પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 03 (Paper 1)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 80

કુલ ગુણ: 80

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 40 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 80 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

2) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

3) "વ્યક્તિ, પશુ, પક્ષી" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

4) "હોકી, ફૂટબોલ, ક્રિકેટ" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

5) "વકીલ, શિક્ષક, શિક્ષિત" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

6) "બિલાડી, ઉંદર, પ્રાણી" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

7) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા સમાંતર ત્રિકોણ આવેલ છે, તેની ગણતરી કરો.

8) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

9) નીચે આપેલ પાસા પર F ની સામે ક્યો મુળાક્ષર આવશે?

10) ખુટતી કિંમત્ત શોધો.

11) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

12) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

13) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાય છે ?

LANDSCAPE

14) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

REASONABLE

15) નીચેની ગોઠવણીમાંથી ડાબી બાજુથી બેકી સ્થાન પર રહેલા ઘટકોની શ્રેણી બનાવવામાં આવે તો તેમાં અનુક્રમે કેટલા અંકો, સંજ્ઞાઓ અને મૂળાક્ષરો હશે?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

16) "DEPRESSION" શબ્દનો પહેલો અને બીજો અક્ષર અદલબદલ કરવામાં આવે અને તે જ રીતે ત્રીજો અને ચોથો અક્ષર તથા પાંચમો અને છઠ્ઠો અક્ષર અને એ જ રીતે છેક સુધી અદલ બદલ કરો. મળેલા નવા શબ્દના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિકશનરી પ્રમાણે ગોઠવો. હવે મળેલા શબ્દમાં જમણેથી સાતમો અક્ષર કયો હશે?

17) "REFRESHING" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

18) નીચે આપેલ દરેક સંજ્ઞાની જગ્યાને તેની તરત જમણી બાજુની સંજ્ઞા / અંક / મૂળાક્ષર સાથે અદલાબદલી કરવામાં આવે છે. તો હવે કેટલા મૂળાક્ષર એવા મળશે કે જેની તરત પછી અંક આવતો હોય અને તરત પહેલા સંજ્ઞા આવતી હોય?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

19) નીચે આપેલ ગોઠવણીમાં એવા 'A' કેટલા છે કે જેમાં તેની તરત આગળ 'B' આવતો હોય અને તરત પાછળ 'વ્યંજન' હોય?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

20) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૩" કેટલી વખત આવે છે કે જેમાં "૩" ની તરત આગળનો અંક ૩ થી નાનો હોય ?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

21) જો અંગ્રેજી આલ્ફાબેટ મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખવામાં આવે તો, M મૂળાક્ષરની ડાબેથી પાંચમો મૂળાક્ષર કયો હશે?

22) નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલાબદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્ય ક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?

738, 429, 156, 273, 894

23) નીચે આપેલ જો ગોઠવણીને ઊલટા ક્રમમાં લખીએ તો શ્રેણીમાં ડાબે છેડેથી સાતમા સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણે આઠમા સ્થાન પર કયો મૂળાક્ષર છે?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

24) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો H ના સંદર્ભમાં Dનું સ્થાન કયું છે ?

25) A,B,C,D,E,F,G,H અને K કેન્દ્રની વિરુદ્ધ મુખ કરી વર્તુળમાં બેઠા છે. F, E ની જમણી બાજુ ચોથો છે અને B ની જમણે ત્રીજો છે. K, B ની ડાબી બાજુ ચોથો અને D ની જમણે ત્રીજો છે. C, H ને જમણે ત્રીજો છે કે જે Kનો પડોશી નથી. A, G ની ડાબી બાજુ બીજો છે. તો, G ની ડાબી બાજુ ચોથું કોણ છે?

