પોલીસ કોન્સ્ટેબલ મોકટેસ્ટ 02 (Paper 1)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 80

કુલ ગુણ: 80

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 40 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 80 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

2) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

3) "બુધ, ગૂરૂ, ગ્રહ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

4) "પાનું, પ્રકરણ, પુસ્તક" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

5) નીચે આપેલ ચોરસ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલ છે?

6) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ છે?

7) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે?

8) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

9) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

10) જયેશની 11 વર્ષ બાદ ઉંમર 22 વર્ષ હશે તો 3 વર્ષ પહેલા જયેશની ઉંમર શું હતી?

11) કોઈ એક પરિવારમાં 11 બાળકોની સરેરાશ ઉંમર 7 વર્ષ છે. પરિવારમાં બાળકો તથા તેમના માતા-પિતાની કુલ સરેરાશ ઉંમર 12 વર્ષ છે. જો પિતાએ માતાથી 5 વર્ષ મોટા હોય તો માતાની ઉંમર કેટલી હશે?

12) "INTERPRETATION" શબ્દના પ્રથમ, ચોથા, સાતમા તથા અગિયારમા મૂળાક્ષરોના ઉપયોગથી કેટલા અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દો બની શકે છે?

13) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

DISINTEGRATION

14) નીચે કેટલાંક શબ્દોનું જૂથ આપેલ છે. તેનો અભ્યાસ કરી નીચેના વિકલ્પમાં આપેલા કયા મૂળાક્ષરને દરેક શબ્દોની આગળ કે પાછળ જોડીને અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય ?

LEN, SAN, WOR, SEE

15) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?

16) જો અંગ્રેજી મૂળાક્ષરોમાં પ્રથમ અડધા મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખીએ તો, જમણેથી 21 મો મૂળાક્ષર કયો હશે ?

17) નીચે આપેલ જો ગોઠવણીને ઊલટા ક્રમમાં લખીએ તો શ્રેણીમાં ડાબે છેડેથી સાતમા સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણે આઠમા સ્થાન પર કયો મૂળાક્ષર છે?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

18) જો અંગ્રેજી આલ્ફાબેટ મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખવામાં આવે તો, M મૂળાક્ષરની ડાબેથી પાંચમો મૂળાક્ષર કયો હશે?

19) "DEPRESSION" શબ્દનો પહેલો અને બીજો અક્ષર અદલબદલ કરવામાં આવે અને તે જ રીતે ત્રીજો અને ચોથો અક્ષર તથા પાંચમો અને છઠ્ઠો અક્ષર અને એ જ રીતે છેક સુધી અદલ બદલ કરો. મળેલા નવા શબ્દના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિકશનરી પ્રમાણે ગોઠવો. હવે મળેલા શબ્દમાં જમણેથી સાતમો અક્ષર કયો હશે?

20) 2, 3, 4 અને 6 નો ફક્ત એક જ વખત ઉપયોગ કરી બનતી ચાર અંકની મોટામાં મોટી સમ સંખ્યા કઈ?

21) 2, 9, 7, 1, 0 અંકોનો એક જ વખત ઉપયોગ કરીને મહત્તમ વિષમ સંખ્યા કઈ બને ?

22) 20 અને 40 વચ્ચે કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે ?

23) 27307માં 7ની સ્થાનકિંમતો વચ્ચે શો તફાવત છે ?

24) જો 4444ને આશરે નજીકના સો સુધી દર્શાવવામાં આવે તો શું આવે ?

25) 8763451માં 3 અને 5ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો છે ?

26) 543223માં આવેલ 2ની સ્થાનકિંમતોનો તફાવત કેટલો ?

27) 13 હજાર + 14 શતક + 3 દશક = ……….. ?

28) 169 x 28 * x 237ના ગુણનફળમાં એકમનો અંક 1 છે તો * ના સ્થાને કયો અંક હોય ?

29) 191000 માંથી 1100 ઓછા હોય તેવી સંખ્યા કઈ?

30) 101010 માંથી 100 ઓછા હોય તેવી સંખ્યા કઈ ?

