પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 04 (Paper 1)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 80

કુલ ગુણ: 80

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 40 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 80 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તિની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

2) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

3) શ્રીનગર, શિમલા, ગંગટોકમાંથી ઓછામાં ઓછા બે સ્થળોની મુલાકાત લેનારા પરિવારોની સંખ્યા જણાવો.

4) "અઠવાડીયુ, દિવસ, વર્ષ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

5) આપેલી સંખ્યા ચોક્કસ શ્રેણીમાં વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે કેટલા ભારતીય ખેલાડી છે પરંતુ છોકરાઓ નથી?

6) "છોકરો, છોકરી, માણસ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

7) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા લંબચોરસ આવેલ છે, તેની ગણતરી કરો.

8) નીચે આપેલ આકૃત્તિમાંથી ત્રિકોણની ગણતરી કરો.

9) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે નહીં?

10) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

11) નીચે આપેલ આકૃતિ માં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

12) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

13) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

PORTFOLIO

14) નીચે કેટલાંક શબ્દોનું જૂથ આપેલ છે. તેનો અભ્યાસ કરી નીચેના વિકલ્પમાં આપેલા કયા મૂળાક્ષરને દરેક શબ્દોની આગળ કે પાછળ જોડીને અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય ?

TILL, TABLE, PILE, TAB, PRING

15) નીચેના સમૂહમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

16) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં પ્રથમ બે અંકોના સ્થાન અદલબદલ કરીએ તો કઈ સંખ્યા સૌથી નાની થશે?

17) આપેલ અક્ષરોની યાદીમાં કેટલા ‘O' એવા છે કે જેની તરત પછી 'Q' આવતો હોય પરંતુ તેની તરત પહેલાં ‘D’ આવતો ન હોય ?

D Q Q O D Q O D O D Q D Q Q D S D Q P O Q D S S S D O
Q O Q D O Q D D D O Q C D O Q C O D Q Q O D Q D O

18) "અંગ્રેજી મુળાક્ષરોની શ્રેણીમાં પાસપાસેનાં બે મૂળાક્ષરો વચ્ચે છુટતાં મૂળાક્ષરોની સંખ્યા એક અંકથી વધે છે." નીચેનામાંથી કઈ શ્રેણીમાં આ નિયમ પળાય છે ?

19) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યાના મધ્યમા રહેલા અંકમાં "1" ઉમેરીએ અને ત્યારબાદ પ્રથમ અને બીજા અંકોની અદલાબદલી કરીએ તો કઈ સંખ્યા ત્રીજા ક્રમે મળશે?

20) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

21) "VERTICAL" શબ્દના દરેક મૂળાક્ષરોને તેમના આલ્ફાબેટિક ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષરોનું સ્થાન બદલાશે નહીં?

22) P@L : Y75 :: $I# : ……………..?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

23) નીચે આપેલ ગોઠવણીમાં ઘાટા (Bold) કરેલ મૂળાક્ષરોની શ્રેણીમાં એવી કેટલી જોડ મળશે કે જેમાં શ્રેણીમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય? (સીધી અને ઉલટી દિશા થઈને)

C E B A C D B C D A C E B E D C A B A D A C E D U B A U B D B U

24) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો D કોની વચ્ચે બેઠો છે?

25) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો B અને F બન્નેનો પાડોશી કોણ છે?

26) A,B,C,D,E,F,G,H અને K કેન્દ્રની વિરુદ્ધ મુખ કરી વર્તુળમાં બેઠા છે. F, E ની જમણી બાજુ ચોથો છે અને B ની જમણે ત્રીજો છે. K, B ની ડાબી બાજુ ચોથો અને D ની જમણે ત્રીજો છે. C, H ને જમણે ત્રીજો છે કે જે Kનો પડોશી નથી. A, G ની ડાબી બાજુ બીજો છે. તો, K ની જમણી બાજુ કોણ?

27) 16 છોકરાઓની એક હરોળમાં પ્રકાશ ડાબી બાજુ 2 સ્થાન ખસતા ડાબી બાજુથી તેનો ક્રમ 7 મો થઈ જાય તો અગાઉ જમણેથી તેનું સ્થાન કેટલામું થશે?

28) 101 છોકરાની એક લાઈનમાં શિવમ ડાબી તરફથી 51 મા ક્રમે છે જ્યારે કમલ જમણી તરફથી 47 માં ક્રમે છે તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે ?

