પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 05 (Paper 1)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 80

કુલ ગુણ: 80

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 40 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 80 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તિની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

2) "વિજ્ઞાન, જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

3) "ભાઈ, પિતા, ચિત્રકાર" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

4) "સંગીતનાં સાધન, પિયાનો, ગિટાર" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

5) નીચે આપેલી આકૃત્તિમાં ચોરસની ગણતરી કરો.

6) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

7) નીચે આપેલ પાસાની સ્થિતિ પ્રમાણે ૪ ની વિરૂદ્ધ બાજુએ કયો અંક આવશે?

8) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

9) નીચે આપેલ વર્તુળાકારમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

10) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

11) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

INFRASTRUCTURE

12) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

SPECIFICATION

13) "NECESSARY" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

14) નીચે આપેલ સંખ્યાઓમાં ડાબે છેડેથી આઠમા સ્થાને રહેલા ઘટકની જમણી બાજુ પાંચમાં સ્થાન પર કોણ હશે?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

15) નીચે આપેલ ગોઠવણીમાં તમામ બેકી અંકોને દૂર કરવામાં આવે તો, ગોઠવણીની જમણા છેડેથી ૧૧ મો અંક કયો થશે ?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

16) નીચે આપેલ ઉપરની ગોઠવણીમાં જમણે છેડેથી સોળમાં અંકની જમણેથી પાંચમા સ્થાન પર કયો અંક છે ?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

17) "અંગ્રેજી મુળાક્ષરોની શ્રેણીમાં પાસપાસેનાં બે મૂળાક્ષરો વચ્ચે છુટતાં મૂળાક્ષરોની સંખ્યા એક અંકથી વધે છે." નીચેનામાંથી કઈ શ્રેણીમાં આ નિયમ પળાય છે ?

18) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૪" કેટલી વખત આવે છે કે જેમાં ૪ ની આગળ અને પાછળ બંને બાજુ એકી અંકો હોય?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

19) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૧" કેટલી વખત આવે છે કે જેમાં ૧ ની આગળ અથવા પાછળ પૂર્ણ વર્ગ અંક હોય?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

20) "STREAMING" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

21) "NECESSARY" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

22) નીચે આપેલ સંખ્યાઓમાં ડાબે છેડેથી આઠમા સ્થાને રહેલા ઘટકની જમણી બાજુ પાંચમાં સ્થાન પર કોણ હશે?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

23) નીચે આપેલ ગોઠવણીમાં તમામ બેકી અંકોને દૂર કરવામાં આવે તો, ગોઠવણીની જમણા છેડેથી ૧૧ મો અંક કયો થશે ?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

24) ૪૦ વિદ્યાર્થીઓના એક વર્ગમાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય છે અને બાકીના નાપાસ થાય છે. રમણનો ક્રમ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ઉપરથી ૧૩ મો છે અને નીચેથી ૧૭ મો છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા?

25) એક હરોળમાં ૪૫ વૃક્ષો છે. જમણેથી ૨૦ મા સ્થાને લીંબુનું વૃક્ષ છે. તો લીંબુના વૃક્ષનું ડાબેથી સ્થાન જણાવો.

26) ૩૬ વિદ્યાર્થીઓના વર્ગમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં બેગણી છે. આ વર્ગમાં ૧૩ છોકરાઓ સરિતાની આગળ છે. સરિતાનો ક્રમ ૧૯ મો છે. તો સરિતા પછી કેટલી છોકરીઓ છે ?

27) એક ઉભી હરોળમાં મનુનો ક્રમ નીચેથી ૭ મો છે. શ્રેય મનુથી ૧૦ ક્રમ આગળ છે. જો શ્રેય ઉપરથી ૮ મા ક્રમે હોય તો ઊભી હરોળમાં કુલ કેટલા માણસો છે?

28) 85 લોકોના એક સમૂહમાં દિલીપનો આગળથી 42મો ક્રમ છે અને એજ સમૂહમાં પ્રવીણનો ક્રમ પાછળથી 48મો છે. તો તે બંને વચ્ચે કુલ કેટલા લોકો બેઠા હશે?

29) એક વર્ગમાં પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓમાં જયેશનો ક્રમ ઉપરથી 21મો અને નીચેથી 26મો ક્રમ છે. પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય અને 6 વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

30) રોમન અંકમાં 47 ને ............... લખાય.

31) નીચેનામાંથી 15 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

32) રોમન અંકમાં 'XD' લખીએ તો કેટલા થાય?

33) ઘડીયાળમાં બન્ને કાંટા 12 કલાકમાં કાટખુણો કેટલી વાર બનશે?