31) બે સંખ્યાઓનો સરવાળો 11009 છે. જો તેમાંની એક સંખ્યા 9999 છે તો બીજી કઈ હશે ?

32) વિધાન: બધા ગ્લાસ પેન છે. કોઈ ગ્લાસ ચોક નથી. કઈ ચોક જગ નથી.

તારણ :
(A) બધી પેન ચોક છે.
(B)બધા જગ ગ્લાસ છે.

33) સાદુ રૂપ આપો :

32 × 48 ÷ 6 + 23 × 8 ÷ 2 -22

34) નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો :

3251 + 587 + 369 - …?.... = 3007

35) સાદુ રૂપ આપો :

7 + 15 ÷ 3 × 0 =………?

36) સાદુ રૂપ આપો :

26 + 936 ÷ 26 = ………?

37) સાદુ રૂપ આપો :

(87 ÷ 3 × 93 - 87 + 4નાં 400 %) = …………?

38) દીપકે નિતીનને કહ્યું, "તે છોકરો જે ફૂટબોલ રમી રહ્યો છે. તે મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાં સૌથી નાનો છે.” ફૂટબોલ રમતો છોકરો દીપક સાથે શું સંબંધ ધરાવે છે ?

39) A એ C નો પુત્ર છે. C એ Q ની બહેન છે. Z એ Q ની માતા છે. P એ Z નો પુત્ર છે. તો P નો A સાથેનો સબંધ શું થાય?

40) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 8, 17, 33, 58……….?

41) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15…….., 45, 66, 91

42) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4832, 5840, 6848………?

43) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 5, 9, 15……….?

44) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 10, 23, 42, 68…..?

45) જો કોઈ ચોક્કસ ભાષામાં, "MIRACLE" ને "NKUEHRL" તરીકે કોડેડ કરવામાં આવે છે, તો પછી "GAMBLE" કેવી રીતે કોડેડ થાય છે?

46) જો FRAGRANCE ને SBHSBODFG લખવામાં આવ્યું હોય, તો IMPOSING કેવી રીતે લખી શકાય?

47) જો "EARTHQUAKE" ને "MOGPENJOSM" લખાય તો "EQUATE" ને કેવી રીતે લખાય ?

48) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?

49) હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો, પછી મારે 24 કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ. તો આ વાત કહી તે દિવસે કયો વાર હશે?

50) આજે બૂધવાર છે, તો પછીનાં રવિવાર પછી 25 માં દિવસે ક્યો વાર આવે?

51) BF : DH :: PS……?

52) 74 : 130 :: ………… : 390

53) જો ઓસ્ટ્રેલિયા :: કેનબેરા હોય તો ઑસ્ટ્રિયા :: ..............?

54) જો યુકે :: પાઉન્ડ તો, ગ્રીસ :: ...................?

55) જો પોડોલોજી :: માટી તો, સિસ્મોલોજી :: ............?

56) રોમન અંકમાં 21 ને ............... લખાય.

57) રોમન અંકમાં 36 ને ............... લખાય.

58) રોમન અંકમાં ૯૧ ને ............... લખાય.

59) નીચેનામાંથી ક્યુ વિકલ્પ ખોટો છે? (રોમન અંક)

60) 2197 નાં ઘનમૂળનો એકમનો અંક કેટલો થાય?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

