પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 06 (Paper 1)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 80

કુલ ગુણ: 80

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 40 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 80 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

2) "વર્ગખંડ, કાળૂ પાટિંયુ, શાળા" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

3) "સમબાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ, બહુકોણ" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

4) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા સમાંતર ત્રિકોણ આવેલ છે, તેની ગણતરી કરો.

5) નીચે આપેલ ચોરસમાં કુલ કેટલા ત્રિકોણ બનશે?

6) એક પાસાની ૬ સપાટીને લીલો, વાદળી, નારંગી, સફેદ, પીળો અને લાલ રંગથી રંગવામાં આવી છે. તો લીલા રંગની સામે કયો રંગ આવશે ?

7) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

8) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

9) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

TAMBOURINE

10) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

TERRORISM

11) નીચે આપેલ ગોઠવણીમાં તમામ એકી અંકોને દૂર કરવામાં આવે તો, ગોઠવણીની જમણા છેડેથી ૧૧ મો અંક કયો થશે ?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

12) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

13) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યાના મધ્યમા રહેલા અંકમાં "1" ઉમેરીએ અને ત્યારબાદ પ્રથમ અને બીજા અંકોની અદલાબદલી કરીએ તો કઈ સંખ્યા ત્રીજા ક્રમે મળશે?

14) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યાના દરેક અંકોમાં "1" ઉમેરીએ અને ત્યારબાદ બીજા અને ત્રીજા અંકોની અદલાબદલી કરીએ તો કઈ સંખ્યા સૌથી મોટી થાય ?

15) P@L : Y75 :: $I# : ……………..?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

16) નીચે આપેલ ગોઠવણીમાં એવા 'D' કેટલા છે કે જેમાં તેની તરત આગળ 'વ્યજંન' હોય અને તરત પાછળ 'સ્વર' હોય?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

17) "STREAMING" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

18) નીચે આપેલ દરેક સંજ્ઞાની જગ્યાને તેની તરત જમણી બાજુની સંજ્ઞા / અંક / મૂળાક્ષર સાથે અદલાબદલી કરવામાં આવે છે. તો હવે કેટલા મૂળાક્ષર એવા મળશે કે જેની તરત પછી અંક આવતો હોય અને તરત પહેલા સંજ્ઞા આવતી હોય?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

19) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો E ની તરત જમણી બાજુએ કોણ બેઠેલું છે?

20) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો A ની ડાબેથી બીજા સથાન પર કોણ બેઠુ છે?

21) હરોળમાં નિકુંજનું ડાબેથી ૧૯ મું સ્થાન છે તથા મિતેશનું જમણેથી ૨૨મું સ્થાન છે. જો નિકુંજ અને મિતેશ વચ્ચે ૫ વિદ્યાર્થીઓ બેઠા હોય તો હરોળમાં રહેલાં ન્યૂનત્તમ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

22) વિદ્યાર્થીઓની એક હરોળમાં દર્શન ડાબેથી ૭ મો અને પ્રિન્સ જમણેથી ૮ મો છે. જો બંનેની એકબીજાના સ્થાનની અદલા બદલી કરતા દર્શન ડાબેથી ૧૫ મા સ્થાને આવી જાય છે. તો પ્રિન્સનું જમણેથી સ્થાન જણાવો.

23) હરોળમાં મહેશનું આગળથી સ્થાન ૨૫ મુ છે તથા જગદિશનું પાછળથી સ્થાન ૩૦ મુ છે. જો મહેશ અને જગદિશ વચ્ચે ૭ વિદ્યાર્થીઓ બેઠેલ હોય તો હરોળમાં રહેલાં મહત્તમ વિદ્યાર્થીઓ શોધો.

24) એક સમુહમાં મીરાનું ડાબેથી ૩૦ મુ સ્થાન છે અને ગીતાનું જમણેથી સ્થાન ૪૧ મુ છે. જો મીરા અને ગીતાની વચ્ચે ૮ લોકો બેઠા હોય તો તે સમૂહમાં મહત્તમ કેટલા લોકો બેઠા હશે?