26) A,B,C,D,E,F,G,H અને K કેન્દ્રની વિરુદ્ધ મુખ કરી વર્તુળમાં બેઠા છે. F, E ની જમણી બાજુ ચોથો છે અને B ની જમણે ત્રીજો છે. K, B ની ડાબી બાજુ ચોથો અને D ની જમણે ત્રીજો છે. C, H ને જમણે ત્રીજો છે કે જે Kનો પડોશી નથી. A, G ની ડાબી બાજુ બીજો છે. તો, Aના પડોશી કોણ કોણ છે?

27) એક વર્ગમાં પરીક્ષામાં અમિત ઉપરથી ૧૭ ક્રમાંકે અને નીચેથી ૨૬ ક્રમે પાસ થાય છે. પરીક્ષામાં ૧૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય અને ૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

28) છોકરીઓની એક હરોળમાં સીતા કે જેનું સ્થાન ડાબેથી ૧૦ મું છે અને લીના કે જેનું સ્થાન જમણેથી ૯ મું સ્થાન છે. જો બંને એકબીજા સાથે સ્થાનની અદલાબદલી કરે તો સીતા ડાબેથી ૧૫ મા સ્થાને આવી જાય છે તો આ હરોળમાં કુલ કેટલી છોકરીઓ છે?

29) ૩૦ વિદ્યાર્થીઓના વર્ગમાં, મહેશ ડાબેથી ૧૪મા સ્થાન પર તથા રમેશ જમણેથી ૨૦ મા સ્થાન પર છે. તો રમેશ અને મહેશ વચ્ચે કેટલાં વિદ્યાર્થીઓ હશે?

30) એક વર્ગમાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં શિવમનો આગળથી 10મો ક્રમ છે, જ્યારે પાછળથી 30મો છે. 15 વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી તેમજ 12 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થાય છે. તો તે વર્ગમાં કુલ કેટલાં વિદ્યાર્થીઓ હશે?

31) એક વર્ગમાં અજયનો ક્રમ ઉપરથી ૧૫ મો અને નીચેથી ૨૧ મો છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

32) એક વર્ગમાં રાહિલનો ઉપરથી ૮ મો ક્રમ અને નીચેથી ૨૮ છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે?

33) રોમન અંકમાં 549 ને ............... લખાય.

34) રોમન અંકમાં 1900 ને ............... લખાય.

35) રોમન અંકમાં CCCXXXIII …………..?

36) ઘડીયાળમાં બન્ને કાંટા ૪૮ કલાકમાં કાટખુણો કેટલી વાર બનશે?

37) એક ઘડિયાળમાં, 180 મિનિટ બાદ કલાક કાંટો કેટલા ડિગ્રી ફરી જશે ?

38) 10:56 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?

39) ઘડીયાળને 12 : 35 નો સમય અરિસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે?

40) 06 : 30 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ ક્યો સમય દર્શાવે છે?

41) 12 : 10 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ ક્યો સમય દર્શાવે છે?

42) એક માણસ પૂર્વ દિશામાં 6 મીટર ગયો. ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. હવે તે તેના ચાલવાના સ્થળથી કેટલા મીટર દૂર હશે ?

43) એક વ્યક્તિ પૂર્વ દિશામાં ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ ૪૫ નાં ખુણે વળી ૧૨ કિમી. ચાલે છે. થોડા સમય બા તે પોતાની ડાબી બાજુ ફરીથી ૪૫ નાં ખુણે વળી ૩ કિમી અંતર ચાલે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે?

44) ભરત પ્રસ્થાન બિંદુથી દક્ષિણ તરફ 2 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ ફરી 3 કિ.મી. ચાલે છે. પછી તે જમણી બાજુ ફરી 2 કિ.મી. ચાલે છે. તો ભરતનું મુખ કઈ દિશામાં હશે ?

45) શહેર D શહેર Mની પશ્ચિમમાં છે. શહેર R શહેર D ની દક્ષિણમાં છે. શહેર K શહેર R ની પૂર્વમાં છે. તે શહેર K, શહેર D ની કઈ દિશામાં હશે?

