોઈ એક બાબત પર આધારિત છે.
49) ભારતના બંધારણ સંબંધિત કયું / કયાં સાચું / સાચા છે ?

I. બંધારણનો માળખાકીય ભાગ ભારત સરકારના અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે.
II. બંધારણનો દાર્શનિક ભાગ વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા છે જેવાં કે અમેરિકન બંધારણ, આઇરિસ બંધારણ વગેરે.
III. બંધારણનો રાજકીય ભાગ મોટા ભાગે બ્રિટિશ અનુભવોમાંથી લેવામાં આવ્યો છે.

50) નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાંથી પછીના ક્રમાનુસાર ગોઠવો.

1. બળવંતરાય મહેતા સમિતિ
2. અશોક મહેતા સમિતિ
3. એલ. એમ. સિંઘવી સમિતિ
4. જી. વી. કે. રાવ સમિતિ

51) ભારતના બંધારણના અનુચ્છેદ 333 હેઠળ રાજ્યના રાજ્યપાલ એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયના કેટલા સભ્ય / સભ્યોને ધારાસભા (એસેમ્બલી)માં નામાંકિત કરી શકે છે?
52) નીચેનામાંથી જેના નવા રાજયો બનાવવામાં આવ્યાં હોય તેવા કયાં ક્ષેત્રો તેના મૂળ રાજયોના સાચાં નામ ધરાવતાં નથી ?
53) સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત કેટલો હોય છે?

54) જે પ્રાણીઓ બચ્ચાંને સીધો જ જન્મ આપી દે છે તેવા પ્રાણીઓને શું કહે છે ?

55) વનસ્પતિઓની નમ્યતાનું લક્ષણ કઈ સ્થાયી પેશીને કારણે હોય છે

56) જંતુનાશક BHC 10% નુ ઉપયોગી પ્રચલિત વ્યાપારીનું નામ શું છે ?
57) જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ?
58) જ્યારે તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ અસરને શું કહે છે ?

59) શરીરનાં બધાં હાડકાંઓ એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક યોગ્ય માળખું તૈયાર કરે છે તેને શું કહેવામાં આવે છે ?

60) ફોર્મેલિનનું આણ્વિય સૂત્ર જણાવો.

61) અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં કોણ મદદ કરે છે ?

62) લઘુદૃષ્ટિની ખામીને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે !

63) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

64) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

65) CPU નું પૂર્ણ નામ ....... છે

66) ભારતમાં “Good Governance Day" કયારે મનાવવામાં આવે છે?

67) દર વર્ષે 11 જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

68) સૌ પ્રથમ કઈ સ્ત્રીને નોબલ પુરસ્કાર મળેલ છે અને પછીથી ‘‘ભારત રત્ન’ પણ મળેલ છે ?

69) 1971 ની સાલમાં ભારતરત્ન ઍવોર્ડ કોને આપવામાં આવેલ ?

70) રવીન્દ્રનાથ ટાગોરના ક્યા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ?

71) અમદાવાદમાં આવેલી સીદી સૈયદની મસ્જિદનો ભાગ સીદી સૈયદની જાળી જે સીદી સૈયદના કયા અનુચર દ્વારા બાંધવામાં આવી હતી?
72) નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટીશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે?
73) પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી?
74) ચોલ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની કઈ હતી?
75) નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો.

1. મગધ - રાજગૃહ
2. કોસલા - તક્ષશિલા
3. અવંતી - ઉજ્જૈન
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

76) નીચેના વિધાનો ચકાસો.

વિધાન 1 : મરાઠા નેતાઓ દામાજી ગાયકવાડ અને કદમ બંદે, ગુજરાતના પ્રદેશો પર શાસન કરતા હતા ગાયકવાડની સાથે બરોડામાં મજબુત શાસન સ્થાપતિ કર્યું હતું.
વિધાન 2 : અંગ્રેજોએ આ પ્રદેશો પર ઈ.સ. 1850 થી નિયંત્રણ મેળવ્યું હતું અને તેમનું આ વર્ચસ્વ 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધી રહ્યું.
વિધાન 3 : પોર્ટુગીઝોએ ગુજરાતમાં પ્રવેશ કરી અને તેમની વસાહતના વિસ્તરણ દરમ્યાન દમણ, દીવ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં મજબૂત શાસન સ્થાપ્યું.