25) એક હરોળમાં કેટલીક છોકરીઓ ઊંચાઈના ચઢતા ક્રમમાં ડાબેથી જમણી તરફ ઊભી છે. દિવ્યા જમણેથી ૫ મા સ્થાને છે અને અંકિતા ડાબેથી ચોથા સ્થાને છે તેમજ બંને વચ્ચે બે છોકરીઓ છે. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ છે ?

26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટુ છે?

27) રોમન અંકમાં 40 ને ............... લખાય.

28) રોમન અંક LXX ને અંકમાં..............?

29) 7 : 35 કલાકે ઘડિયાળનાં મિનિટ અને કાંટા વચ્ચે કેટલાં અંશનો ખૂણો બનશે?

30) 6:30 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?

31) 2 : 20 કલાકે ઘડિયાળનાં મિનિટ અને કાંટા વચ્ચે કેટલાં અંશનો ખૂણો બનશે?

32) ઘડીયાળને 11 : 20 નો સમય અરિસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે?

33) 10:36 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે?

34) એક ઘડિયાળમાં જો 40 મિનિટ સમય પસાર થાય તો કલાક કાંટો કેટલા ડિગ્રી ફરશે ?

35) જો ENGLAND ને 1234526 અને FRANCE ને 785291 ના કોડમાં લખવામાં આવે તો GREECE ને કઈ રીતે કોડમાં લખવામાં આવશે ?

36) કોઈ સાંકેતિક ભાષામાં FATHER ને લખવા AFHTRE નો ઉપયોગ થાય છે. જો MOTHER ને લખવા કોનો ઉપયોગ થાય?

37) જો પેનને સિકકો, સિકકાને લાકડી, લાકડીને પેન, પેનને સોય, સોયને રસ્સી અને રસ્સીને દોરો કહેવામાં આવે તો પેપર ઉપર લખવા માટે શેની જરૂર પડશે ?

38) અનિલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે ?

39) સુનિલ ઉત્તર તરફ જઈ રહ્યો છે. આગળ જતા રસ્તો ભૂલી જાય છે પરંતુ તેને એટલું યાદ છે કે તેણે 300 વખત જમણી બાજુ વળાંક લીધો છે અને 200 વખત ડાબી બાજુ વળાંક લીધો છે તો હાલ તે કઈ દિશામાં જઈ રહ્યો હશે ?

40) હિરેન તેના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિ.મી. ચાલે છે. તે ડાબી બાજુ વળી 2 કિ.મી. ચાલે તે પછી ઉત્તર તરફ વળી 5 કિ.મી. ચાલે છે. તે હવે હિરેન પોતાના ઘરથી કેટલા દૂર હશે?

41) સૂર્યાસ્ત સમયે વ્યક્તિ A અને B એકબીજા સામે મુખ રાખીને ઊભા છે. વ્યક્તિ A જુએ છે કે વ્યક્તિ B નો પડછાયો પોતાની ડાબી બાજુએ પડે છે. તો વ્યક્તિ B નું મુખ કઈ દિશામાં હશે ?

42) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

6, 17, 39, 72, ………….?

43) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

8, 24, 12, ……. 18, 54

44) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

28, 33, 31, 36…?..., 39

45) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 9, 20, 43……….?

46) ઇનામ મેળવતા માણસને બતાવતા સરોજે કહ્યું, "તે મારા કાકાની દીકરીનો ભાઈ છે." સરોજ માટે માણસ કોણ છે?

47) એક સ્ત્રી એક પુરુષને તેની માતાના ભાઈના પુત્ર તરીકે રજૂ કરે છે. પુરુષનો સ્ત્રી સાથે કેવી રીતે સંબંધ છે?

48) P, R નો પિતા છે. S એ Qનો પુત્ર છે. T, Pનો ભાઈ છે. જો R એ Sની બહેન હોય તો Q નો T સાથે................ સંબંધ હોય ?

49) વિધાન: બધા પત્ર કાળાં છે. બધા કાળાં ભુરા છે. કોઈ પત્ર લાલ નથી.