46) જો કોઈ ચોક્કસ કોડમાં, ORIENTAL ને MBUOFJSP તરીકે લખવામાં આવે છે. તે કોડમાં COWARDLY ને કેવી રીતે લખાય છે

47) જો કોઈ એક સાંકેતિક ભાષામાં "POLICE" નો કોડ "QQOMHK" થાય તો "ARMY" નો કોડ શોધો.

48) જો STRONG ને ROTNSG તરીકે લખવામાં આવે, તો તે જ કોડમાં NAGPUR કેવી રીતે લખવામાં આવશે?

49) કોઈ ચોક્કસ કોડમાં, "SPRING" ને "UNUFRC" તરીકે લખવામાં આવે છે, તે કોડ ભાષામાં "MOBILE" શબ્દ કેવી રીતે લખવામાં આવશે?

50) જો "ROAST" ને ચોક્કસ ભાષામાં "PQYUR" તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તે ભાષામાં "SLOPPY" કેવી રીતે કોડેડ થશે?

51) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

0, 3, 8, 15, 24, 35 …….?

52) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15, 28, 45……..?

53) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 9, 27, 81, 243….?

54) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

7, 26, 63, 124, 215, 342………?

55) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

45, 44, 42, 39, 35, 30………?

56) સ્ટેજ પરના એક માણસ તરફ ઈશારો કરીને રાશિએ કહ્યું, "તે મારા પતિની પત્નીની દીકરીનો ભાઈ છે." સ્ટેજ પરનો માણસ રાશી સાથે કેવી રીતે સંબંધિત છે?

57) A અને B બહેનો છે. C અને D ભાઈઓ છે. A ની પુત્રી C ની બહેન છે. B નો D સાથે સંબંધ શું થાય?

58) A અને B ભાઈ છે. C અને D બહેનો છે. Aનો પુત્ર Dનો ભાઈ છે. B, C સાથે શું સંબંધ ધરાવે છે ?

59) વિધાન: બધી ચકલીઓ પક્ષીઓ છે. બધા પક્ષીઓ કબૂતર છે.

તારણ :
(A) બધી ચકલી કબૂતરો છે.
(B) બધા કબૂતરો ચકલીઓ છે.

60) વિધાન : (!) બધી રાણી, રાજા છે. (!) કેટલાક રાજા, વઝીર છે.

તારણ :
(A)કેટલાક રાજા, રાણી છે.
(B)બધી રાણી, વઝીર છે.

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

ભારતમાં ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે સ્મૃતિગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઇતિહાસ- ગ્રંથોનો સમાવેશ થાય છે. 'મનુસ્મૃતિ' એ અગત્યનું ધર્મેતર સાહિત્ય સાહિત્ય ગણી શકાય, જે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદાગ્રંથ ગણાય છે. કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર' પણ એવો જ એક બીજો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે, જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજયના સ્વરૂપ વિશેની માહિતી મળે છે. પાણિનિએ રચેલ 'અષ્ટાધ્યાયી' નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે, જેની રચના ઈ.સ. પૂર્વેની છઠ્ઠી-પાંચમી સદીમાં થઈ હોવાનું વિદ્વાનો માને છે. ‘દિઘનિકાય', 'અંગુત્તરનિકાય' અને 'મજિમનિકાય' એ મહત્ત્વપૂર્ણ બૌદ્ધગ્રંથો છે, જેમાં રાજ્યની સ્થાપનાનો ઈતિહાસ અને તત્કાલિન સામાજિક પરિસ્થિતિનું દર્શન થાય છે. સાહિત્યિક કૃતિઓમાં સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે. મહાન સાહિત્યકાર કાલિદાસનાં સંસ્કૃત નાટકો સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના દ્વારા રચિત 'અભિજ્ઞાનશાકુન્તલમ્', 'મેઘદૂતમ્' અને 'ઋતુસંહાર'માંથી ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિ દૃષ્ટિગોચર થાય છે. આ સિવાય મહાકવિ ભાસ અને શુદ્રકનાં નાટકો પણ ઐતિહાસિક રીતે અગ્રગણ્ય કહી શકાય. ઈતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે બારમી સદીમાં રચાયેલ 'રાજતરંગિણી’ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. તેની રચના કશ્મીરના રાજકવિ કલ્હણે કરી છે. તેમાં કશ્મીરનો ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં આવ્યો છે. ઇતિહાસ ક્ષેત્રે આવો શ્રેષ્ઠ ગ્રંથ ભારતમાં પ્રાચીનકાળે જોવા મળતો નથી. જેમાં ઇતિહાસ હોય તેવા અનેક ગ્રંથોમાં 'હર્ષચરિત' અગત્યનો ગ્રંથ ગણાય છે. તેની રચના સમ્રાટ હર્ષના રાજકવિ બાણભટ્ટે કરી છે