77) ભારતના ઈતિહાસમાં હર્ષને દાનવીર રાજા તરીખે યાદ કરવામાં આવે છે, દર પાંચ વર્ષે પ્રયાગમાં …………..... નું આયોજન થતું હતું અને ગરીબો, સંતોને ભંડાર ખલાસ ન થાય ત્યાં સુધી દાન આપવામાં આવતું હતું.
78) ઈ.સ. 1839માં “તત્વબોધિની સભા”ની સ્થાપના કોણે કરી હતી?
79) સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

I. સોનું એ દુર્લભ અને કિંમતી હતું.
II. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી.
III. હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા.

80) અંગ્રેજો કોને “ભારતીય અશાંતિના પિતા” કહેતા હતા?
81) મહમદ તઘલકે શરૂ કરેલ “દિવાને કોહી” કઈ બાબત સાથે સંકળાયેલ હતું?
82) સિંધુ ખીણની સભ્યતાના નીચેના સ્થળો પૈકી કયું સ્થળ હરિયાણા રાજ્યમાં આવેલ છે ?
83) 7મી સદીમાં દક્ષિણમાં કઈ ત્રણ મહાસત્તાઓ મહત્ત્વની હતી?

1. ચાલુક્યાસ
2. ચોલાસ
3. ચેરાસ
4. પાનડયાસ

84) પ્રથમ બૌદ્ધ પરિષદ નીચેનામાંથી કયા શહેરમાં યોજાઈ હતી?
85) નીચેના પૈકી કોણ 'ભારતના માર્ટિન લ્યુથર' તરીકે જાણીતા છે?
86) હરિસેન, કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ (અલ્હાબાદ સ્તંભ શિલાલેખ)ની સંસ્કૃતમાં રચના કરી હતી, તે. .......... નાં દરબારમાં કવિ હતા
87) કયા દેશે 2021માં વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન “ઓર્ડર ઓફ ડુક ગ્યાલ્પો” થી સન્માનિત કર્યા છે?
88) નીચેના પૈકી કઈ નદી સિંધુ નદીની ઉપનદી નથી ?
89) નીચેનામાંથી કયું તત્વ ખડકોમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે ?
90) ગુજરાતની સૌ પ્રથમ સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી નીચેનામાંથી કયા સ્થળે કાર્યરત છે ?
91) ગુજરાતનું કયું સ્થળ “ફ્લેમિંગો સિટી' તરીકે જાણીતું બન્યું છે ?
92) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. ફૂલસૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે.
2. સીરસ જેવેલ એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું છે.

93) ભારતમાં પ્રથમ ખાનગી દરિયાઈ બંદર કયું છે?
94) ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે ?
95) ભારત વિશ્વના ભૂમિભાગના કુલ ક્ષેત્રફળનો (લગભગ) કેટલો હિસ્સો ધરાવે છે?
96) પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં નીચેનામાંથી શું આવેલ છે?
97) તાંબુ, જસત, સીસુ અને આરસ પથ્થર કઈ ટેકરીઓમાંથી મળી આવે છે?
98) નર્મદા નદી પર કઈ જગ્યાએ 'ધુંઆધાર'નો ધોધ આવેલો છે?
99) વૈજ્ઞાનિક રીતે વાંસ એક પ્રકારનું………………………..છે.
100) મલ્ટી એપ્લિકેશન સોલર ટેલિસ્કોપ કઈ સોલર વેધશાળામાં છે?
101) …………………….. ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થાય છે.
102) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. ગુજરાતમાં ઈ.સ. 1901 થી શરૂ કરીને 2001 સુધીના દાયકા દરમિયાન વસતિવધારાનો દર ઊંચો જતો નોંધાયો છે.
2. ઈ.સ. 1901 થી 2011 સુધીના દરેક દાયકામાં ગુજરાતનો વસતિ વધારાનો દર, ભારતના વસતિ વધારાના દર કરતાં ઊંચો રહ્યો છે.

103) ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન 'કનાલ' (Kanal) અને “મરલા" (Marla) શબ્દ શું સૂચવતા હતા?
104) સરદાર સરોવર યોજના, ગુજરાત ઉપરાંત અન્ય કયા રાજ્ય (રાજ્યો)ને આવરી લે છે ?
105) "ઢોડિયા" (ધોડિયા) જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો.

1. ઢોડિયા (ધોડિયા) આદિજાતિઓમાં બંને પક્ષે લગ્ન નક્કી કરાવનાર વ્યક્તિને 'વહટાળિયો' કહે છે.
2. ઢોડિયા (ધોડિયા) આદિજાતિઓમાં વરના પિતાને કન્યાપક્ષ તરફથી દહેજ આપવામાં આવે છે.

106) કૃષ્ણા નદી ઉપર ‘નાગાર્જુનસાગર' યોજનાને કારણે સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબી જાય તેમ હતા. આથી આ મંદિરોને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે મૂળ સ્થાનેથી ખસેડીને કયા સ્થળે સફળતાપૂર્વક સ્થાનાંતરિત કર્યા છે?
107) નીચે લોકસંગીતના સ્વરૂપો અને તેમના ઉદ્ગમ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની જોડી આપેલી છે. જોડી યોગ્ય રીતે જોડો.

1. પનીહારી (Panihari) : (I) મહારાષ્ટ્ર
2. વનાવન (Wanawan) : (II) રાજસ્થાન
3. પોવડા (Powada) : (III)જમ્મુ અને કાશ્મિર
4. પાઈ ગીત (Pai song) : (IV) મધ્યપ્રદેશ
સાચો કોડ પસંદ કરો.

108) ગરવી-ગુર્જરી એ .................છે.
109) નીચેના વાક્યો ચકાસો:

1. મકરસંક્રાંતિના અવસર પર તિર્થયાત્રીઓ “સાગર” ટાપુની મુલાકાત લે છે અને ગંગા તથા બંગાળની ખાડીના સંગમ ઉપર ડૂબકી લગાવે છે.
2. આ મેળો તામીલનાડુમાં ઉજવવામાં આવે છે.
3. આ મેળાને કુંભ મેળાની જેમ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવેલ છે.

110) નીચે આપેલ ભારતીય પરંપરાગત કળા અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યની જોડીઓ ધ્યાનમાં લો.

1. સાંઝી કળા – ઉત્તરપ્રદેશ
2. ગોંડ ચિત્રકળા –મધ્યપ્રદેશ
3. રોગન ચિત્રકળા – રાજસ્થાન
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

111) માઉન્ટ આબુ પાસે આવેલ લુના વસાહી મંદિર (Luna Vasahi Temple) કોને અર્પિત કરવામાં આવેલ છે ?
112) વી. શાંતારામના પ્રથમ રંગીન ચિત્ર “ઝનક ઝનક પાયલ બાઝે”નું કલા નિર્દેશન કયા ચિત્રકારે કર્યું હતું?
113) સત્રીયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે?
114) પ્રસિદ્ધ કિલ્લા અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલી છે તે જોડી પૈકી કઈ જોડી સાચી જોડાયેલી નથી?
115) ગુજરાતમાં વસવાટ કરતી આદિજાતિ જાતિઓને જનસંખ્યાની દ્રષ્ટિએ ચઢતા ક્રમમાં ગોઠવી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
116) પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથની ધાતુની વિશાળ પ્રતિમા માઉન્ટ આબુના કયા જૈન મંદિરમાં આવેલી છે?
117) તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીંતચિત્રની તકનીક .............. તરીકે જાણીતી છે.
118) કયા સૂત્ર સાહિત્યમાંથી સામાજિક નીતિનિયમો અને કાયદા વિષયક માહિતી મળે છે ?
119) કોલઘા આદિમ જનજાતિ ગુજરાતમાં વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથ (Particularly Vulnerable Tribal Groups) (PVTG)ના કેટલા પ્રતિશત છે ?
120) નીચેનામાંથી કયું અસલ ગુજરાતી પોષકનું સ્વરૂપ નથી ?

Up