તારણ :
(A) બધા પત્ર ભુરા છે.
(B) કેટલાક કાળા લાલ નથી.

50) ચાર અંકથી વધુ ન હોય તેવી સંખ્યાઓ કેટલી ?

51) નાનામાં નાની 3 અંકોવાળી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

52) નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે ?

53) 11 થી 17 સુધીમાં મૂળ (અવિભાજ્ય) સંખ્યાઓ કેટલી ?

54) નીચેનામાંથી કઈ મહત્તમ (મોટામાં મોટી) સંખ્યા છે ?

55) 2, 0 અને 5 અંકોથી બનતી નાનામાં નાની 5 અંકોવાળી સંખ્યા કઈ હશે ?

56) 9, 8 તથા 0 અંકોનો ઉપયોગ કરી (પ્રત્યેક અંકનો ફક્ત એક જ વાર ઉપયોગ કરવો) કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યા બનાવી શકાય ?

57) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?

58) કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 42% માર્ક્સની જરૂર છે. પાર્થને 37% માર્ક્સ પ્રાપ્ત થાય છે અને તે 115 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે?

59) ૧૦% નફાથી કોઈ પુસ્તકને ૨૨૦ માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે?

60) 5 પેનની મૂળ કિંમત બરાબર 4 પેનની વેચાણ કિંમત કેટલા % નફો થાય?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

સ્વાશ્રયમાં ઘણાં ઉત્તમ ગુણો ખીલી નીકળે છે, ને તે ગુણોથી જ માણસ સુખી થાય છે અને પૂજ્ય ગણાય છે. જે મહાન ગુણ સ્વાશ્રયથી ઉત્પન્ન થાય છે - તે સંતોષ છે અને તેથી જ જોડે ધૈર્ય પણ ચાલ્યું આવે છે. સંતોષી અને ધૈર્યવાન સ્વાશ્રયી મનુષ્ય પ્રામાણિક અને ન્યાયી થાય છે. સ્વાશ્રય, સંતોષ, ધૈર્ય અને ન્યાય તથા પ્રામાણિકતા એટલા ગુણોનું નામ જ સ્વતંત્રતા કહેવાય છે, જેની-તેની વાતની ના જ પાડયા કરવી, કે જેમાં-તેમાં દોષ કાઢવા કે સર્વનું અપમાન થાય તેવી ઉદ્ધતાઈ રાખવી, એનું નામ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા છે એટલે તે સ્વાશ્રયી છે. તે ઉદ્યોગી હોય, દયાળુ અને શુદ્ધ હોય, એમાં કહેવું જ શું ? ટૂંકમાં સ્વાશ્રયથી સવૃત્તિનો ખરો ઉદય થાય છે, ને સર્વદા કલ્યાણ પેદા થાય છે. સ્વાશ્રય વિના કોઈ સુખી કે મોટું થઈ શક્યું નથી. વગવસીલાથી કે ખુશામત-ગુલામગીરીથી કદાપિ કોઈને અધિકાર કે દ્રવ્ય પ્રાપ્ત થાય, પણ તે યોગ્ય રીતે દીપે કે ભોગવાય તે માટે તો સ્વાશ્રયની જ અપેક્ષા છે. એટલે જો સ્વાશ્રય ન હોય તો તેવું જે મળ્યું હોય તે પણ લાંબુ ટકતું નથી, માટે સર્વત્ર સ્વાશ્રય જ વિજયી છે, સ્વાશ્રય જ પૂજાય છે, એમ યથાર્થ સમજી નિરંતર આપણા પોતાના પર જ આધાર રાખવો, જે આપણાથી થઈ શકે તેની પારકા ઉપર આશા ન રાખવી, જે આજ થાય તે કાલ ઉપર ન રાખવું, જે સવારે થાય તેને સાંજ ઉપર ન ધકેલવું, ને ક્ષણ પણ ઉદ્યોગથી વિરામ ન પામવો. :- મણિલાલ નભુભાઈ દ્વિવેદી

61) નીચેનામાંથી “બે પાંદડે થવું” રૂઢી પ્રયોગ જણાવો

62) નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ?