29) વિદ્યાર્થીઓની એક સીધી લાઈનમાં અનીકેત આગળથી 12 માં સ્થાન પર છે અને સુધીર પાછળથી 32 મા સ્થાને છે. જો અનીકેત અને સુધીરની વચ્ચે 11 વિદ્યાર્થીઓ ઊભા હોય તો તે સીધી લાઈનમાં મહત્તમ કેટલા વિદ્યાર્થીઓ હશે?

30) છોકરાઓની એક હરોળમાં વિશાલ ડાબેથી ૧૦મા અને હર્ષીલ જમણેથી ૧૯મા સ્થાને છે. જો બંને એકબીજા સાથે સ્થાનની અદલા બદલી કરે તો વિશાલ ડાબેથી ૧૬મા સ્થાને આવી જશે. તો હરોળમાં કુલ કેટલા છોકરાઓ છે?

31) મીના અને સુરેશ વર્ગમાં પાસ થયેલા ૩૧ વિદ્યાર્થીઓમાં આગળથી અનુક્રમે ૭ મો અને ૧૧ મો ક્રમાંક મેળ્વયો છે તો પાછળથી તેમનો ક્રમાંક અનુક્રમે કયો થશે?

32) બાળકોની એક હરોળમાં સુનિલ ડાબેથી ૫ મા સ્થાન પર અને લક્ષ્ય જમણેથી છઠ્ઠા સ્થાન પર છે. જો બંને એકબીજા સાથે સ્થાનની અદલાબદલી કરે તો સુનિલ ડાબેથી ૧૩ મા સ્થાન પર આવે છે. તો લક્ષ્યનું જમણેથી સ્થાન જણાવો.

33) રોમન અંકમાં 54 ને ............... લખાય.

34) નીચેનામાંથી 100 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

35) ૬૯ ને નીચેનામાંથી રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

36) 6:00 કલાકે ઘડિયાળમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?

37) ઘડીયાળમાં 10 : 45 નો સમય અરિસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે?

38) 3:40 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?

39) એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 10 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ 5 કિ.મી. અને ત્યારબાદ પોતાની ડાબી બાજુ 10 કિ.મી. અંતર ચાલી ઊભો રહી જાય છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે?

40) કપિલ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભા છે. તે 45°ના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછા એ જ દિશામાં 180° ખૂણે ફરે છે. ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270° ફરે છે. તો હવે તે કઈ દિશા તરફ મુખ રાખીને ઊભો હશે ?

41) કોઈ ચોક્કસ કોડમાં, CONDEMN ને CNODMEN તરીકે લખવામાં આવે છે. તે કોડમાં TEACHER કેવી રીતે લખવામાં આવશે?

42) કોઇ ચોક્કસ કોડમાં, "BELIEF" ને "AFKKDI" તરીકે લખાયેલ છે. તે કોડમાં "SELDOM" કેવી રીતે લખાય છે?

43) જો કોઈ ચોક્કસ કોડમાં "GLAMOUR" ને "IJCNMWP" અને "MISRULE" ને "OGUSSNC" લખવામાં આવે તો તે કોડમાં "TOPICAL" કેવી રીતે લખવામાં આવશે?

44) એક સાંકેતિક ભાષામાં જો "EARTH" ને "QPMZS" તરીકે લખવામાં આવે તો ભાષામાં "HEART" ને કેવી રીતે લખાય?

45) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

38, 36, 32, 30, 26……….?

46) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

199, 135, 86, 50, 25…….?

47) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1296, 216, 36, 6….?

48) રીટા તરફ ઈશારો કરતાં નિખિલે કહ્યું, હું તેની માતાનો એક માત્ર પુત્ર છું. રીટાને નિખિલ સાથે કેવી રીતે સંબંધ છે?

49) એક વ્યક્તિ તરફ સંકેત કરતાં એક મહિલાએ કહ્યું, "તેમની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે." તો તે મહિલા વ્યકિત સાથે શું સંબંધ ધરાવે છે ?

50) વિધાન: કેટલાક જ મહેલ ઘર છે. બધા ઘર ઓફિસ છે. કોઈ ઓફિસ બિલ્ડિંગ નથી.

તારણ :
(A) કોઈ ઘર બિલ્ડિંગ નથી
(B)કેટલાક ઘર બિલ્ડીંગ છે.