34) 03 : 00 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ ક્યો સમય દર્શાવે છે?

35) સવારના 10 કલાક થી બપોરના 2:00 કલાક સુધીમાં કલાક કાંટો કેટલા ડિગ્રી ફરશે ?

36) કાંટાની ઘડિયાળમાં એક મિનિટમાં, મિનિટ કાંટો કેટલા ડિગ્રી કરે છે ?

37) એક ઘડિયાળમાં 10 મિનિટમાં, મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરે છે ?

38) તનુજા તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી તરફ વળી 3 કિ.મી. ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે, ત્યાંથી જમણી બાજુ તરફ 4 કિ.મી. ચાલે છે. તો તેનું ઘર કેટલું દૂર હશે ?

39) હું પૂર્વ તરફ મુખ રાખીને ઊભેલો છું. અને 100° ઘડિયાળની દિશામાં અને 145° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દૂર છું. તો મારું મુખ કઈ દિશામાં હશે ?

40) એક વ્યકિત ઉત્તર દિશામાં મુખ રહે તેમ ઊભો છે. તે સમઘડી દિશામાં 45° નો વળાંક લે છે. ત્યારબાદ વિષમઘડી દિશામાં 180° નો વળાંક લે છે. અંતે વિષમઘડી દિશામાં 45° નો વળાંક લે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે ?

41) કોઈ એક ચોક્કસ ભાષામાં "SIGHT" ને "FVTUG" તરીકે લખવામાં આવે છે. તો "REVEAL" એ જ ભાષામાં કેવી રીતે લખાય છે?

42) જો કોઈ ચોક્કસ ભાષામાં, EXECUTIVE ને TCIEUXVEE તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તે ભાષામાં MAUSOLEUM ને કેવી રીતે કોડ કરવામાં આવે છે?

43) કોઈ ચોક્કસ કોડમાં, “FAVOUR”ને “EBUPTS” તરીકે લખવામાં આવે છે. તે કોડમાં DANGER કેવી રીતે લખાયેલ છે?

44) એક સાંકેતીક ભાષામાં "ROAST"ને જો "PQYUR" તરીકે દર્શાવવામાં આવે તો તેમાં ''SLOPPY'' કેવી રીતે દર્શાવાય?

45) જો કોઈ કોડમાં MIND ને KGLB બને છે અને ARGUE ને YPESC બને છે, તો તે કોડમાં DIAGRAM શું હશે?

46) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

35, 24, 15, 8……?

47) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 5, 9, 19, 37…….?

48) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

9, 19, 37, 75, 149….?

49) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

49, 42, 35, 28, 21……..?

50) આપેલ શ્રેણીમાં ખોટું પદ શોધો

1, 4, 5, 9, 14, 21, 37

51) પ્લેટફોર્મ પર એક મહિલા તરફ ઈશારો કરીને મંજુએ કહ્યું, "તે મારી માતાના પુત્રના પિતાની બહેન છે." મંજુ માટે મહિલા કોણ છે?

52) એક છોકરા તરફ ઈશારો કરીને વીણાએ કહ્યું, "તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે." એ છોકરાને વીણા સાથે કેવી રીતે સંબંધ છે?

53) વિધાન : કેટલાક પક્ષી હાથી છે. કેટલાક હાથી સફેદ છે.

તારણ :
(A) કેટલાક પક્ષી સફેદ છે.
(B) કેટલાક સફેદ પક્ષી છે.

54) નીચેનામાંથી ૫ અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?

55) કોઈ એક સંખ્યાના ૧૫% અને તે જ સંખ્યાના ૨૦% નો સરવાળો ૧૨૬ થાય છે, તો તે સંખ્યાનો ત્રીજો ભાગ કરવાથી કઈ સંખ્યા મળે ?

56) ત્રણ આંકડાની નાનામાં નાની વિષમ સંખ્યા કઈ ?

57) નિન્મ સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો હશે ?

(17, 8, 21, 13, 41, 2, 27, 31, 51)

58) ત્રણ આંકડાની નાનામાં નાની સંખ્યાને ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી બાદ કરતા જવાબ શો આવે ?

59) 100 અને 110 વચ્ચે આવતી મૂળ સંખ્યાઓ કેટલી છે ?