63) આપેલ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.

64) ક્યાં ગુણો એકબીજા સાથે જોડાયેલા નથી?

65) સવૃત્તિનો ઉદય શેમાંથી થાય છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઈ ન માગું.
સુણજે આટલો આર્તતણો પોકાર
બીજું હું કાંઈ ન માગું..... આપને૦
તુંબડું મારું પડયું નકામું
કોઈ જુએ ન એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.... આપને૦
એકતારો મારો ગુંજશે મીઠું
દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું
ગીતની રેલશે એક અખંડિત ધાર
એમાં થઈ મસ્ત હું રાચું..... આપને૦.

66) અંતરનો તાર કવિને ક્યા બાંધવો છે ?

67) કવિને શેમાં મસ્ત થઈ જવું છે?

68) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

69) વિશ્વ કોને જોતું રહી જશે?

70) કવિએ કોની પાસે માંગણી કરી છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

ન રૂપ, નહી રંગ, ઢંગ પણ શા અનાકર્ષક ?
નહી નયન વીજની ચમક ના છટા ચાલમાં,
ગુલાબ નહીં ગાલમાં નીરખી રોજ રોજ થતું,
કલા વિરૂપ સર્જને શીદ રહ્યો વિષિ વેડકી?
અને નીરખું રોજ મોહક સુરેખ નારી કૃતિ
પડ્યો નથનવીજ જેની ઉર-અદ્રિ ચૂરેચૂરા
ઢળે થઈ, અને વિરૂપ જડનારીનો હું પતિ,
અતુષ્ટ દઈ દોષ ભાગ્ય -બલને વહેતો ધુરા,
વહ્યા દિન અને બની જનનીએ શિશું એકની,
ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિંડને,
અને લઘુક પિંડ જીવનથી ઊભરાતું શિશું,
થતું ઘૂંટણ ભેર છાતી મહીં આવી છુપાઈને
હસે નયન માતાને નીરખી નેહની છાલક,
મને થતું તને અગર ચાહવા બની શકાય જો બાળક.
- જયંત પાઠક

71) કવિએ કાવ્યમાં કોનું વર્ણન કર્યું છે ?

72) કવિ શું બનવા ઈચ્છે છે?

73) કવિ કોને દોષ આપે છે ?

74) કાવ્યમાં કોના પ્રેમની વાત કરી છે ?

75) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

હાથ જોડી ના બેસો રે ભાઈ, હાથ જોડી ના બેસો!
કરવું હરિને હાથ ખરું, પણ સાથે શું શ્રમ નહિ લેશો?
હાથ જોડીને બેસી રહેતાં, ખાશો જગતની ઠેસો.
મેઘ વરસશે મૂશળધારે, તે શું જોઈ રહેશો ?
તન રગડી જો ન ખેતર ખેડો, તો પછી પાક દે એ શો?
ફરશે ને હરશે તે ચરશે, બાંધ્યો ભૂખે મરે શો;
હરિ હરિ કરતાં આ હીન દશા કરી, એમાં શો સંદેશો ?
સૂતેલા પણ સિંહ તણે મુખ આવી શિકાર પડે શો ?
ફાળ ભરી એ ઠાર કરે તો જ કરી શકે ભૂખ કલેશો.
આ નથી, તે નથી, એમ કદી પણ કાયર થઈ નવ કહેશો;
સાધનથી પણ સાધ્ય છે મોટું : પાધરે યત્ન પ્રવેશો.
યત્ને ચઢી બડી રેલ હઠવશો, નહીં તો પડી સડી વ્હેશો;
વીર! ઊઠો પ્રભુ સાહય થશે, આ સાધવો દિવ્ય સંદેશો.
-: અરદેશર ફરામજી

76) કવિએ કાવ્યમાં શેની વાત કરી છે ?

77) કોના મુખમાં શિકાર આવી પડતો નથી ?

78) કોણ ભૂખ્યો મરશે ?

79) પ્રભુ કોની મદદે આવે છે ?

80) ખેતરમાં પાક ક્યારે આવશે ?


Up