51) વિધાન : (!) અમુક ખુર્શી, ટેબલ છે. (!) કોઈ ટેબલ, બેન્ચ નથી.

તારણ :
(A) અમુક ટેબલ, ખુરશી છે
(B)કોઈ ખુરશી, બેન્ચ નથી.

52) 1,4,6,8 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીને પાંચ અંકોવાળી મોટામાં મોટી સમ સંખ્યા કઈ બને ?

53) સંખ્યા 6, 4, 2, 1 અને 0 ને માત્ર એક જ વાર ઉપયોગમાં લઈ 5 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ બનશે ?

54) ત્રણ અંકોવાળી કુલ સંખ્યાઓ કેટલી છે ?

55) બે ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો અવિભાજ્ય સંખ્યા જેટલો હોય તો તે જોડી કઈ ?

56) સાદુ રૂપ આપો :

(12 × 12 + 12 ÷ 0.04) ÷ 4 = …………?

57) સાદુ રૂપ આપો :

44 × 4.40 + 2.64 = …….?

58) સાદુ રૂપ આપો :

888 × 14 = ………?

59) 'પચાસ લાખ પંચાવન હજાર પાંચ' - આંકડામાં કઈ રીતે લખાય ?

60) 12 હજાર + 13 શતક + 2 દશક = ………….. ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભય તો છે જ. તે સાથે કામ, ક્રોષ વગેરે આંતરિક ભય પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધાં ભયથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહિ એવી સ્થિતિની પરાકાષ્ઠા, એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશા ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા પર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભય છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા-આસક્તિ દૂર થાય તો ભયરહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે.

61) ‘મમતા’ નો સમાનાર્થી/ પર્યાય શબ્દક્યો છે?

62) જીવનમાં આંતરિક ભય તરીકે કોને ઓળખાવી શકાય ?

63) નીચેનામાંથી ખોટું વિધાન ક્યું છે ?

64) ભયથી સંપૂર્ણ મુક્તિ કઈ રીતે મેળવી શકાય ?

65) ભયરહિત અવસ્થાને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

ભારત એ જ પ્રાચીન ભૂમિ છે જ્યાં જ્ઞાન બીજા કોઈપણ દેશમાં પ્રયાણ કરતાં પહેલા સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ જ આર્યવર્ત છે કે જેની આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિકાઓ પર કરી રહી છે. આ એ જ ભારત છે જ્યાં પુરાત નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર ચડાવીને ઊંચે જતો જતો પોતાના તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે. આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓના પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમ જ આંતર જગત વિશેની ખોજ પહેલવહેલી આ ભૂમિમાં થઈ. આત્માના અમરત્વનો સિદ્ધાંત, જગન્નિયંતા તરીકે ઈશ્વરના અસ્તિત્વનો સિદ્ધાંત, પ્રકૃતિમાં તેમ જ મનુષ્યમાં ઈશ્વર વ્યાપી રહેલો છે એવો સિદ્ધાંત સૌ પહેલા આ ભૂમિમાંથી જ ઊઠ્યા. ધર્મના ફિલસુફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો તેમના સર્વોચ્ચ શિખરે આ ભૂમિા જ પહોંચ્યા. જયાંથી આધ્યાત્મિકતા અને ફિલસૂફીએ વારંવાર ભરતીના મોજાની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ છે અને માનવજાતિની અધઃ પતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પુરવા અર્થે આવી ભરતી ફરી એક વાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે. આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આધાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમ જ રીતભાતો અને રિવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભો છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈપણ પહાડ કરતાં વધુ મજબુત થઈને ઉભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું, અનાદિ, અનંત અવિનાશી છે આવા દેશના આપણે સંતાનો છીએ.

66) ભારત ભૂમિમાં પહેલવહેલી શોધ શાની થઈ ?

67) નગાધિરાજ કોને ઉદ્દેશીને લખાયું છે ?

68) અનાદિ, અનંત અને અવિનાશી સ્વભાવનું જીવન કઈ ભૂમિનું છે ?

69) કઈ બે બાબતો એ આ ભૂમિથી બહાર જઈ દુનિયાને તરબોળ કરેલ છે ?