આપણા કેળવાયેલા સ્વદેશબન્ધુઓની, બલકે આજકાલ પૃથ્વી ઉપર ઘણે ભાગે, આ બીજી સ્થિતિ જ જોવામાં આવે છે. પણ પૃથ્વીના બીજા ભાગમાં એટલું સારું છે કે ધર્મશિક્ષણ એ દેશના પ્રાથમિક, મધ્યમ તેમજ ઉચ્ચ સામાન્ય શિક્ષણનો ભાગ હોઈ એની ઉપેક્ષા થઈ શકતી નથી. પણ આપણે ત્યાં તો કેળવાયેલો વર્ગ ધર્મજ્ઞાનથી તદ્દન વિરહિત રહે છે અને તેથી સામાન્ય અશિક્ષિત વર્ગના ધર્મથી જ દેશની ધાર્મિક ભાવના સચવાઈ રહે છે. આ સ્થિતિમાં ફેરફાર થવાની બહુ જરૂર છે. ધર્મમાં જીવ હશે તો જ અર્થ અને કામમાં જીવ આવશે - કૂવામાં પાણી હોય તો હવાડો કેટલો વખત ભર્યો રહેવાનો હતો? આપણો કૂવો પાતાળ કૂવો છે - એમાં પાણી કદી પણ ખૂટવાનું નથી; પણ યોગ્ય સંભાળ નહી લો એ નહિ ચાલે. કૂવો માટી, કચરાથી પુરાઈ ગયો હોય તો તે ગળાવો. એમાં કોવડામણ દેખાતું હોય તો તે કઢાવી નાંખી સ્વચ્છ કરો. બહોળાં અને સ્વચ્છ પાણીથી તમારાં અર્થ કામમાં ખેતરો યોગ્ય સમયે અને યોગ્ય માપમાં પાશો તો એનો પાક સારો ઊતરશે. જમીન ચૂસે, વાવેતરનાં મૂળ ચૂસે, તે કરતાં અધિક પાણી ઢોળીને જમીન બગાડશો નહિ, વાવેતરને કોવડાવશો નહિ; પણ પાણી વિના ખેતરો સુકાવા દેશો પણ નહિ. : - આનંદશંકર ધ્રુવ

61) આપેલ પરિચ્છેદમાં કોના પર કટાક્ષ કરવામાં આવ્યો છે ?

62) આપેલ પરિચ્છેદમાં લેખકને શેની ચિંતા છે ?

63) કેળવાયેલો વર્ગ શેનાથી અળગો રહે છે ?

64) આપણા ધર્મને શેનું રૂપક આપવામાં આવ્યું છે?

65) આપેલ પરિચ્છેદને ક્યું યોગ્ય શીર્ષક આપશો ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

એક વિચારકે કહ્યું છે, કે બાળકની માતા એ એનો સાચો ગુરુ છે. માતા પાસેથી બાળક જેટલું ગ્રહણ કરે છે તેટલું બીજા કોઈ પાસેથી કરી શકતો નથી. એ વિધાનને ઊલટાવીને એમ પણ કહી શકાય કે બાળકનો સાચો ગુરુએ એની માતા જેવો છે. જે બાળકને પોતાની માતા જેવો લાગે તે જ એનો સાચો શિક્ષાગુરુ થઈ શકે. દક્ષિણામૂર્તિવાળા સ્વ. ગિજુભાઈ આના જવલંત ઉદાહરણરૂપ છે. સામાન્ય રીતે બાળકને કપડાં પહેરાવવાં, એનાં મેલાં કપડાં ધોઈ આપવાં ને ફાટલાં કપડાં સીવી આપવાં એ તેની માતાનું કામ ગણાય છે. પોતાનાં કપડાંલત્તાં માટે બાળકો હંમેશાં માતા પર જ આધાર રાખે છે. ઘણાખરાં પૈસાદારોનાં ઘરમાં એ કામ બાળકની આયાને સોંપવામાં આવે છે ત્યારે બાળક આયા તરફ માતૃભાવ રાખતો થઈ જાય છે. હવે એ કાર્ય થોડા જ પ્રમાણમાં પણ મહેતાજીઓને સોંપવામાં આવશે એટલે બાળકો એમના પ્રત્યે અજાણ્યે પણ માતૃભાવ રાખતા થઈ જશે. સોટી લઈને પ્રહાર કરવા ઉત્સુક યમદૂત જેવા અત્યારે એ એમને લાગે છે તેને બદલે હાથમાં સોયદોરો લઈને એમનાં કપડાંની દેખભાળ રાખનારી માતા જેવા વહાલા હવે એ એમને લાગશે. :- જ્યોતીન્દ્ર દવે

66) બાળક ક્યારે બીજા પ્રત્યે માતૃભાવ રાખતો થાય છે ?