61) નીચેનામાંથી ક્યો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે ?

62) નીચેનામાંથી શેનો સમાવેશ ભારતના ધર્મેત્તર સાહિત્યમાં થાય છે ?

63) પ્રાચીન ભારતનો પ્રથમ કાયદાગ્રંથ કોને ગણવામાં આવે છે ?

64) ઉપરોક્ત ગદ્યખંડમાં દર્શાવેલ ગ્રંથ અને તેના રચયિતા બાબતે કઈ જોડ યોગ્ય નથી ?

65) નીચેનામાંથી ક્યા ગ્રંથોનો સમાવેશ બૌદ્ધ ગ્રંથોમાં થતો નથી ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ. દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર. માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવનપંથ ઉજાળ. ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય. દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય, મારે એક ડગલું બસ થાય. પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ.

66) જીવનપંથ કઈ રીતે ઉજોળવાની વાત પ્રાર્થનામાં કરી છે ?

67) નીચેમાંથી ક્યો શબ્દ અલગ પડે છે ?

68) નીચેમાંથી ક્યો ‘લગીર’નો પર્યાર નથી ?

69) કવિને ક્યાં માર્ગ સૂઝતો નથી ?

70) પ્રસ્તુત ગીત કોને સંબોધીને કહેવાયું છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

ભોમિયા વિના મારે, ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉર-બોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડયો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે, એવી ભમવી રે કંદરા, અંતરની આંખડી લ્હોવી જરી.

71) કવિના શબ્દો ક્યાં વેરાયા હતા ?

72) કોના વિના ડુંગરા અને જંગલની કુંજકુંજ જોવાની વાત કરી છે ?

73) અંતરની વેદના ક્યાં વણવી હતી ?

74) આપેલ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

75) કવિ કોની આંખોને લૂંછવાની વાત કરે છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

કાચા આ કોડિયે મૂકેલો હો દીવડો,
કાચા આ કોડિયે મુકેલો.
સૂરજના અજવાળાં એમાં સજાયાં,
શશિયરના શીતળ જો કિરણો સમાયાં,
ગેબી કો ગોખમાં મૂકેલો,
હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો.
વર્ષાની વાદળીઓ આવે ને આંતરે,
અંધારાં અવનીનાં આવે ને આવરે,
ઝંઝાના વીંજણે ઝગેલો.
હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો.
સંતનના નયનોની કીકીમાં ડોલતો,
દુખિયારી આંખોની ખીણોમાં ઓપતો,
સોહે અનેકમાં અકેલો,
હો દીવડો, કાચા આ કોડિયે મૂકેલો.
-: નંદકુમાર પાઠક

76) 'કાચા કોડિયા' દ્વારા શું દર્શાવ્યું છે ?

77) અનેકમાં એકલો શું શોભે છે ?

78) કાચા કોડિયામાં શું મૂકેલો છે ?

79) સૂરજના અજવાળાં શેમાં સજાવ્યાં છે ?

80) દીવડો ક્યાં મૂકેલો છે ?


Up