9) નીચેના વાક્યો ચકાસો:
1. પલ્લવ વંશના રાજવીઓએ મહાબલિપુરમ્ મંદિરની રચના કરેલ હતી. મુળ સાત ખડકમંદિરો હતા, જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે.
2. કોણાર્કનું સૂર્યમંદિર, કાળા પથ્થરોથી બનેલ છે. તેથી તેને “કાળા પેગોડા' નામથી પણ ઓળખવામાં આવે છે, મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું.
18) સાચો વિકલ્પ જણાવો.
1. દૂબળા જાતિના લોકો ‘દિવાસો' (અષાઢ વદ અમાસના) દિવસે કપડાં-ચીંથરામાંથી જીવતા માણસના કદના મોટા ઢીંગલાં બનાવે છે. આ ઢીંગલાંને ટોપો, કોટ, પાટલુન, ટાઈ પહેરાવેલ હોય છે, મોંમા ચિરુટ કે સીગરેટ પણ ખોસેલી હોય, આ ઢીંગલાંનું સરઘસ નદીકિનારે જાય અને પછી “ઢીંગલા'નું વિસર્જન કરવામાં આવે.
2. ભરૂચ જિલ્લાની ભાઈ પ્રજા અષાઢ સુદ દશમનો દિવસ મેઘરાજાના ઉત્સવ તરીકે ઊજવે છે. મેઘરાજાની માટીમાં બનાવેલી પ્રતિમાની દસ દિવસ પૂજા કરે છે, દસમે દિવસે એ પ્રતિમા લઈને ગામમાં મેઘરાજાની છડી (સરઘસ) નીકળે છે. અંતે ગામ બહાર નદી તળાવમાં એ પ્રતિમાને પધરાવવામાં આવે છે.
34) નીચેના વાક્યો ચકાસો:
1. ભારતમાં દર ચોરસ કિલોમીટર વિસ્તારમાં 100 થી વધારે માનવગીચતા ધરાવતા પ્રદેશોમાં સતલુજ, ગંગાના મેદાનો, બ્રહ્મપુત્રા, મહા, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરીના મુખત્રિકોણ પ્રદેશનો સમાવેશ થાય છે.
2. દર ચોરસ કિલોમીટરે 10 થી ઓછી વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોમાં બિકાનેર, બાડમેર, જેસલમેર જીલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે.
35) નીચેના વાક્યો ચકાસો:
1. પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ 54.86 કરોડ ચો.કિ.મી. છે અને તેમાં મહાસાગર, સમુદ્રો અને પૃથ્વી ભૂમિખંડોનું પ્રમાણ 71:29 ના પ્રમાણમાં છે.
2. દક્ષિણ ગોળાર્ધમાં જમીનનું પ્રમાણ વધારે છે અને પૃથ્વીનો લગભગ 81% વિસ્તાર આ ગોળાર્ધમાં છે.
3. ઉત્તર ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે અને લગભગ 90% પાણીવાળા વિસ્તારો છે.
38) ગુજરાતમાં ભારતીય જંગલી ગધેડાનું અભયારણ્ય.....................
70) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ જાહેર સેવક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 કે આ કાયદા હેઠળ બનાવેલ નિયમો મુજબ પોતાની ફરજો બજાવવામાં ઈરાદાપૂર્વક બેકાળજી દાખવે તો તેને નીચેના પૈકી કઈ સજા થશે?
114) નીચેનામાંથી સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના વિષે યોગ્ય વિધાન/વિધાનો જણાવો.
1. ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા આ યોજના 5 એપ્રિલ, 2016ના રોજ લૉન્ચ કરાઈ હતી.
2. યોજનાનું અમલીકરણ નાણાં મંત્રાલય અંતર્ગતના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીઝ દ્વારા કરવામાં આવે છે.
3. લખનઉ સ્થિત સ્મૉલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) આ યોજના માટે નોડલ એજન્સી છે.