60) ચાર અંકોવાળી કુલ સંખ્યાઓ કેટલી છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

છેલ્લાં દસ વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતાં તેમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો ને કહ્યું, 'મગન, આજથી આ જમીન તારી. આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે !' પરંતુ પાકું લખાણ થાય એ પહેલા જ રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરોમાં પાક નિષ્ફળ ગયો. સ્વજનોએ સલાહ આપી : 'તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યા છે ? વહેવારું બન. આંકડે માખો વગરનું મધ છે. ચાર-પાંચ આગેવાનોની ત્યારે હાજરી હતી પણ એને તો આપણે ફોડી લેશું.’ મગન તો હરખભેર આવકારી રહ્યો. 'આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ...' 'મારી જમીન એમ ? આ જમીન તારી છે એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે ?' 'રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો...' ‘એ ન ચાલે. આ જમીન તારી નથી, શું સમજ્યો ? લે આ કાગળો ને કર સહી એટલે છેડો ફાટે.’ મોહનના આ શબ્દોથી મગનને પગ નીચેની જમીન સરી જતી લાગી. દોસ્ત સમી જમીન જમીનદોસ્ત થતી લાગી. મગને ધ્રૂજતા હાથે સહી કરી. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા. મોહન બોલી ઊઠ્યો : 'હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહિ માગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ, આ તારો દસ્તાવેજ.' સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને ‘મોહ'ને હડસેલતા કહ્યું ‘હું રામશંકરનો દીકરો છું’

61) “કિંમતી વસ્તુ સહેલાઈથી મળવી' - આ માટે આપેલ ગદ્યમાં ક્યા રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો છે ?

62) “હું રામશંકરનો દીકરો છું' - મોહનના આ વાક્ય દ્વારા ક્યો ભાવ દર્શાવાયો છે ?

63) સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી ?

64) મોહને મગન પાસે કાગળો પર સહી શા માટે કરાવી ?

65) મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

અસ્ત થાતાં રવિ પૂછતો અવિનને:
'સારશે કોણ કર્તવ્ય મારા ?'
સાંભળી પ્રશ્નએ સ્તબ્ધ ઊભાં સહું,
મોં પડયાં સર્વનાં સાવ કાળાં.
તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યુંઃ
'મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ!
એટલું સોંપજો, તો કરીશ હું.'
:- રવીન્દ્રનાથ ટાગોર, અનુવાદ ઝવેરચંદ મેઘાણી

66) અવનિને કોણ પ્રશ્ન પૂછે છે ?

67) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

68) ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું?

69) કાવ્યમાં શેનો ભાવ નિષ્પન્ન થાય છે ?

70) પ્રશ્ન સાંભળી સર્વનાં મોં કેવાં થઈ ગયા ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરાને અવર સૌ.
ભમ્યો યાત્રાધામો, અડસઠ જલે સ્નાન કરિયાં,
વળી સાથે લાવ્યો વિમલ થટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું -દરશની ?
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની!
અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં'તાં વાતો એ, નયન નમણાંને સખીતણાં
ઢળ્યાં'તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે –
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતઝરા!
મને એ ચક્ષુમાં પ્રભુ! જગત તીર્થોત્તમ મળ્યું.
-: બાલમુકુંદ દવે

71) કવિને કોની આંખમાં જગત તીર્થોત્તમ મળ્યું?

72) કવિએ કેટલા જળે સ્નાન કર્યા ?

73) કવિ સાંજે મઢીઓટે કોની સંગે બેઠા હતા ?

74) નીચેમાંથી ક્યો ઉછંગનો પર્યાય છે ?

75) કવિને શું શોધવા ઝાઝા દિવસો વહી ગયા ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

હવે નગરમાં સવારે સવારે
ફૂલ કરતાં તો વધુ
બારી બારણા ઊઘડે છે.
બાગમાં રોપેલાં પેલા જંગલી છોડ પણ
હારબંધ ઊભા રહી જાય છે.
માળીની કાતરને સલામી દઈને
મોં-સૂઝણાના મલકાટને અને
સંધ્યાની નમણી લજજાને
દીવાલ પર ટાંગેલા આડાઅવળાં
લીટાઓમાં અને રંગનાં ધાબાઓમાં
છુપાયેલો પિકાસો હસી કાઢે છે.
'પ્રભુના પયંગબરો'ની ધૂળને
ગળી ગયા છે. આમતેમ આથડતા
આસ્ફાલ્ટના અજગરો.
આ થોડાંક પંખીઓ પણ
વનવાસે આવ્યાં હશે આ નગરમાં ?
:- જયંત પાઠક

76) નગરમાં વનવાસે કોણ આવ્યું છે ?

77) આપેલ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

78) આપેલ કાવ્યમાં કોના પર કટાક્ષ કર્યો છે?

79) 'આસ્ફાલ્ટના અજગરો' શેનું પ્રતીક છે ?

80) આપેલા કાવ્યમાં કેવા નગરની વાત કરી છે ?


Up