70) આ ગદ્યનું શિર્ષક શું છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે : ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે! ટળવળે તરસ્યાં તારાને વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મુશળધાર વરસી જાય છે! ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર, ને ગગનચૂંબી મહેલો જનસૂના રહી જાય છે! દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે! કામધેનુને જડે ના એક સૂકું તણખલું, ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે! છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહલું: ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે! -: કરસનદાસ માણેક

71) આપેલ કાવ્યમાં ક્યો ભાવ જોવા મળે છે ?

72) દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે! - પંક્તિમાં શેનો તાત્પર્ય રહેલો છે ?

73) તારા તરસ્યાં ટળવળે ત્યારે કોણ વેરણ બને છે ?

74) કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

75) પથ્થરો તરી જાય છે ત્યારે કોણ ડૂબી જાય છે?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

મહાન તત્ત્વો આપણી પાસે પડેલાં છે, અતિ અદ્ભૂત બાબતો પડી છે, પ્રકૃતિ વિશેના આપણા ખ્યાલોની દૃષ્ટિએ એને આપણે અલૌકિક ભલે કહીએ, પરંતુ આમાની એક પણ બાબત રહસ્યપૂર્ણ નથી. આ દેશની ધરતી પર કદી પણ એવો ઉપદેશ આપવામાં નથી આવ્યો કે ધર્મના સત્યો ગુપ્ત રહસ્યો છે યા તો હિમાલયની શીતળ ઢોચ પર બેઠેલી ગુપ્ત મંડળીઓની ખાનગી મિલકત છે. હુ હિમાલયમાં ગયો છું. તમે ત્યાં નથી ગયા. તમારા ઘરબારથી એ સેંકડો માઈલ દૂર છે. પણ હું તો સન્યાસી છું અને છેલ્લા ચૌદ વરસથી પગે ચાલીને પરિભ્રમણ કર્યા કરું છું. આ ગુપ્ત મંડળીઓનું ક્યાંય અસ્તિત્વ નથી. આવા વહેમોની પાછળ દોડાદોડ કરો નહી. એના કરતાં તો તમે નરાતાળ નાસ્તિક થાઓ એ તમારે માટે અને પ્રજાને માટે વધુ સારું છે, કારણ કે તેથી તમારામાં તાકાત આવશે. પરંતુ આ ગુપ્ત મંડળો તો અધઃ પતન અને મોતનું કારણ છે. લ્યાનત છે માનવજાત કે શક્તિશાળી મનુષ્યો આવા વહેમોમાં પોતાનો બધો સમય બગાડે છે. દુનિયાના સડેલામાં સડેલા વહેમોના ખુલાસા આપવા માટે રૂપકો ઉપજાવી કાઢવામાં પોતાના બધા સમયનો વ્યર્થ વ્યય કરે છે. બહાદુર બનો, દરેક બાબતને એવી રીતે સમજાવવાનો પ્રયાસ ન કરો. ખરી હકીકત એ છે કે આપણામાં કેટલાય વહેમો પડ્યા છે, આપણા સમાજના દેહ ઉપર ઘણા કાળા ડાઘા અને ઘણાં ચાંદા પડી ગયા છે. એ બધાનો નસ્તર મૂકીને, કાપી કાઢીને આપણે નાશ કરવાનો છે. બેશક, એમાંથી કોઈ આપણા ધર્મનો, આપણા રાષ્ટ્રીય જીવનનો, આપણી આધ્યાત્મિકતાનો નાશ કરે એમ નથી. ધર્મના એકે એક સિદ્ધાંત સહી સલામત છે અને આ કાળા ધાબા જેમ વહેલા કાઢી નાખવામાં આવશે તેમ ધર્મના સિદ્ધાંતો વધુ સારી રીતે વધુ પ્રભાવ સાથે ઝબકી ઊઠશે. તમે એમને વળગી રહો.

76) સમાજના દેહ ઉપર કેવા ડાઘા પડી ગયેલ છે ?

77) આ દેશની ધરતી ઉપર ક્યો ઉપદેશ આપવામાં નથી આવ્યો ?

78) આ ગદ્ય ખંડ દ્વારા લેખક કઈ બાબત તરફ ધ્યાન ન આપવાનું શિખવે છે ?

79) વહેમની પાછળ દોડવું તેના શું થવું સારૂ લેખક જણાવે છે.

80) આપણા ધર્મનો રાષ્ટ્રીય જીવનનો અને આધ્યાત્મિકતાનો નાશ કોણ કરી શકે તેમ નથી ?


Up