67) સાચો શિક્ષાગુરુ ક્યારે થઈ શકે?

68) આપેલ પરિચ્છેદમાં કઈ બાબત પર ભાર આપવામાં આવ્યું છે ?

69) બાળકનો સાચો ગુરુ કોણ છે ?

70) આપેલ પરિચ્છેદમાં કેન્દ્રમાં કોણ છે ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

હમણાં હમાણાં ઘડિયાળો કોઈ ચોરસ, કોઈ અષ્ટકોણ, કોઈ લંબચોરસ અને જાતજાતના ઘાટની આવે છે. પણ ઘડિયાળ તો ગોળ જ હોય શકે એવો મારા મનમાં પૂર્વગ્રહ બંધાઈ ગયો છે. કોણ જાણે કેમ ગોળ હોય તે જ ઘડિયાળ, બીજી બધી ઘડિયાળની વિકૃતિ -મજાક હોય એમ - મને લાગે છે. નાનપણથી ઘડિયાળની ગોળાકૃતિ જોઈને એની બીજી આકૃતિ હોઈ જ ન શકે એવું મનમાં ભરાઈ ગયું છે. ઘડિયાળ ગોળ હોય તો જ એમાં કાંટા ઘાંચીની ઘાણીના બળદ પેઠે ફર્યા કરે. ચોરસ કે ખૂણાવાળી ઘડિયાળ હોય તો કાંટા એના ખૂણામાં ભરાઈ બેસે અથવા એકાદ ખૂણો તોડી એમાંથી માર્ગ કાઢી નાસી જાય એવું મને લાગે છે. વળી સમયની અનાદ્યનંતા પણ ઘડિયાળની ગોળાકૃતિ વડે જ સૂચવાય છે. ઈશ્વરે મનુષ્યને પોતાની આકૃતિ પ્રમાણે જ ઘડયો એમ કહેવાય છે, તે જ પ્રમાણે મનુષ્યે પોતાની મુખાકૃતિ પરથી ઘડિયાળના મુખની આકૃતિ પણ નક્કી કરી છે અને એ આકૃતિ બદલવી એટલે મનુષ્યને ઘડિયાળ વચ્ચેના સામ્યને ધોકો પહોંચાડવા જેવું છે એમ મને લાગે છે. શૂન્યમાંથી સૃષ્ટિ સરજાઈ એ વાત મીંડા જેવી ઘડિયાળ સમજાવે છે. :- કાકાસાહેબ કાલેલકર

71) ઘડિયાળને કોની સાથે સંબંધ છે ?

72) ગદ્યખંડમાં શેની વાત કરવામાં આવી છે ?

73) ગદ્યખંડમાં કઈ ભાષાશૈલીનો વિનિયોગ થયેલો છે ?

74) સૃષ્ટિનું સર્જન શેમાંથી થયું છે ?

75) લેખકના મતે ઘડિયાળ ક્યાં આકારની હોવી જોઈએ ?

નીચે આપેલ ફરકો વાંચી/સમજી પ્રશ્નોના સાચા જવાબ આપો.

બોલવાનું ને ખાવાનું - દુનિયામાં બે મોટામાં મોટાં કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવજીવનમાં આના કરતાં વધારે ઉપયોગી કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એ બન્ને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતાં સુધી ચાલે છે - અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાં ઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે ને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે, ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, ત્યારે પણ જીભ તો એવી બળવાન રહે છે, ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ - એ નિર્બળતાની નિશાની છે; પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે, બળમાં ને કળમાં દુર્જેય બનેલી જીભ એમ જ સમજવાનું છે. - જ્યોતીન્દ્ર દવે

76) ગદ્યખંડમાં કઈ બાબત મુખ્ય છે ?

77) જીભ કઈ અવસ્થામાં પણ શિથિલ થતી નથી ?

78) જીભ વાણીને કઈ કક્ષા સુધી પહોંચાડે છે ?

79) નીચેમાંથી કોણ નિર્બળતાની નિશાની છે ?

80) ગદ્યખંડ માટે યોગ્ય શીર્ષક પસંદ કરો.


Up